વાસ્તુશાસ્ત્રમાં એનર્જીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. તમારા ઘરમાં અને આસપાસના વાતાવરણમાં જેવા પ્રકારની એનર્જી હોય છે તેવો જ પ્રભાવ આપણા જીવન પર પડે છે. નાનું મકાન હોય, બંગલો હોય, ઓફિસ હોય કે કોઈ પણ સ્થાન હોય જો તે સાફ સુથરું હોય તો તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. આ સાફ-સફાઈનો સોર્સ એટલે સાવરણી.
કોઈ પણ સ્થાનની સાફ સફાઈ માટે આપણે સાવરણીનો ઉપયોગ કરીએ છીએ. હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. તેથી દિવાળી કે લક્ષ્મી પૂજનના દિવસે સાવરણી ખરીદવી ખુબ જ શુભ માનવામાં આવે છે. આજે આપણે વાસ્તુશાસ્ત્રના જ્યોતિષી દ્વારા જાણીશું સાવરણીથી જોડાયેલી વસ્તુઓની મહત્વ પૂર્ણ વાતો વિશે. જેને નજરઅંદાજ કરવાથી આર્થિક સંકટ અને અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે.
સાવરણીના વાસ્તુ ઉપાય – 1 ) ઘર કે ઓફિસમાં સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી જોઈએ, તેને હંમેશા નીચે આડી જ રાખવી જોઈએ. ઉભી સાવરણી અપશુકન અને મુસીબતોનું કારણ બને છે.
2 ) ઘરની સાફ-સફાઇ બાદ સાવરણીને ખુલ્લામાં સૌની નજરની સામે ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા પ્રભાવિત થાય છે.
3 ) સાંજના સમયે સાવરણીથી કચરો કાઢીએ તો કચરાને કચરાપેટીમાં જ રાખવો જોઈએ. બીજા દિવસે સવારમાં બહાર ફેંકવો જોઈએ. સાંજે કચરો બહાર ફેંકવો અશુભ મનાય છે.
4 ) સાવરણીને પોતાના બેડરૂમ કિચનમાં ક્યારેય ન રાખવી જોઈએ. તેનાથી આર્થિક મુશ્કેલી ઉભી થઈ શકે છે.
5 ) સાવરણીને પગ ન લગાવવો જોઈએ. કારણ કે તેને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આમ કરવાથી લક્ષ્મીનો અનાદર થયો ગણાશે. આનાથી આર્થિક સ્થિતિ પર અસર થઈ શકે છે. આમ પણ સાવરણીનો સંબંધ સકારાત્મકતા અને સ્વસ્છતાથી છે તેથી તેને પગ ન લગાવવો.
6 ) રાત્રિના સમયે કે સંધ્યાકાળે ઘરમાં સાવરણી એટલે કે કચરો ન વાળવો જોઈએ. ધાર્મિક માન્યતા પ્રમાણે આમ કરવાથી ધનનું નુકશાન થઈ શકે છે.
7 ) ઘરની સફાઈ કર્યા બાદ સાવરણીને ઘરની દક્ષિણ-પશ્ચિમ કે દક્ષિણ દિશાવાળા રૂમમાં મૂકી દો. આ દિશા તેના માટે સારી માનવામાં આવે છે ઉત્તર – પૂર્વ દિશામાં સાવરણી રાખવાથી આર્થિક નુકશાન થઈ શકે છે.
8 ) તૂટેલી સાવરણીનો ઉપયોગ ઘરની સફાઈમાં ન કરવો જોઈએ. તેને નકારાત્મક માનવામાં આવે છે. તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી દરિદ્રતા આવે છે. નવી સાવરણીનો ઉપયોગ કરવો હોય તો તેના માટે શનિવારનો દિવસ સારો માનવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી