માણસની જેમ તમારા પાલતું પ્રાણીનો પણ કરાવો વીમો, બીમાર કે ચોરી થાય તો મળે મોટી કિંમત….

મિત્રો ઘણા લોકોને પોતાના ઘરે પાલતું પ્રાણીઓ પાળવાની આદત હોય છે. તેથી તે લોકો પોતાના ઘરમાં કુતરો, બિલાડી વગેરે પ્રાણીઓ પાળે છે. આજ સુધી તમે જોયું હશે કે માણસનો જ વીમો કરવામાં આવે છે, પરંતુ ક્યાય એવું સાંભળ્યું છે કે પાલતું પ્રાણીઓનો પણ વીમો કરાવો ?  તો આજે અમે તમને જણાવી દઈએ કે, તમે આ પ્રાણીઓ પર પણ વીમો ઉતારી શકો છો. જેમાં ઇન્શ્યોરન્સ કંપની વિવિધ રીતે તમે તમારા પાલતું પ્રાણી પર વીમો આપે છે.

જો તમારા ઘરમાં કોઈ પેટ્સ(પાલતું) પ્રાણી છે, તો જાણતા હશો જ કે તમે તેનું ધ્યાન એ રીતે જ રાખો છો, જે રીતે તમે તમારા પરિવારના સભ્યનું રાખો છો. આમ તમારા પરિવારના દરેક સભ્યની જેમ તેને પણ હેલ્થ કેરની જરૂર હોય છે. જ્યારે ઘણી વખત તે બીમાર પડતા સારા એવા પૈસા પણ ખર્ચ કરવા પડે છે. આમ આ નવા જમાનાની નવી જરૂરતને ધ્યાનમાં રાખીને ઘણી ઇન્શ્યોરન્સ કંપની પેટ ઇન્શ્યોરન્સ આપે છે. ચાલો તો જાણીએ કે પેટ ઇન્શ્યોરન્સના ફાયદા અને કેવી રીતે તેનો ઇન્શ્યોરન્સ કરાવી શકાય છે.

જ્યારે માણસની આવકમાં વધારો થાય છે ત્યારે માણસ પેટ્સ પર ખુબ ખર્ચ કરવા લાગે. એક રિપોર્ટ અનુસાર 2019 માં 214 લાખ કુતરાઓનો ઉછેર ઘરમાં થયો હતો. જ્યારે બિલાડીની સંખ્યા 18 લાખ હતી. ભારત દુનિયામાં સૌથી ઝડપથી વધતો પેટ કેર માર્કેટ છે. જ્યારે 2022 સુધીમાં 14% વધીને 4.90 કરોડ ડોલર થવાની આશંકા છે. પોલીસી બજારના સીબીઓ અને સહ સંસ્થાપક તરુણ માથુરે કહ્યું છે કે, ‘પાલતું જનાવર અને મવેશિયો માટે પહેલેથી જ ઇન્શ્યોરન્સ હતો જ, પણ લોકો કુતરાઓ પર 7000૦ થી 8000૦ રૂપિયા ખર્ચ કરે છે. આ પેટ્સ માટે ઇન્શ્યોરન્સની માંગ વધી છે.’ક્યાં જાનવરનો આ વીમામાં થાય છે : ભારતમાં પેટ્સ ઇન્શ્યોરન્સની અંદર કુતરાઓ, બિલાડી, પક્ષીઓ, ઘેટા, બકરી, ઘોડા, સસલા, હાથી, વગેરેને સામેલ કરવામાં આવ્યા છે. જો કે આ વીમા ઓફર અલગ અલગ કંપની દ્વારા બદલાય પણ જાય છે. ઘણી કંપની માત્ર ઘણા ખાસ પ્રકારના પ્રાણીનો જ વીમો ઉતારે છે.

કેવી રીતે થાય છે પેટ ઇન્શ્યોરન્સ : કોઈ પણ અન્ય વીમા પોલીસીની જેમ આ વિમાને લેવા માટે પણ એક ઉંમર નક્કી કરવામાં આવી છે. ઉદાહરણ રૂપે કુતરાઓ અને બિલાડી માટે વીમા લેવાની આયુષ મર્યાદા 8 અઠવાડિયાથી લઈને 8 વર્ષ સુધીની છે. ગાય માટે તે 2 વર્ષથી 10 વર્ષની છે. બકરી, ઘેટા માટે તે 1 થી 7 વર્ષ છે.

શું હોય છે કવર : ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ, યુનાઈટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ અને ઓરીયટલ ઇન્સ્યોરન્સ વર્ષોથી પશુ વીમા વેંચે છે. પણ ઘણી નવી કપનીઓ પણ આ સાથે જોડાઈ ગઈ છે. વેટીના હેલ્થ કેર એ ડીજીટ ઇન્શ્યોરન્સની સાથે મળીને 2008 માં પ્રોટેક્ટ મેડીકલ કવર લોન્ચ કર્યું છે. બજાજ અલીયાજ જનરલ ઇન્શ્યોરન્સ એ પણ ઓગસ્ટ 2020 થી કુતરાઓ માટે વીમા ઓફર કરવાનું શરૂ કર્યું છે. સરકારી વીમા કંપનીઓ પોલીસી અવધિની વચ્ચે મૃત્યુની સ્થિતિમાં સમ ઈશ્યોરડ ભુગતાન કરે છે. જ્યારે પ્રાઇવેટ કંપની મૃત્યુ અને બીમારી બંને પર કવર ઉપલબ્ધ કરાવે છે.

આ અંગે બજાજ આલીયાજના ચીફ ટેકનિકલ ઓફિસર ટી.એ. રામલિંગમ કહે છે કે, લોકો પોતાના પાલતું કુતરાઓ માટે વધુ પોલીસી લે છે. તેનો 85% ભારતીય પેટ માર્કેટ પર કબજો છે. કંપની સર્જરી અને હોસ્પિટલાઈઝેશન માટે બે મુખ્ય કવર આપે છે. જ્યારે બીજા 6 વૈકલ્પિત કવર છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment