ગંદા અને કાળા થઈ ગયેલા મોજા કરો એકદમ નવા જેવા સાફ અને સફેદ.. એક એક જીદ્દી દાગને કરી દેશે ગાયબ…. જાણો મોજા સાફ કરવાની બેસ્ટ ટીપ્સ…

સફેદ કપડા હોય કે પછી ગંદા અને કાળા પડી ગયેલા મોજા તેને સાફ કરવા ખુબ જ અઘરા છે. આ ઉપરાંત તેને સાફ કર્યા બાદ પણ કાળા દાગ રહી જતા હોય છે. પરંતુ આજે અમે તમને એવા સરળ ઉપાય જણાવશું જેનાથી તમે મોજા હોય કે પછી ગંદા અને કાળા પડી ગયેલા કપડા બંને સરળતાથી ધોઈને પહેલા જેવા ચમકાવી શકો છો.

બેકિંગ સોડા:- એક જગમાં પાણી લેવું. ત્યાર બાદ તેમાં બે ચમચી બેકિંગ સોડા ઉમેરી દેવા. હવે તે પાણીમાં બે કલાક સુધી મોજા પલાળી રાખવા. ત્યાર બાદ મોજાને રગડવા. ત્યાર બાદ એક વખત કપડા ધોવાના પાવડરમાં બેકિંગ સોડા અને વિનેગર ઉમેરવું. અને તેનાથી મોજા ધોઈ લેવા.આવું કરવાથી તમારા મોજા ચમકશે અને તે સોફ્ટ પણ થઇ જશે.લીંબુ અને ડીશ શોપ:- એક તપેલીમાં ત્રણ થી ચાર ગ્લાસ પાણી ગરમ કરવું. ત્યાર બાદ તેમાં અડધો કપ લીંબુનો રસ અને ડીશ શોપ એટલે કે વાસણ ધોવાનો સાબુ ઉમેરવો અને તેને મિક્સ કરી લેવા. આ મિશ્રણમાં મોજા પલાળી તેને 20 મિનીટ સુધી ઉકળવા દેવું. ત્યાર બાદ તેમાંથી મોજા કાઢી લેવા અને સામાન્ય રીતે મોજા ધોઈને સુકવી દેવા.

વિનેગર:- એક તપેલીમાં બે કપ પાણી લેવું અને તેને ઉકાળવું. હવે તેમાં એક કપ સફેદ વિનેગર ઉમેરવું. હવે તે મિશ્રણમાં મોજા રાત્રે પલાળી દેવા. આખી રાત તે મિશ્રણમાં મોજા પલળવા દેવા. સવારે તે મોજાને સામાન્ય રીતે ધોઈને સુકવી દેવા. બ્લીચ:- એક તપેલીમાં પાણી ગરમ કરવું. ત્યાર બાદ તે પાણીમાં ચાર ચમચી બ્લીચ ઉમેરવું. ત્યાર બાદ તેમાં એક ચમચી વાસણ ધોવાનો સાબુ ઉમેરવો. હવે તે બધાને બરાબર મિક્સ કરી એક મિશ્રણ તૈયાર કરવું. ત્યાર બાદ તે મિશ્રણમાં મોજા નાખવા અને તેને 20 મિનીટ સુધી પલાળી રાખવા. ત્યાર બાદ મોજાને મિશ્રણમાંથી કાઢીને સામાન્ય રીતે મોજા ધોઈને સુકવી દેવા.

ડીશ વોશર પાવડર:- તમને એવું લાગતું હોય કે ડીશ વોશર પાવડર માત્ર ડીશ ધોવા માટે ઉપયોગી છે તો તમને જાણીને આશ્ચર્ય થશે કે ડીશ વોશર પાવડરથી તમે તમારા ગંદા અને કાળા પડી ગયેલા મોજાને સરળતાથી સાફ કરી શકો છો અને તેને એક નવી ચમક આપી શકો છો. તેના માટે એક જગમાં ગરમ પાણી લેવું ત્યાર બાદ તેમાં ડીશ વોશર પાવડર અથવા ટેબ ઉમેરવા અને તેને બરાબર મિકસ કરી મિશ્રણ બનાવી લેવું. હવે આ મિશ્રણમાં આખી રાત મોજા પલાળી રાખવા. સવારે મોજાને સામાન્ય રીતે ધોઈને સુકવી દેવા.એસ્પ્રીન:- એસ્પ્રીન માથાના દુખાવાને દુર કરવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તમે તેનાથી મોજાના જીદ્દી કાળા દાગ અને ગંદકી પણ દુર કરી શકો છો. તેના માટે એસ્પ્રીનની ત્રણ ગોળી લેવી. ત્યાર બાદ તેને પાણીમાં ઓગાળવી. ત્યાર બાદ તે પાણીમાં તમારા મોજા નાખવા અને થોડા સમય સુધી મોજાને તે પાણીમાં પલળવા દેવા. ત્યાર બાદ મોજાને ધોઈને સુકવી દેવા.

ઉપરનાં માંથી કોઈ પણ જે તમને સરળ લાગે તે ઉપાયની મદદથી મોજાને પહેલા જેવા ચમકાવી શકો છો. આ ઉપરાંત બેકિંગ સોડા કે બ્લીચનો ઉપયોગ કરો છો ત્યાર તમારે હાથના મોજા જરૂર પહેરવા. તેનાથી તમને કોઈ પણ પ્રકારની એલર્જી થશે નહિ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment