પોતાના જીવનસાથી કે પ્રેમી સાથેનો સંબંધ મજબુત બનાવવા માટે અનુસરો આ 5 ખાસ ટીપ્સ…

પોતાના જીવનસાથી કે પ્રેમી સાથેનો સંબંધ મજબુત બનાવવા માટે અનુસરો આ 5 ખાસ ટીપ્સ…

મિત્રો જ્યારે કોઈ બે વ્યક્તિ સાથે લગ્ન સંબંધ કે પ્રેમ સંબંધ હોય ત્યારે તે સંબંધમાં લાંબો સમય જતા ક્યારેક નીરસતા આવવા લાગતી હોય છે. તેમની વચ્ચે થતા નાના નાના વિવાદો પણ મોટા ઝગડાનું કારણ બની જતા હોય છે. જેના કારણે બંને ઘણી વખત એકબીજાથી કંટાળી પણ જાય, તેવું પણ બને અને અલગ થવાનો પણ નિર્ણય લઇ લેતા હોય છે. જો તમે પણ એવું ઈચ્છો છો કે તમારા સંબંધમાં આવી પરિસ્થિતિઓ ક્યારેય ન આવે અને હંમેશા તમારું લગ્ન જીવન સુખી રહે અને સમય જતા તમારો સંબંધ વધુને વધુ મજબુત થવા લાગે, તો તેના માટે આ પાંચ ખાસ ટીપ્સ અપનાવો.

સૌથી પહેલી ટીપ્સ છે કે પોતાને પ્રેમ કરવો. મિત્રો તમારા સંબંધને ટકાવી રાખવા માટે સૌથી પહેલો અને મહત્વનો ઉપાય છે કે તમારી જાતને પ્રેમ કરવો. તમે કોઈ વ્યક્તિને એટલે કે તમારા જીવનસાથીને ત્યારે જ ખુશ રાખી શકો, જ્યારે તમે પોતે અંદરથી ખુશ હોવ. તમારી ખુશી તમને એક જવાબદાર અને ખુશમિજાજી જીવનસાથી બનવામાં મદદ કરશે. તમેજ વિચારો એક ખુશ મિજાજી વ્યક્તિનો સાથ કોને પસંદ ન હોય !

તમારા સંબંધને વધુ ગાઢ બનાવવા માટેનો બીજો સૌથી મહત્વનો ઉપાય છે શેરિંગ. ગમે તે સંબંધ હોય પરંતુ તે સંબંધમાં હંમેશા વાત કરવાની ગુંજાઈશ તો હોવી જ જોઈએ. કેમ કે પતિપત્નીનો સંબંધ સૌથી નજીકનો સંબંધ કેહવાય અને આ સંબંધમાં બંને વ્યક્તિ એક બીજાના પૂરક કહેવાય. તો આવી સ્થિતિમાં પોતાના સાથી સાથે પોતાની દરેક સમસ્યા તેમજ અન્ય વાતો શેર કરવી જોઈએ. તેનાથી સંબંધમાં અતુટ વિશ્વાસ અને પ્રેમ વધે છે.

ત્રીજી ટીપ્સ છે સંબંધમાં પ્રમાણિક રહેવું. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમાણિકતા દરેક સંબંધને મજબુત બનાવવા માટેનું સૌથી આવશ્યક પરિબળ છે. તેના કારણે સંબંધમાં એક બીજા પર વિશ્વાસ બની રહે છે. તેથી પોતાના સાથી સાથે કોઈ પણ વાત ન છુપાવવી જોઈએ. તમારી દરેક નાનામાં નાની ભૂલ પણ તમને તમારા સાથીથી દુર કરી દેતી હોય છે. તેથી દરેક વાત સમય રહેતા જણાવી દેવી જોઈએ.

ચોથી સૌથી જરૂરી વાત છે કે તમારા જીવનસાથીને સ્પેસ આપો(સ્પેસ એટલે વ્યક્તિને ખુદ માટે સમય આપવો). તમારા સાથી સાથે તમારે ભલે ગમે તેટલો મધુર સંબંધ કેમ ન હોય, તેમ છતાં પણ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં થોડી સ્પેસ ઈચ્છતા હોય છે. માટે તમારે તમારા જીવનસાથીને થોડી સ્પેસ અવશ્ય આપવી જોઈએ. કારણ કે જો તમે તમારા સાથીને વાત વાત પર રોક ટોક કરીએ અને તેની વસ્તુમાં તમે દખલઅંદાજી કરશો તો તમારા સાથી જીવનમાં ઘુટન અનુભવશે. માટે થોડી સ્પેસ અવશ્ય આપવી.

પાંચમી સૌથી જરૂરી બાબત છે જીવનસાથીની ભૂલોને માફ કરતા શીખવું. મિત્રો તમે ક્યાંકને ક્યાંક તો એવું સાંભળ્યું જ હશે કે માફ કરનાર વ્યક્તિનું દિલ ખુબ વિશાળ હોય છે. આ જ વાત એક લગ્ન સંબંધ કે પ્રેમ સંબંધમાં પણ લાગુ પડે છે. જો તમારે તમારા સંબંધને ટકાવી રાખવો હોય, હંમેશા તેમાં મીઠાશ રાખવી હોય, તો તમારે તમારા સાથી સામે માફી માંગતા પણ શીખવું પડશે અને તેમની ભૂલોને માફ કરતા પણ શીખવું પડશે. પોતાની ભૂલ હોય ત્યાં તેને સ્વીકારીને તરત જ તમારા સાથી સામે માફી માંગી લેવી જોઈએ અને સાથીની ભૂલોને પણ માફ કરી દેવી જોઈએ. આવું કરવાથી તમે બંને એકબીજાની વધુ નજીક આવતા જશો અને સંબંધમાં પ્રેમ પણ વધશે.

તો મિત્રો જો તમે પણ તમારો સંબંધ ટકાવી રાખવા માંગો છો અને એવું ઈચ્છો છો કે તમારી વચ્ચેનો પ્રેમ ખુબ ગાઢ થાય તો આ પાંચ બાબતો અવશ્ય અનુસરવી. પરંતુ આ પાંચ બાબતને તમે દરેક વ્યક્તિ સાથે અનુસરો તો તમારી પ્રગતિનો હિસ્સો પણ બની શકે. અને લોકો સાથે તમારો સંપર્ક પણ વધશે. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો આમાંથી સૌથી સારી ટીપ્સ કંઈ છે. ?

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

1 thought on “પોતાના જીવનસાથી કે પ્રેમી સાથેનો સંબંધ મજબુત બનાવવા માટે અનુસરો આ 5 ખાસ ટીપ્સ…”

Leave a Comment