મોંઘા ભાવના લીંબુને ઘરે લાવીને ફેંકવા ન હોય તો ખરીદતા સમયે જુઓ આ એક વસ્તુ, રસ નીકળશે વધુ અને હશે એકદમ ફ્રેશ ભરાવદાર…

આજે આપણે જયારે બજારમાં લીંબુના ભાવ પૂછીએ છીએ તો આંખ પહોળી થઈ જાય છે. પરંતુ શું કરીએ લીંબુ વગર કોઈ પણ સબ્જી, દાળ, કે અન્ય વાનગી ટેસ્ટી નથી લાગતી. આથી આપણે લીંબુ થોડા તો થોડા ખરીદી લઈએ છીએ. જો કે તમે અમુક વાતોને ફોલો કરીને લીંબુનો બગાડ થતો રોકી શકો છો.

ગરમીની ઋતુમાં અમુક સિઝનલ ફળો અને શાકભાજીને ડાયટમાં સમાવેશ કરવા ખુબ જ ફાયદાકારક હોય છે. આ જ લીસ્ટમાં એક નામ લીંબુનું પણ છે. જો કે, આ દિવસોમાં લીંબુ માર્કેટમાં ખુબ મોંઘા મળે છે. છતાં પણ ઘણા લોકો મોંઘવારીને નજરઅંદાજ કરીને સ્વસ્થ રહેવા માટે લીંબુ ખરીદવામાં પાછા પડતાં નથી. પરંતુ એવામાં લીંબુ ખરાબ અથવા ઓછા રસવાળું નીકળે તો બધા પૈસા પણ વેસ્ટ થઈ શકે છે. આથી તમારે પહેલા તો લીંબુની ખરીદી કરવામાં ખુબ ધ્યાન રાખવું પડે છે.

વાસ્તવમાં વિટામિન સી, અને સિટ્રિક એસિડથી ભરપૂર લીંબુનું સેવન ગરમીમાં શરીરને હાઈડ્રેડ રાખવામાં મદદ કરે છે. માટે ઘણા લોકો લીંબુ શરબતથી લઈને લીંબુની અલગ અલગ વસ્તુઓ ડાયટમાં સમાવિષ્ટ કરવાનું ચુકતા નથી. પરંતુ આજકાલ માર્કેટમાં ઊંચા ભાવની સાથે વેંચાઈ રહેલા લીંબુની ખરીદી ખુબ સમજી વિચારીને કરવી પડે છે. તો આવો અમે તમને જણાવીએ લીંબુ ખરીદવાની અમુક સ્પેશિયલ ટિપ્સ એન્ડ ડ્રિંક્સ વિશે.

રંગ પરથી અંદાજ લગાડો : જો તમે લીંબુ ખરીદવા જ માંગતા હો, તો તમારે પહેલા લીંબુનો રંગ જોવો જોઈએ. તેના પરથી તમે જાણી શકો છો કે, લીંબુમાં રસ છે કે નહિ ? ઘણા લોકો માર્કેટમાં લીંબુ ખરીદતા સમયે જલ્દી ખરાબ ન થાય તે ડરથી લીલા રંગના લીંબુ લેવાનું પસંદ કરે છે. પરંતુ લીલા રંગના લીંબુ કાચા હોય છે. જેમાં રસ ઓછો અને તેની છાલ જાડી હોય છે. માટે જ લીંબુ લેતા સમયે પીળા રંગના જ લીંબુ ખરીદવા જોઈએ. જેમાં વધારે રસ હોય છે.

લીંબુ દબાવીને ઓળખ કરો : લીંબુ ખરીદતા સમયે તમે લીંબુ દબાવીને પણ તેના રસનો અંદાજો લગાડી શકો છો. જણાવી દઈએ કે, કડક લીંબુની અપેક્ષાએ મુલાયમ લીંબુમાં વધારે રસ હોય છે. તેમજ જે લીંબુ દબાવવામાં કડક હોય છે તેમની છાલ જાડી હોય છે અને તેમાં રસ પણ ખુબ ઓછો નીકળે છે. માટે સાઈઝ પર ધ્યાન ન આપીને લીંબુની ક્વોલિટી પર ધ્યાન આપવું વધારે જરૂરી છે.

ખરાબ લીંબુની ઓળખ કરો : લીંબુ ખરીદતા સમયે ડાઘ અને સૂકી છાલ વાળા લીંબુ ભૂલથી પણ ખરીદવા ન જોઈએ. ડાઘ વાળા લીંબુ ખરાબ હોવાની સંભાવના વધારે હોય છે. તેમજ સૂકા લીંબુમાં રસ ના બરાબર હોય છે. તેવામાં આ રીતને એપ્લાઈ કરીને લીંબુ મોંઘા હોવા છતાં પણ તમે ડાઘ વગરના પીળા મુલાયમ લીંબુ ખરીદીને પૂરેપુરી કિંમત વસૂલ કરી શકો છો. આમ તમારે લીંબુની ખરીદી સમજી વિચારીને કરવી જોઈએ. તાજા લીંબુ ખરીદવાથી તેમાં રસ વધુ આવે છે અને તમારા પૈસા પણ વેસ્ટ જતા નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment