શું તમારા ઘરમાં પણ છે હનુમાનજી ફોટો….. તો આપો ખાસ આ ધ્યાન…….નહી તો થઇ જશે ખુબ જ મોટો અનર્થ…..

શું તમારા ઘરમાં પણ છે હનુમાનજી ફોટો… તો આપો ખાસ આ ધ્યાન… નહી તો થઇ જશે ખુબ જ મોટો અનર્થ

મિત્રો શ્રી રામના ભક્ત હનુમાનજી સાક્ષાત અને જાગૃત દેવ છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે હનુમાનજીની ભક્તિ જેટલી સરળ છે એટલી કઠીન પણ છે. હનુમાનજીની ભક્તિથી ચમત્કારિક રૂપે સંકટ ખતમ થઇ જાય છે અને ભક્તને શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ એક વખત હનુમાનજીની ભક્તિનો રસ ચાખી લે છે તેને જીવનમાં ક્યારેય પરાજયનો સામનો નથી કરવો પડતો. તેમના કોઈ શત્રુઓ પણ નથી રહેતા.

તો મિત્રો આ જાગૃત દેવ હનુમાનજીના તમે ઘણા ફોટો જોયા હશે જેમ કે પંચમુખી હનુમાનજી, ઉડતા હનુમાનજી, રામ ભક્તિમાં લીન હનુમાનજી , લંકા દહન કરતા હનુમાનજી, રામ લક્ષ્મણજીને પોતાના ખભા પર ઉઠાવેલા હનુમાનજી તેમજ અન્ય ઘણી ઘટનાઓનું વર્ણન કરતા હનુમાનજીના અલગ અલગ ઘણા પ્રકારના ફોટો જોયા હશે. હિંદુ ધર્મમાં લગભગ બધા લોકોના ઘરે હનુમાનજીનો કોઈને કોઈ ફોટો તો લગાવ્યો જ હશે. કારણ કે હનુમાનજીનો ફોટો લગાવવાથી ઘરમાં મંગળ, શનિ, પિતૃ અને ભૂત વગેરેનો દોષ રહેતો નથી.

પરંતુ મિત્રો હનુમાનજીનો ફોટો ક્યાં અને કેવી રીતે લગાવવો તે બાબત પણ ખુબ જ મહત્વની છે. કારણ કે જો તે બાબતોને ધ્યાનમાં રાખીને વિરુદ્ધ દિશામાં કે વિરુદ્ધ જગ્યાએ ફોટો રાખેલો હોય તો એ આપણા માટે અશુભ પરિણામ લાવનાર સાબિત થઇ શકે છે. તો આજે અમે તમને જણાવશું કે હનુમાનજીનો ફોટો ઘરમાં ક્યાં અને કેવી રીતે લગાવવો.

સૌથી પહેલા તો કંઈ દિશામાં હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ તેના પર વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર હનુમાનજીનો ફોટો હંમેશા હનુમાનજીનું મુખ દક્ષીણ દિશામાં આવે તે રીતે લગાવવો જોઈએ. હનુમાનજીએ પોતાનો પ્રભાવ સૌથી વધારે દક્ષીણ દિશામાં દેખાડ્યો છે. તેથી દક્ષીણ દિશા તરફ હનુમાનજીનું મુખ રાખવું સૌથી શુભ મનાય છે અને એટલા માટે મોટા ભાગના હનુમાનજીના મંદિરો દક્ષીણ મુખના જ હોય છે. દક્ષીણ દિશાને યમની દિશા માનવામાં આવે છે અને ત્યાંથી નકારાત્મક ઉર્જા આવે છે. પરંતુ જો દક્ષીણ દિશમાં હનુમાનજીનો ફોટો ઘરમાં લગાવીએ તો નકારાત્મક ઉર્જા ભાગે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા સાથે સુખ અને શાંતિની વધે છે સાથે સમૃદ્ધિ પણ આવે છે.

મિત્રો ક્યારેય હનુમાનજીનો ફોટો આપણે જ્યાં સુતા હોઈએ એ રૂમમાં ન લગાવવો જોઈએ. કારણ કે તે ખુબ અશુભ ગણાય છે. હનુમાનજી બાળબ્રહ્મચારી છે તેથી તેમનો ફોટો શયનકક્ષમાં ન રાખવો પરંતુ ઘરના મંદિર અથવા ઘરમાં કોઈ અન્ય પવિત્ર સ્થાન પર રાખવો શુભ મનાય છે.

જો તમે એવું ઇચ્છતા હોય કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિઓ ન પ્રવેશે તો હનુમાનજીની શક્તિ પ્રદર્શન મુદ્રા વાળો ફોટો લગાવવો. આ ઉપરાંત પંચમુખી હનુમાનજીનો ફોટો મુખ્ય દ્વાર પર ઉપર લગાવી શકો છો અથવા ત્યાં રાખવો કે જે જગ્યાએ દરેકની નજર પડી શકે. તેવું કરવાથી ઘરમાં કોઈ નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી.

મિત્રો જો તમારે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ જોઈતી હોય તો તમારે ઘરમાં પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ. કારણ કે પંચમુખી હનુમાનજીનો ફોટો પ્રગતિમાં આવનાર વિઘ્નો દુર કરે છે જેના કારણે ધન સંપત્તિમાં વધારો થાય છે.

મિત્રો ઘરમાં જો ખોટી જગ્યાએ કોઈ જળ સ્ત્રોત હોય તો તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને તેના કારણે પરિવારના શત્રુ વધે છે, બીમારી આવે છે તેમજ ઘરના સભ્યોમાં વાદવિવાદ વધે છે. તો એ દોષને દુર કરવા ઘરમાં એવા પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ જેનું મુખ તે જળ સ્ત્રોત તરફ જોતા દક્ષીણ પશ્ચિમ દિશા તરફ હોય.બેઠક રૂમમાં હનુમાનજી પ્રભુ શ્રી રામજીના ચરણોમાં બેઠા હોય તેવો ફોટો લગાવવો જોઈએ. આ ઉપરાંત પંચમુખી હનુમાનજી, પર્વત ઉઠાવેલા હનુમાનજી તેમજ શ્રી રામ ભજન કરતા હનુમાનજીનો ફોટો પણ લગાવી શકીએ છીએ.

જો  તમે ઘરમાં પર્વત ઉઠાવતા હનુમાનજીનો ફોટો રાખો તો તમારામાં સાહસ,બળ, વિશ્વાસ અને જવાબદારીનો વિકાસ થાય છે. તેનાથી દરેક પરિસ્થિતિ નાની લાગે છે અને તરત જ તેનું સમાધાન પણ થઇ જાય છે. માટે પર્વત ઉઠાવતા હનુમાનજીનો ફોટો ઘરમાં અવશ્ય લગાવવો જોઈએ.

જો તમે ઘરમાં ઉડતા હનુમાનજીનો ફોટો લગાવો છો તો તમારી પ્રગતિ અને સફળતાને કોઈ રોકી નથી શકતું. તમારામાં આગળ વધવાનો ઉત્સાહનો સંચાર થશે અને તમે નિરંતર સફળતાના માર્ગ પર આગળ વધશો.

ઘરમાં હનુમાનજીનો શ્રી રામ ભક્તિમાં લીન હોય તેવો ફોટો લગાવવાથી આપણામાં ભક્તિ અને વિશ્વાસનો સંચાર થાય છે અને આ જ ભક્તિ અને વિશ્વાસ આપણા જીવનની સફળતાઓનો આધાર બને છે.

મિત્રો ઘરમાં જો હનુમાનજીનો ફોટો લગાવેલો હોય તો તેની પવિત્રતા અને સુરક્ષા કરવી ખુબ જરૂરી બની જાય છે. ફોટોની ફ્રેમ સારી રીતે જડાયેલી હોવી જોઈએ. રોજ તેની સાફ સફાઈ કરવી તેમજ ધૂપ દીપ આપવા પણ ખુબ જરૂરી છે.

મિત્રો જો તમે મંગળ દોષથી બચવા માંગો છો તો તમારે ઘરમાં દક્ષીણ દિશામાં હનુમાનજીનો લાલ રંગનો ફોટો લગાવવો જોઈએ. તેનાથી મંગળ અશુભ હોય તો તે શુભ પરિણામો આપવા લાગે છે. આ ઉપરાંત હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને પરિવારનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

તો મિત્રો તમે હનુમાનજીનો ફોટો લગાવતા સમયે આ નિયમોનું કઠોરતાથી પાલન કરશો તો હનુમાનજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. તો મિત્રો કોમેન્ટ કરો… જય હનુમાન….

1 thought on “શું તમારા ઘરમાં પણ છે હનુમાનજી ફોટો….. તો આપો ખાસ આ ધ્યાન…….નહી તો થઇ જશે ખુબ જ મોટો અનર્થ…..”

Leave a Comment