જો તમારા ઘરમાં મધમાખીનો કે ભમરીનો મધપૂડો હોય તો અજમાવો આ ટ્રિક્સ, એકદમ સુરક્ષિત રીતે મધપૂડાથી મળશે તરત જ છુટકારો….

મિત્રો જો તમારા ઘરની આસપાસ મધમાખીઓએ કે ભમરીએ મધપૂડો બનાવી લીધો હોય તો ભારે મુશ્કેલી થઈ શકે છે. પરંતુ જ્યારે આ ઘરની દીવાલો સુધી આવી પહોંચે છે અને  મધપૂડો બનાવી દે છે તો સમજાતું નથી કે આખરે તેને ભગાડી દેવું જોઈએ કે એમ જ રહેવા દેવું જોઈએ. અને વળી જો તમે તેને ભગાડવાની કોશિશ કરશો તો તે ખતરનાક બની શકે છે અને તમને ઘાયલ કરી શકે છે.

અને વળી જ્યારે તેને ન ભગાવવામાં આવે તો દર વખતે ઘરમાં એક ડર બેસી જાય છે કે ક્યારે આ ખતરનાક મધમાખીઓ અને ભમરીઓ ઘરના સદસ્યો પર આક્રમણ કરી દે અને ડંખ મારી દે. અહીંયા અમે કેટલાક સરળ અને ઘરેલુ ઉપાય લઈને આવ્યા છે જેની મદદથી તમે તેને ફેલાવ્યા વગર ઘરથી દૂર કરી શકો છો. તો આવો જાણીએ કેવી રીતે.મધમાખી કે ભમરીને ભગાડવાના ઘરેલુ ઉપાય:-

1) ધુમાડા નો ઉપયોગ કરો:- મધમાખીઓને ઘરેથી ભગાડવા માટે તમે તેના મધપુડા ની નીચે એક કાર્ડ બોર્ડ કે સૂકા લાકડા રાખો અને તેની પર  લીમડો કે કોઈપણ વૃક્ષના પાન રાખી દો. હવે એક લાકડાની મશાલ સળગાવીને  મધમાખીના પુડાની નીચે કાર્ડ બોર્ડની નીચે રાખી દો. હવે તમે દૂર આવી જાઓ અને સુરક્ષિત સ્થાન પર ઊભા રહો. જેવો જ ધુમાડો પૂડા સુધી પહોંચશે મધમાખીઓ પુડા માંથી નીકળીને અહીં તહી ભાગવા લાગશે. થોડાક જ કલાકમાં બધી જ મધમાખીઓ મધપૂડો છોડીને દૂર જતી રહેશે.2) વિનેગર નો કરો ઉપયોગ:- મધમાખી કે ભમરીને ભગાડવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈપણ સ્પ્રે બોટલમાં અડધું વિનેગર અને અડધું પાણી મેળવી લો. હવે આ મિશ્રણની મદદથી તમે મધમાખીઓને ભગાવી શકો છો. તમે કંઈક એવું કપડું પહેરો જેથી તમે  પોતાને આખા ઢાંકી શકો. માખીઓની નજીક જાઓ અને જલ્દી જલ્દી સ્પ્રે કરો ત્યારબાદ સુરક્ષિત સ્થાન પર ચાલ્યા જાઓ. બધી જ મધમાખીઓ થોડા સમયમાં ભાગી જશે.

3) તજ નો કરો ઉપયોગ:- તજની મદદથી પણ તમે મધમાખીઓ અને ભમરીને ભગાવી શકો છો. તમે તજને કોઈ કાગળ કે વાસણમાં સળગાવીને મધમાખીઓના મધપુડા ની નીચે રાખી દો. મધમાખીઓને તજ ની સુગંધ ખૂબ જ સ્ટ્રોંગ લાગે છે.4) લસણનો કરો ઉપયોગ:- તમે એક બોટલમાં લસણની પેસ્ટ નાખો અને પાણી સાથે મેળવીને એક ઘોળ બનાવી લો. હવે આ પાણીને મધપૂડા પર સ્પ્રે કરી લો. થોડાક સમયમાં જ મધમાખીઓ ભાગી જશે. તમે પીપરમિન્ટ નો પણ ઉપયોગ કરી શકો છો.

5) ઇંડા ના ક્રેટનો કરો ઉપયોગ:- તમે ઈંડાના ક્રેટની મદદથી મધમાખીઓ અને ભમરીઓને પણ ભગાડી શકો છો. આ માટે, તમે ઇંડાના ક્રેટમાં આગ લગાવીને મધમાખીઓના મધપૂડાની નીચે મૂકો. થોડી વારમાં બધી મધમાખીઓ ત્યાંથી ભાગી જશે.

આટલી સાવધાનીઓ રાખવી:- પહેલા ઘરના દરેક દરવાજા, બારીઓ અને મચ્છરદાની ને  જરૂરથી બંધ કરી દો. પોતાને બ્લેન્કેટ વગેરેથી ઢાંક્યા બાદ જ આ કામ કરવું. તમે ઈચ્છો તો માથા પર હેલ્મેટ લગાવીને આ કામ કરી શકો છો. એવી ખાતરી થઈ જાય કે બધી મધમાખીઓ અને ભમરી મધપૂડામાંથી જઈ ચુકી છે. ત્યારબાદ જ નજીક જવું. બાળકો પર ધ્યાન રાખવું. આ જોખમને જોતા ફર્સ્ટેડ બોક્સ ની તૈયારી પહેલાથી કરી લેવી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment