મિત્રો આ દુનિયામાં કયો વ્યક્તિ રાજા માંથી રંક અને રંક માંથી રાજા બની જાય તે કહેવાતું નથી. નસીબનું પાસું ક્યારે ફેરવાઈ જાય અને જિંદગીની આખી સ્થિતિ બદલાઈ જાય છે. આવી જ એક ઘટના કેરળમાં બની છે. પતિના મૃત્યુ બાદ 46 વર્ષની સુભદ્રા ગરીબીમાં જીવી રહી હતી. બાળકોને ખવડાવવા માટે શિક્ષક પાસેથી ₹ 500 ઉછીના લીધા અને શિક્ષકે, મહિલાની લાચારી અને ગરીબી જોઈને એક ક્રાઉડફંડિંગ અભિયાન શરૂ કર્યુ તથા નિઃસહાય માતાને ચેરિટીમાં ₹ 50 લાખ મળ્યા. આ વાર્તા છે કેરળની એક મહિલાની.
કેરળની એક ઘટના સોશિયલ મીડિમાં ખૂબ જ ચર્ચામાં રહી છે. પરંતુ આ વખતે આ કિસ્સો કોઈ ડાન્સ કે ઇન્ટરનેટ વાળી પોસ્ટ વાયરલ થવાનો નથી. આ વાર્તા ને સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે કે સોશિયલ મીડિયા આજના જમાનામાં કોઈની જિંદગીમાં ભગવાન બનીને ઊભું રહે છે. કેરળની એક મહિલા પોતાના પતિના મૃત્યુ બાદ સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે ઘરમાં ખાવા માટે અનાજ પણ ન બચ્યું હતું. એવામાં સુભદ્રા નામની આ મહિલાએ પોતાની સામે બાળકોને ભૂખથી મરતા જોવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.કહેવાય છે કે ભગવાન કયા રૂપમાં આવીને મળી જાય છે ખબર નથી. સુભદ્રાએ પોતાના બાળકોની ટીચર ગીરીજા હરિકુમાર પાસે જઈને પોતાની હાલત જણાવી પોતાના ભૂખ્યા બાળકોને બતાવીને તેમની પાસે મદદ રૂપે ઉધાર લીધા હતા. ગિરિજા હરિકુમારે ₹1,000 આપીને સુભદ્રાની મદદ કરી અને સુભદ્રા ના ઘરમાં કેટલાક દિવસો સુંધી ખાવાનું બની શકે તેનો જુગાર કર્યો. મદદ કર્યા બાદ અચાનક સુભદ્રાના એકાઉન્ટમાં ક્યાંક ને ક્યાંક થી પૈસા આવવા લાગ્યા. સુભદ્રા ને ન સમજાયું કે આખરે આ પૈસા તેમને કોણ મોકલી રહ્યું છે.
1) ગરીબી અને મજબૂરીના લીધે માંગ્યા હતા રૂપિયા 500 અને મળ્યા 50 લાખ:- વળી સુભદ્રાએ જે ટીચર પાસે ₹1,000 લીધા હતા તે ટીચરે પૈસા આપ્યા બાદ સુભદ્રા ના ઘરે જઈને તેમની સ્થિતિનો અહેવાલ લીધો. ગિરિજા હરીકુમાર એ જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગઈ કે સુભદ્રા ના ઘરમાં મુઠ્ઠીભર અનાજ સિવાય કશું જ ન હતું. ટીચર ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના ઘરે પાછા ગયા. તેઓ દર વખતે સુભદ્રા ની મદદ કરવા ઈચ્છતા હતા પરંતુ તેમને સમજમાં ન આવતું હતું કે તેઓ કેવી રીતે મદદ કરે. આ ટીચરે થાકી હરીની એક ફેસબુક પોસ્ટ લખી અને સુભદ્રાની આખી કહાની રજૂ કરી.
2) ક્રાઉડ ફંડિંગ થી ખાતામાં પહોંચ્યા 50 લાખ રૂપિયા તો મુકાઈ ગઈ આશ્ચર્યમાં:- આ પોસ્ટમાં ટીચરે સુભદ્રા નો એકાઉન્ટ નંબર પણ આપ્યો હતો. આ પોસ્ટ બાદ સુભદ્રા ના એકાઉન્ટમાં કોઈ અજનબી એ પૈસા નાખ્યા. ત્યારબાદ બીજા કોઈએ પૈસા નાખ્યા અને જોત જોતા માં સિલસિલો ચાલુ થઈ ગયો. ટીચરની પોસ્ટ જેમ જેમ વાયરલ થતી ગઈ સુભાદ્રાના એકાઉન્ટમાં તેમ તેમ પૈસાનો ઢગલો થવા લાગ્યો.
જે મહિલાના ઘરમાં પોતાના બાળકોને ખવડાવવા માટે એક ટંકનું અનાજ પણ ન હતું તે મહિલાના એકાઉન્ટમાં લગભગ 55 લાખ રૂપિયા જમા થઈ ગયા. ટીચર દ્વારા ચલાવવામાં આવેલ ક્રાઉડ ફંડિંગનું અભિયાન આ મજબૂર મહિલાની જિંદગીમાં આવેલી ઉથલપુથલનો રાતોરાત માં અંત લાવી દીધો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી