હાર્ટએટેક આવતા પહેલા શરીર આપે છે આવા સંકેતો…| એકવાર વાંચી લો અને હાર્ટએટેક રોકી લો. શરીર અને જીવ બંને બચી જશે….

“ચેતતા નર સદા સુખી” ગુજરાતી ડાયરા દ્વારા આ પહેલા પ્રકાશિત કરેલ આર્ટીકલમાં હાર્ટર્એટેક માટે કોલેસ્ટ્રોલ કેવી રીતે જવાબદાર નથી તે વિશે સચોટ માહિતી આપી હતી. વાંચકો દ્વારા ગુજરાતી ડાયરાના આ આર્ટીકલને ખુબ જ આવકાર મળ્યો હતો. તેથી હાર્ટઅટેક વિશે વધુ લોકોને વધુ સારી માહિતી આપતો આ આર્ટીકલ તમારી સમક્ષ લાવ્યા છીએ.

આ આર્ટીકલમાં અમે તમારી સમક્ષ હાર્ટઅટેકની કઈ નિશાની છે અને તે કેટલા સમય પહેલા આપના શરીરમાં દેખાવા માંડે છે, તે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જો આ નિશાની આપણે સમયસર ઓળખી લઈએ અને ડોક્ટરની સલાહ લઈએ તો જરૂર હાર્ટઅટેકથી બચી શકાય છે. હાર્ટઅટેકના લક્ષણો ક્યારેક ૧ મહિના અગાઉ કે એથી ઓછા સમયમાં દેખાવા માંડે છે. આ લક્ષણો કે નિશાનીઓ કેવી છે તે નીચે મુજબ જોઈએ.

(૧) ઊંઘમાંથી વારંવાર જાગવું  કે સામાન્ય કરતા વધુ નસકોરા બોલાવવા : જો તમે ઊંઘમાંથી વારંવાર કોઈ કારણ વગર જ જાગી જતા હો, અને સામાન્ય કરતા વધુ નસકોરા બોલાવતા હો, અને આ ઘટના ક્રમ વારંવાર થયા કરે તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. આ બાબતને ધીમેથી લેવાને બદલે ડોક્ટરને એક વાર બતાવી દેવામાં આવે તો આ ઊંઘમાંથી જાગવાનું સાચું કારણ જાણી શકાય છે, અને જો તમને હાર્ટઅટેકના લક્ષણો કોઈ હોય તો અવશ્ય તેના આગમચેતી પગલા લઇ શકાય.

હદયને લોહી સબંધી પ્રક્રિયામાં ખલેલ પડે તો ઊંઘ વારંવાર ઉડવા જેવી બાબતો થઇ શકે છે. તેથી આ બાબત પર વિચાર કરીને ડોક્ટરની સલાહ લઇ લેવી. જો આ વિશે સામાન્ય બાબત સામે આવે તો કશું ગભરાઈ જવાની જરૂર નથી.

(૨) કોઈ મહેનત કાર્ય વગર વારંવાર થાક લાગવો : જો કોઈ શારીરિક મહેનત ખુબ કરતુ હોય અને તેને શારીરિક થાક લાગે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ જો, તમે એકદમ નજીવો શારીરિક શ્રમ કરતા હો અને તમને વારંવાર થાક લાગે તો તમારે આ બાબત પર એક વાર અવશ્ય વિચાર કરી લેવો ઉત્તમ છે. અને તેમાં પણ જો વારંવાર થાક લાગતો હોય તો અવગણવો નહિ.

 

કેમ કે હદય જયારે લોહીનું પમ્પીંગ કે તેને સબંધી નસમાં લોહીનો રક્ત પ્રવાહ ઓછો વહેતો હોય કે પછી બીજી કોઈ હદય સબંધી તકલીફ હોય તો વારંવાર થાક લાગી શકે છે.જો આ થાકનું કારણ જાણી લેવામાં આવે તો, અને તે કારણ જો હદય સબંધી હોય તો તેના વિશે અગાઉ જ કોઈ પગલા લઇ શકાય છે.

(૩) છાતીમાં દુખાવો થવો : જો તમને થોડા દિવસોથી છાતી માં દુખાવો થતો હોય તો તે વિશે કોઈ અનુભવી ડોક્ટરની મુલાકાત અવશ્ય લેવી, તેમજ તે બાબત પર થતી કાર્યવાહી જરૂર કરવી કેમ કે, છાતીમાં દુખાવાને હદય રોગની પ્રથમ નિશાની માનવામાં આવે છે.

એવું જરુરી પણ નથી કેમ કે, ઘણી વખત ગેસ સબંધીત સમસ્યા હોય તો પણ આપણને છાતીમાં દુખાવો થાય છે. આ બાબત પર એક અનુભવી તેમજ યોગ્ય ડોક્ટરની જ સલાહ લેવી. જો છાતીમાં દુખાવો ત્યારે પણ થાય છે કે, જયારે  હદયને કામ કરવામાં ખલેલ પડે. તેથી આ બાબતને અવગણ્યા વગર ડોક્ટરની સલાહ લઇ લેવી વધુ યોગ્ય છે.

(૪) નાક વડે શ્વાસ લેવામાં તકલીફ થવી, (સાથે નાકમાંથી પાણી આવવું : જો તમને નાક વડે શ્વાસ લેવામાં તકલીફ થાય છે? તો તે કોઈ સામાન્ય લક્ષણ નથી કહેવાતું કેમ કે, આ બાબત હદય સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. જો હદયને કારણે ફેફસા વડે જો હવા યોગ્ય રીતે ન પહોંચી શકે તો આ સમસ્યા ઉદભવી શકે છે. તેથી આ બાબતને સરળ રીતે ન લેતા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી તેમજ તેને સબંધિત તમામ રીપોર્ટ કરાવી લેવા.

ક્યારેક શરીરની કોઈ બીજી ખામીને કારણે આ સમસ્યા આવે તો પણ બની શકે, પણ જો આ સમસ્યા હદય સબંધિત હોય તો અગાઉથી જ આ વિશે તમામ કાર્યવાહી કરી લેવી વધુ સારી કેમ કે, જેમ ઉપર કહ્યું તેમ ચેતતા નર સદા સુખી.

(૫) ચક્કર આવવા : જો તમને કોઈ કારણસર ચક્કર આવે તો સામાન્ય બાબત કહી શકાય પણ જો કોઈ કારણ વગર જ તમને ચક્કર આવે તો કહી શકાય કે, જયારે હદય સબંધી કાર્યને કોઈ ખલેલ પહોચે, તેના કારણે જો હદયને યોગ રીતે લોહીનો પ્રવાહ ના પહોંચી શકે તેથી મગજમાં લોહીની કમી જયારે સર્જાય ત્યારે ચક્કર આવવા જેવી બાબતો સામે આવે છે.

ચક્કર આવવા જેવી નાની બાબતને કારણે પણ ક્યારેક હાર્ટઅટેક જેવી ખતરનાક જીવલેણ બીમારીનો સામનો કરવો પડી શકે છે. જો ચક્કરનો નાનો મોટો પ્રોબ્લેમ હોય તો ગભરાવવાની જરૂર નથી પણ જો તેની પાછળ કોઈ હદયરોગ જેવું કારણ આવે તો અવશ્ય ચેતવું જરૂરી છે.

(૬) સોજા આવવા : હદયરોગનું આ પણ એક મહત્વનું લક્ષણ છે, જયારે તમારા શરીરના અન્ય ભાગમાં લોહી તેમજ ઓક્સીજનની કમી સર્જાય ત્યારે અવશ્ય તેમાં સોજા આવવાની શરૂઆત થઇ જાય છે. તમે તે સોજાને કદાચ અવગણી લો છો પણ તેને વારંવાર અવગણવામાં આવે તો આપના શરીર માટે તે જીવલેણ પણ બની શકે છે.

પુરતી તપાસ દ્વારા જાની શકાય છે કે તે સોજા આવવાનું મુખ્ય કારણ શું છે. જો સોજા બીજી કોઈ શારીરિક તકલીફને કરને આવતા હોય તો વાંધો નહિ પરંતુ તે કારણ હદય સબંધી નીકળે તો અવશ્ય તેનો અગાઉથી ઉપચાર શરુ કરી દેવો જોઈએ.

ઉપર આપેલી આ બધી નિશાની સામાન્ય પણ હોઈ શકે પણ તેની તપાસ કરાવી લેવી વધુ યોગ્ય છે, જો તેમાં આપણે વિલંબ કરીએ તો હદયરોગનો હુમલો ક્યારે પણ આવું શકે છે. આ હુમલો આપના માટે પ્રાણઘાતક પણ હોઈ શકે એટલે જો સમય પહેલા જ આપણે તેને ઓળખી જઈએ અને વહેલી તકે તેની સારવાર કરી લઈએ તો હાર્ટઅટેક પણ ટળી શકે છે. એટલે જ કહેવાય છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા.”

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

2 thoughts on “હાર્ટએટેક આવતા પહેલા શરીર આપે છે આવા સંકેતો…| એકવાર વાંચી લો અને હાર્ટએટેક રોકી લો. શરીર અને જીવ બંને બચી જશે….”

  1. आपके डायरे के हिसाब से बहुत अच्छा लगा थोड़ा ध्यान खाने पीने का रखना चाहिए।

    Reply

Leave a Comment