પત્ની પાસે જબરજસ્તીથી કરાવતો આવું કામ, પતિની આવી હરકત જાણી તમે ચોંકી જશો.

મિત્રો આજકાલ સમાજમાં ઘણા એવા દુષણો સામે આવી રહ્યા છે જેની કોઈ સીમાઓ નથી મળતી. તો હાલમાં જ એક એવો કેસ દાખલ થયો છે. જેમાં એક પતિની હરકતથી તેની પત્ની કંટાળી ગઈ અને પોલીસ સ્ટેશનમાં કર્યો પતિ વિરુદ્ધ કેસ. આ પતિ દ્વારા જે કરવામાં આવતું હતું એ અલ્કપનીય હતું. આ પતિ અવારનવાર અશ્લીલ પાર્ટી કરતો હતો, અને પોતાની પત્નીને ડાન્સ કરવા માટે બળજબરી કરતો હતો. અમે તમને આપીશું આ તમામ વાતની વિગતો, તો આ આર્ટિકલ વાચો અને અમને જણાવો કે અ બાબત પર તમારૂ શું કહેવું છે.

મિત્રો કાનપુરમાં એક એવી ઘટના સામે આવી છે કે એક પત્નીએ પોતાના જ પતિ સાથે અશ્લીલ પાર્ટી કરવા બદલ તેણે તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ જ તેને બળજબરીથી અશ્લીલ પાર્ટીમાં ભાગ લેવાની ફરજ પાડી હતી અને પણ જ્યારે પત્નીએ આવી પાર્ટીમાં ભાગ લેવાની ના પાડી ત્યારે પતિએ પત્નીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. જેના કારણે પત્નીએ પતિ વિરુદ્ધ કેસ કર્યો હતો. મહિલાએ કેસ નોંધાવતી વખતે જણાવ્યુ હતું કે, તેનો વેપારી પતિ ઘર અને ગેસ્ટહાઉસમાં અવારનવાર અશ્લીલ પાર્ટીઓ કરતો હતો, આ અશ્લીલ પાર્ટીમાં હોય તે બધા જ પોતાના કપડાં ઉતારીને અને નશામાં ચકચૂર બનીને નાચતા હતા. જ્યારે પતિ પણ તેની પત્નીને આવું કરવા કહેતો અને પાર્ટીમાં નાચવા માટે કહેતો અને પત્ની પર દબાણ પણ કરતો હતો. આ સિવાય દારૂ પીધા પછી તેને નગ્ન નૃત્ય કરવા માટે પણ કહેતો હતો.

મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ એડીજી પ્રેમ પ્રકાશને ફરિયાદ કરી હતી. ત્યારબાદ કાનપુરના નાજીરાબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પીડિત મહિલા હજી પણ તેના સગાના ઘરે રોકાઈ છે અને પોતાના પતિ પર પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ પણ પત્નીએ લગાવ્યો છે. આ સિવાય મહિલાએ એવું પણ કહ્યું કે, પોલીસ સામે ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે તેણે પતિની આ હરકત વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અનેક વખત ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારબાદ તેને એડીજી પાસે જવાની ફરજ પડી હતી.

મહિલાની ફરિયાદ પર એસએસપી અનંત દેવે કહ્યું છે કે, મહિલાની વાત પર કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જો આ કેસમાં પતિ દોષી સાબિત થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે સંપૂર્ણ રીતે ગુનાહિત હશે.

Leave a Comment