મિત્રો તમે શુગરનો ઉપયોગ તો કરતા હશો, જેને આપણી દેશી ભાષામાં ખાંડ કહેવામાં આવે છે. તેમજ પોતાના રોજિંદા ખોરાકમાં પણ તમે શુગરનો ઉપયોગ કરો છો. પણ આ શુગર બે પ્રકારની આવે છે એક બ્રાઉન શુગર અને બીજી છે વ્હાઈટ શુગર. પણ આપણે એ જાણતા નથી હોતા કે, આ બંનેમાંથી કંઈ શુગર આપણા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ લાભદાયી છે. તો આજે અમે તમને તેની વિશેષ માહિતી જણાવશું. માટે આ લેખ અંત સુધી અવશ્ય વાંચો.
બ્રાઉન સુગર અને સફેદ ખાંડ બંને શરીરના સ્વાસ્થ્ય માટે સારી પણ છે અને ખરાબ પણ છે. તો ચાલો મિત્રો બંને ખાંડથી આપણા શરીરને કેટલો ફાયદો થાય છે, અને કેટલું નુકસાન થાય છે. તેના વિશે જાણીએ. જો તમે ડાયટીંગ કરતા હો અને જાણવા ઈચ્છો છો કે તમારા હેલ્થ માટે કંઈ શુગર સારી રહેશે તો જાણો બંનેમાંથી કંઈ ખાંડ વધારે સારી રહેશે.
જે લોકો પોતાના સ્વાસ્થ્યનું ખાસ કરીને વધારે ધ્યાન રાખે છે અને હંમેશા તંદુરસ્ત રહેવા ઈચ્છે છે તેમની માટે કેટલીય ફૂડ આઈટમ્સ અને ડીબેટનો વિકલ્પ બની જાય છે કે, કોની સરખામણીમાં કેટલું ફાયદાકારક છે. ઠીક તેવી જ રીતે મોટાભાગના લોકો વિચારે છે કે, તેમને પોતાના સ્વાસ્થ્ય માટે કંઈ શુગરને વધારે સારી રહેશે વ્હાઈટ શુગર કે બ્રાઉન શુગર ?જો કે આ બંને શુગરનો ઉપયોગ તમામ પ્રકારના ફૂડ આઈટમ્સમાં મીઠાશ લાવવા માટે જ કરવામાં આવે છે. પરંતુ વ્હાઈટ અને બ્રાઉન શુગર બંનેમાં ખુબ ફર્ક હોય છે. જેમ કે તમે બધા જાણો છો કે ખાંડ એટલે વ્હાઈટ શુગર જે એક પ્રાકૃતિક વસ્તુ છે, જે આપણા રસોડાનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. બંનેના ગુણોમાં ભલે ફર્ક હોય પણ વ્હાઈટ અને બ્રાઉન બંને શુગરનું ઉત્પાદન એક જ પાકમાંથી થાય છે. તો ચાલો બંને શુગર વચ્ચે ના ફર્ક અને તેના ગુણો વિશે જાણીએ.
આ રીતે બને છે બ્રાઉન શુગર અને વ્હાઈટ શુગર : શેરડી અને બીટના છોડને થોડા ગરમ વાતાવરણમાં તેનો વિકાસ કરવામાં આવે છે. બીટના પાકમાંથી જ બ્રાઉન અને વ્હાઈટ શુગરનું ઉત્પાદન કરવામાં આવે છે. બંનેને બનવાની રીત અલગ અલગ હોય છે. સૌથી પહેલા શેરડીનો રસ કાઢવામાં આવે છે. ત્યાર બાદ શેરડીના રસને શુદ્ધ કરવામાં આવે છે અને ત્યાર બાદ તે રસનો ગોળ બનાવવા માટે ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયા કરવામાં પણ તેમાંથી ઘણી ગંદકી નીકળે છે અને તે ગરમ કરતા સમયે ઉપર આવે છે ત્યાર બાદ ધીમે ધીમે તેને સાફ કરવામાં આવે છે.જાણવામાં આવ્યું છે કે, ગોળને સીરપ પણ કહેવામાં આવે છે. જ્યારે ગોળ બની ગયા પછી એક મશીન દ્વારા ખાંડને ક્રિસ્ટલાઈડ ફોર્મમાં બદલવામાં આવે છે. ત્યાર બાદ ખાંડના ક્રિસ્ટલને ગોળથી અલગ કરી દેવામાં આવે છે. વ્હાઈટ શુગરને ત્યાર બાદ બ્રાઉન શુગરમાં બદલવામાં આવે છે. જ્યાં વ્હાઈટ શુગર બનાવવા માટે અલગ કરવામાં આવે છે. તો બ્રાઉન શુગરમાં ગોળનું પ્રમાણ મિક્સ કરવામાં આવે છે. ગોળ મિક્સ કરતા જ વ્હાઈટ શુગર બ્રાઉન શુગરમાં બદલાઈ જાય છે અને વ્હાઈટ શુગરની જગ્યાએ બ્રાઉન શુગરનું જોડવાથી તેનો રંગ અને મીઠાશનું સ્તર બદલાઈ જાય છે.
બ્રાઉન શુગરના ફાયદા : બ્રાઉન શુગર તમારા શરીર અને મગજ માટે એક ત્વરિત ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તેમાં ગ્લુકોઝનું પ્રમાણ ખુબ જ રહેલું હોય છે. જે લોહીમાં પ્રવેશ કર્યા બાદ ઊર્જામાં પરિવર્તિત થાય છે. સ્પોર્ટ પર્સન અને ઍથ્લીટ ઈન્સ્ટન્ટ એનર્જીને પ્રાપ્ત કરવા માટે બ્રાઉન શુગર ક્યૂબ સાથે લઈ જાય છે.
સ્કિન માટે ફાયદાકારક : બ્રાઉન શુગરનું સેવન કરવાથી તમારા સ્કિનની સુંદરતા જળવાઈ રહે છે. ખાંડ તમારા ખીલ, એક્ઝિમાં અને સોજી ગયેલી ત્વચાની ઘણી તકલીફો દુર કરવામાં મદદ કરે છે. સ્કિન માટે આ એક એક્સ્કોલિએટના સ્વરૂપમાં કામ કરે છે. તમારા ચહેરા પર મધ અને ખાંડનું મિશ્રણ લગાવાથી ઘણા ફાયદા થાય છે.મેટાબોલીઝમને બુસ્ટર કરે છે બ્રાઉન શુગર : બ્રાઉન શુગરમાં રહેલો ગોળ પોતાના મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરે છે. તેના વધવાથી શરીરનો વજન ઘટાડવામાં મદદ કરે છે. પણ તેનું સેવન કરવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ.
વ્હાઈટ શુગરના લાભ : સામાન્ય રીતે વ્હાઈટ શુગરનો ઉપયોગ વધારે પડતો ચા, હલવો, કેક, ખીર આવી દરેક પ્રકારની મીઠાઈ બનાવવા માટે વ્હાઈટ શુગરનો ઉપયોગ કરવામાં આવે છે. વ્હાઈટ શુગર સ્વાદમાં તો સારી હોય છે તેની સાથે સ્વસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય માટે તમામ પોષક તત્વોનું સંતુલન જાળવી રાખવા માટે ખાંડ જરૂરી છે.
ઊર્જા પ્રદાન કરે છે ખાંડ : બ્રાઉન શુગરની જેમ વ્હાઈટ શુગર પણ લાભદાયી છે જે શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી