મિત્રો આજના સમયમાં લોન લેવી એ સામાન્ય બાબત છે. તેમાં બાળકોનું ભણતર હોય, લગ્ન પ્રસંગ હોય, ઘર બનાવવું હોય, ધંધાની શરૂઆત કરવી હોય કે અન્ય કોઈપણ કારણોસર આપણે લોન લેતા હોઈએ છીએ. પરંતુ ઘણીવાર કેટલાક લોકો લોનને સમયસર નથી ચૂકવી શકતા.
મિત્રો આનું કારણ શાસ્ત્રોમાં ઉધાર લેવા અથવા ચૂકવવા માટે યોગ્ય સમય ન પસંદ કરવાનું માનવામાં આવ્યું છે, જેના કારણે ઈચ્છા હોવા છતાં પણ લોન નથી ચૂકવી શકાતી. એવામાં જરૂરી છે કે લોન લેતા અને ચૂકવતા સમયે વાર અને નક્ષત્રોનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લોન લેવા અને આપવા સંબંધિત શુભ અને અશુભ સમય વિશે જણાવીશું.
1) ક્યારે ન લેવી જોઈએ લોન :- જ્યોતિષાચાર્ય પ્રમાણે લોન લેવા માટે કેટલાક વાર અને નક્ષત્રોનો સમય અશુભ માનવામાં આવ્યો છે. આ વારમાં મંગળવાર, બુધવાર અને શનિવાર તથા હસ્ત, મૂળ, આદ્રા, જ્યેષ્ઠ, વિશાખા, કૃતિકા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢ , ઉત્તરાભાદ્રપદા, રોહિણી વગેરે નક્ષત્રો છે. રવિવારે પણ લોન લેવા અને આપવા પર પ્રતિબંધ છે. આ વાર અને નક્ષત્રોમાં લેવામાં આવેલી લોન અને ચૂકવવાની સંભાવના ખૂબ જ ઓછી માનવામાં આવી છે. તેનાથી વ્યક્તિ પર દેવાનો બોજ વધતો જાય છે.2) લોન લેવાનો શુભ સમય :- જ્યોતિષાચાર્ય ના જણાવ્યા પ્રમાણે સોમવાર, ગુરૂવાર અને શુક્રવારે લોન લેવા માટેના યોગ્ય વાર માનવામાં આવ્યા છે. તેવી જ રીતે જો નક્ષત્રોની વાત કરીએ તો સ્વાતિ, ઘનિષ્ઠા, સતભિષા, પુનર્વસું, ચિત્રા, અનુરાધા, અશ્વિની, મૃગશીરા, રેવતી અને પુષ્ય જેવા નક્ષત્રોમાં લોન લેવી શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આટલા વાર અને નક્ષત્રોમાં લેવામાં આવેલી લોન સમયસર ચૂકવવાની સંભાવના રહે છે.
3) લોન ચૂકવવાનો સમય :- લોન ચૂકવવા માટે મંગળવાર અને બુધવાર નો દિવસ શુભ માનવામાં આવે છે. વૃદ્ધિ નામનો યોગ અને હસતી નક્ષત્રમાં દેવું ચૂકવવાથી પણ તે જલ્દી ચૂકવાઇ જાય છે. તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લોન ચૂકવવી હોય તો બુધવાર અને ગુરુવારે ટાળી દેવું જોઈએ. શુક્રવારે લોન લેવી અને ચૂકવવી બંને ફળદાયી માનવામાં આવે છે. બચત યોજનામાં રકમ જમા કરાવવા માટે બુધવાર અને ગુરુવારનો દિવસ શુભ માનવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી