વધુ રડતી મહિલાઓમાં હોય છે આ ખાસિયતો …ઈમોશનલી વિક નહિ પરંતુ ખાસ હોય છે આવી મહિલાઓ..

વધુ રડતી મહિલાઓમાં હોય છે આ ખાસિયતો …ઈમોશનલી વિક નહિ પરંતુ ખાસ હોય છે આવી મહિલાઓ..

મિત્રો ઘણી છોકરીઓ કે મહિલાઓ નાની નાની વાતમાં રડવા લાગતી હોય છે. તેમને ઝડપથી આંસુ આવી જતા હોય છે અને આવી મહિલાઓને લોકો દ્વારા નબળી અથવા કમજોર સમજવામાં આવતી હોય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આવી રીતે નાની વાત વાતમાં રડતી છોકરીઓને નબળી સમજવાની ભૂલ ક્યારેય કોઈ પણ વ્યક્તિએ ન કરવી જોઈએ. કેમ કે આવી છોકરીઓ કે મહિલાઓ સ્વભાવથી ખુબ જ ખાસ હોય છે. જે તમારી દરેક બાબતનું ધ્યાન રાખતી હોય છે.

આવી છોકરીઓ લાગણીશીલ તો હોય જ છે. પરંતુ તેની સાથે સાથે તેમનામાં અમુક ખુબ જ ખાસ ગુણો પણ રહેલા હોય છે. તો આજે અમે તમને જણાવશું કે વધારે રડતી છોકરી અથવા મહિલાઓમાં કંઈ ખાસ ખૂબીઓ હોય છે. સામાન્ય રીતે વાત વાત પર રડતી છોકરીઓને લોકો નબળી સમજી લેતા હોય છે અથવા તો ખુબ જ કમજોર દિલ વાળી છોકરી સમજી બેસતા હોય છે. પરંતુ તેમના રડવાને લઈને લોકો શું કહેશે તેમની તેને કોઈ જ પરવાહ નથી હોતી.  જેના કારણે તે અંદરથી ખુબ જ મજબુત હોય છે.

આવી છોકરીઓનું મન જ્યારે ખોટી વાતો કે વ્યગ્ર થઇ જાય ત્યારે તે દિલ ખોલીને રડવા લાગે છે. તમને જણાવી દઈએ કે રડવાથી દિલમાં રહેલું દર્દ અને મગજમાં રહેલું ટેન્શન દુર થઇ જાય છે. જેના કારણે વધારે રડતી છોકરીઓ ઘણી બીમારીઓથી પણ બચી જાય છે અને તેથી જ તો આવી છોકરીઓ માનસિક રીતે ખુબ જ મજબુત હોય છે. તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ ખુબ સારું રહે છે. કારણ કે તણાવથી બચવા માટે રડવું તે એક સારી બાબત માનવામાં આવે છે અને આયુર્વેદ તેને મન હળવું કરવા માટેનો ખુબ જ સરળ ઉપાય પણ જણાવે છે.

દરેક વાત પર લાગણીશીલ થઈને રોવા વાળી છોકરીઓ પોતાના જીવનસાથીને ખુબ જ પ્રેમ કરતી હોય છે. આવી છોકરીઓને પોતાના જીવનસાથીથી દુર જવામાં પણ ડર લાગતો હોય છે. પરંતુ એક વાત પણ તથ્ય છે કે આવી છોકરીઓ પોતાના જીવનસાથીની સાથે સાથે પોતાના પરિવારનું પણ ખુબ જ ધ્યાન રાખતી હોય છે. તેનો બધા જ લોકો માટે સમભાવ હોય છે. ક્યારેય બીજા લોકોમાં ઊંચનીચ નથી જોતી હોતી.

લાગણીશીલ છોકરીઓ એક સારું વ્યક્તિત્વ ધરાવવાનું સાથે સાથે ખુબ સારી મિત્ર પણ સાબિત થાય છે. આવી છોકરીઓ ગમે તેવી મોટી મુશ્કેલીઓમાં પણ પોતાના મિત્ર સાથે ઉભી રહે છે. લાગણીશીલ હોવાને કારણે રડતી છોકરીઓ સરળતાથી અન્ય લોકોની ભાવનાને પણ સમજી શકે છે. આ ઉપરાંત વધારે રડતી છોકરીઓ બીજાની લાગણી અને દુઃખો પર હસવાને બદલે તેમની લાગણીઓની કદર કરે છે. એટલું જ નહિ પરંતુ તેમની મદદ પણ કરતી હોય છે. તે દરેક અસહાય વ્યક્તિની મદદ ખુબ જ ખુશી ખુશી કરતી હોય છે.

એવું કહેવાય છે કે જો કોઈ દુઃખમાંથી પસાર થઇ રહ્યું હોય તો તેનો સાથ આપવા માટે તમારે તેને સમજવા પડે છે. જે છોકરીઓને વધારે રડવું આવે તેવી છોકરીઓ ભાવનાત્મક રીતે વધારે ઈન્ટેલીજન્ટ હોય છે. જેથી આવી છોકરીઓ લોકોની ભાવનાઓને સમજવામાં ખુબ જ સક્ષમ રહે છે. તેથી તે એક ખુબ જ સારી જીવનસાથી પણ સાબિત થાય છે. કારણ કે તે પોતાના પતિ અને પરિવારની ભાવનાઓને સારી રીતે સમજીને તેમાં સંતુલન જાળવી શકે છે. જેના કારણે પરિવાર ખુબ જ સુખી સંપન્ન રહે છે.

તો મિત્રો કોઈ છોકરી કે મહિલાનું વધારે રોવું તે તેમની નબળાઈની નિશાની નથી પરંતુ રડવું આવે તે તો તેના ઈમોશન હોય છે. તેમાં રહેલી લાગણી આંસુ રૂપે છોકરીમાં બહાર આવી જાય છે. આવી છોકરીઓ નબળી નહિ પરંતુ ભાવનાત્મક અને માનસિક બંને રીતે ખુબ જ મજબુત હોય છે. તો વધારે રડતી હોય તેવી છોકરીઓનો મજાક ન ઉડાવવો જોઈએ કારણ કે આવી છોકરીઓ મનની ખુબ જ સારી હોય છે અને બેધડક તે પોતાની ભાવનાઓ દર્શાવતી હોય છે. આવી છોકરી કે મહિલા જે પુરુષના જીવનમાં હોય તેનું જીવન ધન્ય બની જાય છે.

તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો કે શું તમારા જીવનમાં આવી કોઈ મહિલા કે છોકરીને જોઈ છે ક્યારેય.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

1 thought on “વધુ રડતી મહિલાઓમાં હોય છે આ ખાસિયતો …ઈમોશનલી વિક નહિ પરંતુ ખાસ હોય છે આવી મહિલાઓ..”

Leave a Comment