કુદરતી સોંદર્ય સામ્રાજ્ઞી દિવ્યા ભારતીને મૃત્યુ પછી તેને કરવામાં આવ્યો દુલ્હન જેવો શણગાર….. જુઓ તેના ફોટો

કુદરતી સોંદર્ય સામ્રાજ્ઞી દિવ્યા ભારતીને મૃત્યુ પછી તેને કરવામાં આવ્યો દુલ્હન જેવો શણગાર….. જુઓ તેના ફોટો

મિત્રો આજે અમે બોલીવુડની એક એવી અભિનેત્રીની સત્ય ઘટના વિશે તમને જણાવશું. આ અભિનેત્રી એક સમયે ખુબ જ પ્રખ્યાત અને મશહુર હતી. પરંતુ તેની સાથે કંઈક એવું બન્યું કે તેનું અચાનક જ મૃત્યુ થયું અને સામે આવ્યું કે આત્મહત્યા કરી લીધી. પરંતુ સુત્રો પ્રમાણે એવું પણ કહેવાય છે કે તેનું મર્ડર કરવામાં આવ્યું હતું. પરંતુ તેની સાચી જણકારી અને તપાસ સામે આવી નથી. તે અભિનેત્રીનું નામ છે દિવ્યા ભારતી. તો ચાલો જાણીએ દિવ્યા ભારતીનું શું છે રહસ્ય.

માત્ર 15 વર્ષની ઉમરમાં જ દિવ્યા ભારતીએ ખુબ જ સારી એવી સફળતા મેળવી લીધી હતી. ડાયરેક્ટરો અને ફિલ્મ નિર્માતાઓને પણ દિવ્યા ભારતીને પોતાની ફિલ્મમાં કામ કરવવા માટે લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. પરંતુ દિવ્યા ભારતીનું એક દિવસ મૃત્યુ થઇ જાય છે. તારીખ ૫ એપ્રિલ 1993 માં તેનું મૃત્યુ થયું હતું. પરંતુ મિત્રો આશ્વર્યની વાત તો એ છે કે દિવ્યાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેની ઉમર માત્ર 19 વર્ષ જ હતી. મિત્રો દિવ્યા ભારતીનું મૃત્યુ થયા બાદ તેના રહસ્યો પણ અકબંધ જ રહ્યા. કોઈને પણ તેના મૃત્યુનું સાચું કારણ જાણવા મળ્યું નથી.

મુંબઈમાં દિવ્યા ભારતીનું મૃત્યુ થયું તે દિવસે જ મુંબઈમાં 4BHK નવો ફ્લેટ લીધો હતો. દિવ્યા ભારતીએ આ ખુશીની ખબર તેના ભાઈ કૃણાલને જણાવી. દિવ્યા તે દિવસોમાં ચેન્નઈમાં એક ફિલ્મ પર કામ કરતી હતી અને ત્યાંથી તે જ દિવસે મુંબઈમાં આવી હતી. તે દિવસે દિવ્યા ભારતીને પગમાં કંઈક વાગી ગયું હતું. દિવ્યાના મિત્ર અને ડિઝાઈનર નીતા લુલ્લા પોતાના પતિ સાથે દિવ્યાના ઘરે મળવા માટે આવ્યા હતા. ત્યારે દિવ્યા પશ્વિમ અંધેરી, વર્સોવામાં તુલસી એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે રહેતી હતી. આશરે રાતના 10 વાગ્યાનો સમય હતો.

દિવ્યા ભારતી અને તેના બંને મિત્ર એક સાથે જ ડ્રીંક લઇ રહ્યા હતા અને દિવ્યાની એક નોકરાણી પણ હતી અમૃતા, તે પણ આ બેઠકમાં સાથે વાતચીત કરતી હતી. પરંતુ થોડા જ સમયમાં કંઈક એવું બન્યું કે જેની કોઈને કલ્પના પણ ન હતી. 11 વાગ્યા આસપાસ અમૃતા પોતાના કામના નીપટાવવા માટે રસોડા તરફ જાય છે અને નીતા તેના પતિ સાથે ટીવી જોવામાં મશગુલ હતી. પરંતુ દિવ્યા રસોડાની બારી તરફ જાય છે અને અમૃતા સાથે ખુબ જ મોટા અવાજે વાત કરે છે.

દિવ્યા ભારતીના લીવીંગ રૂમમાં એક મોટી બારી હતી. ત્યાં નીચે પાર્કિંગ હતું અને દિવ્યા ભારતી તે બારી પર ઉભી હતી અને ત્યાંથી તેનો પગ લપસ્યો અને સીધી નીચે પડી ગઈ. પાંચમાં માળ પરથી સીધી નીચે જમીન પર જ પડી. પડતાની સાથે દિવ્યા આખી લોહીથી લથપથ થઇ ગઈ હતી. પરંતુ તે ઉપરથી પડી તેનું સાચું કારણ કોઈ ન જાણી શક્યું. આ કેસ પોલીસ દ્વારા પણ પાંચ વર્ષ તપાસ કરવામાં આવી પરંતુ છેલ્લે એવું જણાવી દેવામાં આવ્યું કે ઉપરથી પગ લપસ્યો અને નીચે પડી ગઈ અને તેનું મૃત્યુ થઇ ગયું. તેની હત્યા થઇ કે પછી તેણે આત્મ્હાતા કરી એ કોઈન ન જાણી શક્યું. કેમ કે દુઃખી તો હતી, તેણે હજુ નવું ઘર જ તે દિવસે જ ખરીદ્યું હતું. પરંતુ તેનું મૃત્યુનું સાચું કારણ સામે ન આવ્યું.

દિવ્યા ભારતીના મૃત્યુના સમાચાર સવાર પડતાની સાથે જ આખા ફિલ્મ જગતમાં ફેલાઈ ગઈ હતી. બધા જ સિતારાઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા હતા. દિવ્યાનું આખું પરિવાર ત્યાં આવી ગયું હતું. આખા બોલીવુડ જગતમાં માતમ છવાઈ ગયો હતો.

જ્યારે દિવ્યા ભારતીને સ્મશાનઘાટ સુધી લઇ જવાની હતી ત્યારે તેને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. કેમ કે થોડા જ દિવસો પહેલા દિવ્યા ભારતીના લગ્ન સાજીદ નડિયાદવાલા સાથે થયા હતા. દિવ્યાને અગ્નિ સંસ્કાર પણ તેના ભાઈએ જ આપ્યો હતો. પરંતુ તેના મૃત્યુ બાદ ઘણા બધા એવા ચહેરાઓ સામે આવ્યા હતા કે જેના પર શક થઇ શકે એમ હતો. પરંતુ કોઈ પણ સુરાગ ન મળવાના કારણે કોઈ પણ વ્યક્તિ પર પોલીસ નિશાન ન સાધી શકી.

દિવ્ય ભારતી પોતાની ખુબ જ નાની ઉમરમાં જ મોટી સફળતા મળેવી લીધી હતી. તે બોલીવુડની સાથે સાથે સાઉથમાં પણ ખુબ જ ફિલ્મોમાં કામ કરી ચુકી હતી. પરંતુ દિવ્યાએ માત્ર 18 ની ઉમરે સાજીદ નડીયાદવાલા સાથે લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ દિવ્યાના માતાપિતાનું કહેવું છે કે લગ્ન બાદ દિવ્યા અમારાથી થોડી દુર રહેવા લાગી હતી. તેના માતાપિતાનું એવું પણ કહેવું હતું કે આ સાજીદની જ સાજીશ છે. પરંતુ કોઈ તેના ખિલાફ સબુત મળ્યો ન હતો.

તો મિત્ર આ હતી દિવ્યા ભારતીના મૃત્યુ પાછળની સાચી ઘટના. પરંતુ સાચું એવું માનવામાં આવે છે કે દિવ્યા ભારતી એટલી નાની ન હતી કે બારીમાંથી માંથી પગ લપસે અને નીચે પડી જાય. એટલા માટે સુત્રોના આધારે એવું કહેવામાં આવે છે કે આ એક મર્ડર જ છે. આત્મહત્યા હોય તેવું નથી લાગતું.

તો મિત્રો તમારું શું કહેવું છે. દિવ્યા ભારતીનું મૃત્યુ થયું હશે કે આત્મહત્યા કરી હશે ? તમારો જવાબ કોમેન્ટ કરીને આપો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

Leave a Comment