જાણો એવું તો શું છે આ લાડુમાં? કે જે વેચાયો છે 17 લાખ રૂપિયામાં?

મિત્રો હજી ગઈ કાલે જ ગણપતિ બાપાનું ‘બાપા મોરિયા, બાપા મોરિયા’ કહી ખુબ વાજતે-ગાજતે આપણે વિસર્જન કર્યું હતું. બાપા વિઘ્નહર્તા છે, લંબોદર છે અને બાળકોના તો ફ્રેન્ડ છે. ઠેર – ઠેર ગલી – ગલીમાં બાપાનું સ્થાપન કર્યું અને આ દસ દિવસ બાપાની પુજા અર્ચના કરી. બાપાને વિવિધ ભોગ ધરાવ્યો અને અંતે બાપાને ભાવભીની વિદાય આપી છે.

ગણપતિ બાપાને ભોજનમાં અતિ પ્રિય કંઈ હોય તો તે છે મોદક. પણ બાપાને લાડુ પણ એટલો જ પ્રિય છે. બાપાને અતિ પ્રિય એવા ભાવતા ભોજન માટે એક એવું સ્થળ છે જ્યાં દર વર્ષે બાપાના પ્રસાદરૂપ લાડુની હરાજી થાય છે. તે સ્થળ સ્થળનું નામ છે બાલાપુર. જ્યાં બાપાનો લાડુ વહેંચાય છે. જેની હરાજી કરવામાં આવે છે. તો ચાલો જાણીએ બાલાપુરમાં આ વર્ષે કેટલામાં વહેંચાયો બાપાનો લાડુ.

દર વર્ષે હૈદરાબાદમાં યોજાતી લાડુની હરાજીમાં બાલાપુર ગણેશ લાડુ જીત્યો છે. જાણવા મળ્યું છે કે તેની હરાજી 17.6 લાખ રૂપિયામાં થઇ હતી. આ લાડુને ખરીદનાર છે ત્યાંના સ્થાનિક રહેવાસી કોલાનુરામ રેડ્ડી જેણે આ લાડુ જીત્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર આ હરાજી ગણેશ મૂર્તિના વિસર્જન પહેલા થઈ હતી. જેમાં લગભગ 19 લોકોએ ભાગ લીધો હતો.

અમને મળતા અહેવાલ પ્રમાણે સોનાથી ભરેલા આ લાડુનું વજન 21 કિલોગ્રામ હતું અને રેડ્ડીએ તેની 17.6 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. આયોજકોએ તેમને ચાંદીની થાળીમાં લાડુ આપ્યો હતો.

આ હરાજીમાં રેડ્ડીએ વિજય મેળવ્યા પછી બાપ્પા પ્રત્યે શ્રદ્ધા બતાવવા માટે તેઓ પોતાના માથે લાડુની પ્લેટ લઈ જે વાહનમાં ગણેશજી હતા તેના પર ચડી ગયા. કોલાનુરામ રેડ્ડી વ્યવસાયે ઉદ્યોગપતિ અને ખેડૂત છે. તેના પરિવારે અગાઉ પણ બાલાપુર લાડુ હરાજીમાં ભાગ લીધો છે. ગયા વર્ષે એટલે કે 2018 ની હરાજીમાં બાલાપુર ગણેશ લાડુની કિંમત 16.6 લાખ રૂપિયામાં વહેંચાયો હતો. આ સિવાય ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે આ હરાજીમાં બાલાપુર મંડળના આર્ય વૈશ્ય સંગમના પ્રમુખ શ્રી તેરેતીપલ્લી શ્રીનિવાસ ગુપ્તા વિજેતા બન્યા હતા. કહેવાય છે કે આ બાલાપુર ગણેશ લાડુની હરાજી 1994 થી શરૂ થઈ હતી અને પહેલા વર્ષે 450 રૂપિયામાં આ લાડુ વહેંચાયો હતો. કોલાનુરામ મોહન રેડ્ડી આ ગણેશ લાડુનો પ્રથમ વિજેતા હતો. જેણે સતત પાંચ વર્ષ સુધી લાડુની હરાજી જીતી હતી.

આ ઉપરાંત એવું માનવમાં આવે છે કે બાલાપુર ગણેશ લાડુની આ હરાજીમાં જે વિજેતા બને છે તે ખુબ જ નસીબદાર હોય છે. આ સિવાય આ હરાજીમાં જે વિજેતા બને તેના નસીબ, સમૃદ્ધિ અને ખુશીઓમાં વધારો થાય છે તેવી માન્યતા છે. જે વિજેતા બને તે પોતાના મિત્રો અને કુટુંબીઓમાં આ લાડુને વહેંચે છે. આ ઉપરાંત વિજેતાઓ આ લાડુના ટુકડાને પોતાના ઘરો અને ખેતરોમાં પણ નાખે છે. ગણેશ લાડુની બોલી દર વર્ષે 1,116 રૂપિયાથી શરૂ થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment