બજારમાં મળતા કેમિકલ વાળા કેળા સ્વાસ્થ્ય માટે છે નુકશાનકારક | જાણો ઘરે કાચા કેળા પકાવવાની રીત…..

મિત્રો ઘણી એવી રીત છે જેનો ઉપયોગ કરીને તમે ઘરે જ કેટલાક ફળોને પકાવી શકો છો. તેનાથી તમે બજારમાં મળતા કેમિકલ યુક્ત ફળો ખાવાથી બચી પણ શકો છો. તો આજે આ લેખમાં અમે તમને ઘરે જ કાચા કેળાને કેવી રીતે પકાવવા તેના વિશે જણાવશું. અમે જે રીત જણાવશું તેનાથી ખુબ જ આસાનીથી કેળા પાકી જશે અને સ્વાદમાં પણ બેસ્ટ હશે.

જો તમને એવો સવાલ પૂછવામાં આવે કે તમે જે કેળાનું સેવન કરી રહ્યા છો તે કુદરતી રીતે પકાવેલ છે અથવા કેમિકલ દ્વારા. કદાચ આ સવાલનો જવાબ આપવા માટે તમે થોડી વાર ઉભા પણ રહો, અને એ જવાબ આપો કે હકીકતે તમે જાણતા જ નથી કે કેળાને કુદરતી રીતે પકાવેલ છે કે કેમિકલ દ્વારા. આજકાલ બજારમાં જે કેળા મળે છે તે ઘણી હદ સુધી કેમિકલ દ્વારા જ પકવવામાં આવે છે. એવામાં કેમિકલ દ્વારા પકાવેલ કેળા તમને બીમાર પણ કરી શકે છે. આપણને તેની ખબર પણ નથી હોતી. તો તેવામાં જરૂરી છે કે કાચા કેળાને ઘરે જ પકાવવામાં આવે.તમે ખુબ જ સરળ રીતે કાચા કેળાને ઘરે પકાવી શકો છો. તે પણ કુદરતી રીતે જ. આજે આ લેખમાં અમે તમને થોડી એવી ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે ઘરે જ સરળતાથી એક કે બે દિવસની અંદર કાચા કેળા પકાવી શકો છો. તો ચાલો જાણીએ કંઈ છે એ ટીપ્સ.

ઘાસ : ઘાસ દ્વારા તમે કાચા કેળાને સરળતાથી એક કે બે દિવસમાં પકાવી શકો છો. આ માટે ગાર્ડનમાં રહેલ ઘાસને કાપીને તડકે મૂકી દો. ઘાસ સુકાય ગયા પછી તમે તેને કોઈ કાગળના બોક્સમાં રાખી દો, અને તેમાં કાચા કેળા રાખીને કોઈ ઠંડી જગ્યાએ મૂકી દો. બે થી ત્રણ દિવસમાં કાચા કેળા તેની જાતે જ પાકી ગયા હશે. જો તેની આસપાસ સૂકાયેલ ઘાસ છે તો તમારું કામ વધુ સરળ બની જશે.પેપર બેગ : જો તમે કેળાને જલ્દી પકવવા માંગો છો તો તમે પેપર બેગનો પણ ઉપયોગ કરી શકો છો. કેળામાં ઈથેન ગેસ હોય છે જેની મદદથી કેળા પેપર બેગમાં રાખવાથી પાકી જાય છે. આ માટે તમે સૌથી પહેલા કેળાને કોઈ પેપરમાં સારી રીતે લપેટી લો. હવે તેને કોઈ પેપર બેગમાં રાખીને ઘરના કોઈ ખૂણે અથવા કિચનમાં મૂકી દો. એકથી બે દિવસમાં કુદરતી રીતે કાચા કેળા પાકીને તૈયાર થઈ જશે.

ચોખા : કેળાને કુદરતી રીતે પકવવા માટે સૌથી સરળ રીતે છે ચોખાનો ઉપયોગ કરો. આ માટે સૌથી પહેલા તમે કેળાના ઉપરી ભાગને કોઈ પ્લાસ્ટિક દ્વારા લપેટી લો. ત્યાર પછી તમે કોઈ પેપર બેગમાં અથવા ન્યુઝ પેપરમાં કેળાને રાખીને ચોખાના ડબ્બામાં મૂકી દો. લગભગ એકથી બે દિવસમાં કાચા કેળા પાકીને તૈયાર થઈ જશે. આ ટીપ્સને અપનાવતા પહેલા ધ્યાન રાખો કે તમે એવા ચોખાના ડબ્બાનો ઉપયોગ કરો તેને વારંવાર ખોલવાની જરૂર ન હોય.માટી : કદાચ તમને ખબર હોય અથવા જો નથી, તો તમને જણાવી દઈએ કે, આજે પણ ગામ અને ગામડાઓની માટીની અંદર કાચા કેળાને મુકીને પકવવામાં આવે છે. આ માટે સૌથી પહેલા કેળાને કોઈ કપડામાં અથવા પેપરમાં લપેટીને માટીમાં લગભગ 2 થી 3 ઇંચ અંદર દબાવી દો. અને ઉપરથી કેળાને માટીથી ઢાંકી દો. તેનાથી બે દિવસની અંદર સરળતાથી કેળા પાકી જાય છે. માટીમાં પાકેલ કેળા અન્ય કેળા કરતાં વધુ સ્વાદિષ્ટ અને હેલ્દી પણ હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment