કિચનમાં ગેસ સિલિન્ડર રાખતા લોકો કરી રહ્યા છે આ મોટી ભૂલ, જાણી લ્યો કંઈ જગ્યાએ રાખવો ગેસનો બાટલો.. નહિ તો ક્યારેક બનશે અઘટિત ઘટના…

મિત્રો, હાલના સમયમાં દેશની એક મોટી આબાદી એલપીજી ગેસ સિલિન્ડર નો ઉપયોગ ભોજન બનાવવા માટે કરે છે. ભારત સરકાર ઘર ઘર સુધી રસોઈ ગેસ સિલિન્ડર પહોંચાડવા માટે ઉજ્વલા યોજના ચલાવી રહી છે. આ યોજના દ્વારા અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ગરીબ લોકોને એલપીજી ગેસ સિલિન્ડરનો લાભ મળે છે. આ કારણે ગામડાથી લઈને શહેર સુધી દરેક ઘરમાં સિલિન્ડર મળવો સ્વાભાવિક છે. જોકે રસોઈ ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરતી વખતે તમારે કેટલીક સાવધાનીઓનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જરૂરી છે.

ઘણીવાર, એલપીજી ગેસ પ્રદાન કરતી કંપનીઓ તેમના ગ્રાહકોને એલપીજી સિલિન્ડરના ઉપયોગ અંગે કેટલીક સાવચેતી રાખવા માટે માર્ગદર્શન પણ આપે છે. જેમાં સિલિન્ડર રાખવાની જગ્યાથી લઈને અનેક વસ્તુઓ શામેલ હોય છે. આજે અમે તમને તમારા ઘરમાં પ્રયોગ થતા ગેસ સિલેન્ડરની ઉપયોગ કરવાની કેટલીક સુરક્ષિત ટિપ્સ જણાવીશું જેને ફોલો કરવી અત્યંત જરૂરી છે.1) સ્ટોર કેવી રીતે કરવો:- જો સુરક્ષાની વાત કરીએ તો સૌથી પહેલા દરેકના મગજમાં એ વાત આવે છે કે શું ગેસ સિલિન્ડરને રસોઈ ઘરમાં રાખવો સુરક્ષિત છે કે લાંબી પાઇપ લગાવીને રસોઈ ઘરની બહાર રાખવો. આમ તો 90% લોકોના ઘરમાં સિલિન્ડર કિચનમાં જ હોય છે પરંતુ જો લાંબી પાઇપ લગાવીને રસોઈ ઘરની બહાર રાખવામાં આવે તો તે વધારે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ જણાવીએ કે સિલિન્ડરને સીધા તાપથી દૂર રાખવો. તમારે ગેસ સિલેન્ડર ને એવી જગ્યા પર રાખવો જોઈએ જ્યાં હવાનું આવન જાવાન  વધારે રહેતું હોય.

2) વીજળીના સોકેટથી રાખો દૂર:- જો ગેસ સિલેન્ડર લીક હોય તો તેવી સ્થિતિમાં તેનો ગેસ એક જ જગ્યા પર ભેગો નથી થતો. તે જ કારણે ગેસ સિલિન્ડરને એવી જગ્યા પર રાખવાની સલાહ આપવામાં આવે છે જ્યાં હવાનો પ્રવાહ જળવાયેલો રહે. તેના સિવાય વીજળીના સોકેટ કે એવી જગ્યાઓથી દૂર રાખવું મહત્વપૂર્ણ છે જ્યાં ટીવી વગેરે જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય.3) ડિસ્ટ્રીબ્યુટર થી કરવો સંપર્ક:- જો તમારા સ્ટવ, પાઇપ, રેગ્યુલેટર કે ગેસ સિલિન્ડરમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી રહી હોય તેવી સ્થિતિમાં તમારે ડિસ્ટ્રીબ્યુટર મિકેનિક થી સંપર્ક કરવો જોઈએ. જો તમે કોઈપણ જાણકારી વગર આમાંથી કોઈ પણ વસ્તુને ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો તમારી સાથે કોઈ ગંભીર દુર્ઘટના પણ થઈ શકે છે.

4) ડિલિવરી લેતી વખતે આ વાતનું ધ્યાન રાખવું:- તેના સિવાય એલપીજી ગેસ સિલિન્ડરની ખરીદી વખતે તેની પર બીઆઈએસ (BIS) દ્વારા માન્ય લાયસન્સ ની તપાસ જરૂર કરવી. તમારે હંમેશા અધિકૃત ડીસ્ટ્રીબ્યુટર થી જ એલપીજી ગેસ સિલિન્ડરથી જોડાયેલો સામાન ખરીદવો જોઈએ. સિલિન્ડરની ડીલીવરી લેતી વખતે એ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખવું કે તેની પર કંપનીનું સીલ લાગેલું હોય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment