આ મોટા અભિનેતાઓએ તેમની દીકરીઓ સુંદર હોવા છતાં તેને ન કરવા દીધું ફિલ્મોમાં કામ… જાણો આ પાછળનું સત્ય.
મિત્રો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સુપર સ્ટાર થઇ ગયા છે અને એટલું જ નહિ, પરંતુ તે સ્ટારના સંતાનો પણ આજે બોલીવુડના જાણીતા સ્ટાર્સ બની ગયા છે. જેમ કે ધર્મેન્દ્રના સંતાનો સની દેઓલ, બોબી દેઓલ અને ઈશા દેઓલ તો બીજું ઉદાહરણ છે, શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર અને આ જ લીસ્ટમાં ટાઈગર શ્રોફ પણ આવે છે. આ સિવાય ઘણા સ્ટાર એવા હશે કે જેના માતા અથવા પિતા પણ એક સમયે બોલીવુડ સ્ટાર રહી ચુક્યા હશે અને તેના સંતાનો પણ આજે બોલીવુડમાં ખુબ જ ચાહના મેળવી રહ્યા છે.
પરંતુ આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવા સ્ટાર વિશે, જે પોતે બોલીવુડમાં ખુબ જ મોટા સુપર સ્ટાર બની ગયા. પરંતુ તેમની છોકરીને તેઓએ બોલીવુડમાં કામ કરવાની તક ન આપી. આ બોલીવુડના એવા સુપર સ્ટાર છે કે જેની દીકરીઓ કોઈ હિરોઈનથી કમ નથી. પરંતુ તેમ છતાં પણ તેણે પોતાની દીકરીને બોલીવુડમાં કામ ન કરવા દીધું. તેની પાછળનું કારણ તો આજ સુધી કોઈની સામે નથી આવ્યું. તો ચાલો જાણીએ તે સ્ટાર ક્યાં ક્યાં છે અને કેટલી સુંદર છે તેમની દીકરીઓ.
આ લીસ્ટમાં સૌથી પહેલા આવે છે અભિનેતા ઋષિ કપૂર. પોતાના સમયના ખુબ જ પ્રખ્યાત અને સફળ અભિનેતા ઋષિ કપૂરનો દીકરો રણવીર કપૂર આજે પોતાના અભિનયથી બોલીવુડની શાન બની ગયો છે. પરંતુ બીજી બાજુ ઋષિ કપૂરે પોતાની દીકરી રીધીમાં કપૂરને બોલીવુડમાં કામ કરતી અટકાવી હતી. રીધીમાં પોતાની માતા નીતું સિંહની જેમ દેખાવમાં ખુબ જ સુંદર છે. પરંતુ તે બોલીવુડની દુનિયાથી ખુબ જ દુર છે. રીધીમાં કપૂરના લગ્ન પણ થઇ ગયા છે અને તે પોતાના પતિ સાથે સેટલ પણ થઇ ગઈ છે. પરંતુ ઋષિ કપૂરે તેને બોલીવુડમાં એન્ટ્રી ન કરવા દીધી. તેની પાછળનું કારણ આજ સુધી કોઈની પણ સામે નથી આવ્યું.
ત્યાર બાદ બીજા નંબર પર છે ફિરોઝ ખાન. એક જમાનામાં સુપર સ્ટાર રહી ચૂકેલ ફિરોઝ ખાને પોતાના દીકરા ફરદીમ ખાનને પોતાની ફિલ્મમાં કામ આપીને પોતાના દીકરાનું ફિલ્મી કરિયર તો શરૂ કરાવ્યું. પરંતુ ફરદીમ પોતાના પિતાની જેમ સફળ અભિનેતા ન રહ્યા. જ્યારે ફિરોઝ ખાનની દીકરી લેલા ખાન ખુબ જ સુંદર હતી તેમ છતાં પણ લેલાને તેના પિતા ફિરોઝ ખાને ફિલ્મોમાં કામ કરવાની અનુમતિ ન આપી. લેલા પણ આજે રીધીમાં કપૂરની જેમ એક બીઝનેસ મેન સાથે લગ્ન કરીને પોતાનું જીવન વિતાવી રહી છે. પરંતુ તેને બોલીવુડમાં એન્ટ્રી ન મળી.
આ લીસ્ટમાં સંજય દત્તનું પણ નામ આવે છે. મિત્રો બોલીવુડના ખલનાયક કહેવાતા અભિનેતા સંજય દત્ત પોતાની પહેલી પત્નીથી એક દીકરી ત્રિશાલાના પિતા બન્યા હતા. સંજય દત્ત પોતાની દીકરીને ફિલ્મી દુનિયામાં લાવવા ઇચ્છતા નથી. તેથી તેમણે નાનપણથી જ તેમની દીકરીને બોલીવુડથી ખુબ જ દુર રાખી. જે આજે વિદેશમાં અભ્યાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ત્રિશાલા દત્ત પણ દેખાવમાં ખુબ જ ખુબસુરત છે. પરંતુ સંજય દત્ત દ્વારા તેને બોલીવુડમાં એન્ટ્રી ન મળી. તેની સુંદરતા જોઇને કોઈ પણ વ્યક્તિ ફિદા થઇ જાય. પરંતુ બોલીવુડમાં ન લાવવા માટેનું સાચું કારણ સંજય દત્તને જ ખબર.
ચોથા નંબર પર છે જોની લીવર. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કોમેડીની શાન કહેવાતા અભિનેતા જોની લીવર પણ એક સુંદર દીકરીના પિતા છે અને જોની લીવર પણ પોતાની દીકરીને ફિલ્મોમાં લાવવા માંગતા નથી. જો કે જોની લીવરની દીકરીએ પોતાની ખુશી માટે વર્ષ 2015 માં રીલીઝ થયેલ કપિલ શર્માની ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું માં એક નાની ભૂમિકાના રૂપે નજર આવી હતી. પરંતુ ત્યાર બાદ તે બોલીવુડમાં ક્યારેય નજર નથી આવી.
તો મિત્રો આ ચાર એવા સુપર સ્ટાર હતા કે જે પોતે તો બોલીવુડમાં સુપર સ્ટાર રહી ચુક્યા છે, પણ પોતાની દીકરીઓને બોલીવુડમાં કામ કરતા અટકાવી છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Image Source: Google