મોટા સ્ટોક કરતા નાના નાના શેર મચાવે છે ધૂમ, આ શેરે એક જ વર્ષમાં પૈસા કરી દીધા સીધા જ 10 ગણા… જાણો કેવડું તગડું રિટર્ન આપ્યું…

મિત્રો જયારે શેર બજારમાં કોઈની કિસ્મત ચમકે છે ત્યારે તે રાતોરાત માલામાલ થઇ જાય છે. તેમજ એટલું જ નહી પણ તે જેટલું પણ રોકાણ કરે છે તેનું બમણું મળે છે. પણ અમુક શેર એવા પણ હોય છે જે બમણાની જગ્યાએ દસ ગણું રીટર્ન આપી શકે છે. આજે અમે તમને એક એવા શેર વિશે માહિતી આપી રહ્યા છીએ જેમાં રોકાણ કરનાર હાલ પોતાની મૂળ કિંમતના દસ ગણા કમાઈ રહ્યા છે. અને તેઓ માત્ર એક વર્ષમાં પોતાના રોકાણને દસ ગણું કરી શક્યા છે. 

શેર બજારમાં દરેક રોકાણકાર ઓછામાં ઓછા સમયમાં વધારે રિટર્ન મેળવવા માંગતા હોય છે અને તે પણ એક હકીકત છે કે ઘણા શેરોએ ઓછી અને લાંબી અવધિમાં મોટી કમાણી કરાવી છે. ઘણા સ્ટોક પાછલા અમુક વર્ષોમાં મલ્ટિબેગર રિટર્ન આપનારા સાબિત થયા છે. આ લીસ્ટમાં કોન્ફિડન્સ ફ્યુચરિસ્ટિક એનર્જેટિક લિમિટેડ ના શેરનું નામ જોડાયેલું છે.આ શેર પાછલા થોડા અઠવાડિયાથી દરરોજ અપર સર્કિટ લગાડી રહ્યો છે. આજે સોમવારના રોજ પણ આ સ્ટોક 5 ટકાની તેજી સાથે બંધ થયો. 5 ટકાની અપર સર્કિટ લાગ્યા બાદ કારોબારી દિવસ દરમિયાન 31 ઓક્ટોબરના રોજ બીએસઇ પર આ શેર 52 અઠવાડિયાના નવા હાઇ 650.90 રૂપિયાના ભાવે પહોંચી ગયો. 

એક વર્ષ અને એક મહિનામાં પણ શાનદાર રિટર્ન:- કોન્ફિડેંસ ફ્યુચરિસ્ટિક એનર્જેટિક લિમિટેડના સ્ટોકે પાછલા એક મહિનામાં પોતાના રોકાણકારોને 129%નું શાનદાર રિટર્ન આપ્યું છે. તેમજ, પાછલા છ મહિનામાં આ શેરે રોકાણકારોને 331 ટકાનું રિટર્ન આપ્યું છે. તેમજ, વર્ષ 2022માં અત્યાર સુધી આ શેરની કિંમતમાં 790 ટકાથી વધુની તેજી આવી છે. જ્યારે 1 વર્ષમાં આ શેરે 1154 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.આજથી એક વર્ષ પહેલા 1 નવેમ્બર 2021ના રોજ શેરની કિંમત 51.90 રૂપિયા હતી, જે હવે વધીને 650.90 રૂપિયા થઈ ગયી છે. કોન્ફિડેંસ ફ્યુચરિસ્ટિક એનર્જેટિક લિમિટેડે હવે પોતાના શેરને સ્પ્લિટ કરવાનો નિર્ણય કર્યો છે. એક્સચેંજને આપવામાં આવેલી સૂચના મુજબ, 16 ઓક્ટોબરના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના શેરને વિભાજિત કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. સ્ટોક સ્પ્લિટ 1:2 ના રેશિયોમાં કરવામાં આવશે. તેનો મતલબ છે કે, પ્રત્યેક શેર ધારકને દરેક 2 શેર પર એક બોનસ શેર આપવામાં આવશે. 

શું છે કંપનીનો કારોબાર?:- કોન્ફિડેંસ ફ્યુચરિસ્ટિક એનર્જેટિક લિમિટેડની સ્થાપના 1985માં થઈ હતી. નાગપુર સ્થિત આ સમૂહ એક પેટ્રોલિયમ ઇંજિનિયરિંગ કંપની છે. તેને પહેલા ગ્લોબ ઇન્ડસ્ટ્રીયલ રિસોર્સિસ લિમિટેડના નામથી ઓળખવામાં આવતી હતી. 2017માં કંપનીનું નામ બદલીને કોન્ફિડેંસ ફ્યુચરિસ્ટિક એનર્જેટિક લિમિટેડ કરવામાં આવ્યું. 

આ કંપની ડોમેસ્ટિક અને કોમર્શિયલ ઉપભોક્તાઓ માટે ગો ગેસ બ્રાન્ડ મુજબ કંપોઝીટ એલપીજી સિલેંડર બનાવે છે અને વેચે છે. તે સિવાય તે ઑક્સીજન, સીએનજી હાઈડ્રોજન અને Co2 જેવા હાઇ પ્રેશર વાળા સિલેંડર બનાવે છે અને વેચે છે.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment