શું તમે પણ ઘરમાં જ કપડાં સુકવો છો ? તો જાણી લેજો આ ખાસ માહિતી. નહિ તો ગંભીર બીમારીઓનો શિકાર બનતા વાર નહિ લાગે

શું તમે જાણો છો કે કપડાંને યોગ્ય રીતે ન ધોવા, કપડાંને તડકામાં ન સુકવવા, સ્નાન કર્યા પછી શરીરને શુષ્ક કપડાંથી સાફ ન કરવું, કપડાં ધોયા પહેલા કેટલાક દિવસો પહેલા કપડાંનો ઢગલો કરવો, અથવા તો કપડાંને ધોયા પછી હાથને ન ધોવા વગેરે જેવા કારણો પણ તમને રોગી બનાવી શકે છે. આજે મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ્સમાં લોકોને રહેવાનુ પસંદ છે. ત્યાં લોકોને ખુલ્લી જગ્યા પર કપડાં સુકવવાની વ્યવસ્થા હોતી નથી.

નાની-નાની બાલ્કનીમાં લોકો કપડાંને સુકવે છે. અને તે જ કારણે લોકોને ત્વચા સંબંધી સમસ્યાઓ થાય છે. કપડાંને યોગ્ય રીતે ન ધોવાથી કે કપડાંને યોગ્ય રીતે ન સુકવવાથી ફંગલ ઇન્ફેકશન, બેક્ટેરિયલ ઇન્ફેકશન અને સ્કીન ડર્મેટાઈટિસ જેવી સમસ્યા થઈ શકે છે. ડોક્ટર કહે છે કે કપડાંને યોગ્ય રીતે સૂકવવાથી અને ધોવાથી પણ તમે કેટલીક ગંભીર બીમારીઓથી બચીને રહી શકો છો.કપડાંને સુકવા અને ધોવામાં ઘણી ભૂલો થાય છે તેના વિશે જાણકારી

ચેપી વ્યક્તિના કપડાં સાથે સ્વસ્થ વ્યક્તિના કપડાંને ન ધોવા

ડોક્ટરનું કહેવું છે કે, ઘરમાં કોઈપણ વ્યક્તિ ચેપી છે, તો તેના કપડાંને અન્યના કપડાંથી અલગ રાખવા જોઇએ. આથી વાયરસ અન્ય કપડાઓમાં નહીં ફેલાઈ. કોરોના દર્દીના કપડાં પર વાયરસ રહેવા વિષે જણાવતા ડોક્ટર કહે છે કે કોરોનાનું ઇન્ફેકશન કેટલાક દિવસો સુધી રહે છે, તે વિષે પણ હજી સ્પષ્ટતા થઈ નથી, પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે કોવિડ વાળા ચેપીના કપડાંને અન્યના કપડાંથી અલગ જ ધોવા જોઇએ અને તેને ડિસઇન્ફેક્ટ કરીને ધોવા જોઇએ.

ડોક્ટરનું કહેવું છે કે, કોવિડ ના દર્દીનું થુંક જો તેના કપડાંમાં રહી જાય છે તો તે બાકી કપડાં પર પણ આવી શકે છે, તેથી જ આ કપડાંને અલગથી ધોવા જોઇએ. ડોક્ટર એ પણ જણાવે છે કે, જે પણ લોકોને બ્લેક ફંગસ હોય છે તેના કપડાંને પણ બાકીના લોકોના કપડાંથી અલગ ધોવા જોઇએ.તે કહે છે કે કપડાંને ફકત ધોવા જ જોઇએ એવું નથી, પરંતુ તેને ડિસઇનફેક્ટ પણ કરવા જોઇએ. કપડાંને ધોવાથી તેમાં રહેલી ગંદકી દૂર થાય છે પણ તેને ડિસઇનફેક્ટ કરવાથી તેમાં રહેલા જીવાણુઓ મરે છે.

કપડાંને ધોવા માટે થઈને કેટલાક દિવસો સુધી કપડાંને જમા કરતાં રહેવા

કેટલાક ઘરોમાં એવું થતું હોય છે કે કપડાંને ધોવા માટે કેટલાક દિવસો સુધી કપડાંનો ઢગલો કરવામાં આવે છે. ડો. નું કહેવું છે કે વાયરલ અને ફંગલ તો થોડા દિવસોમાં મરી જશે પરંતુ, ડાયરીયા પેદા કરવા વાળા બેક્ટેરિયા જીવતા રહે છે. જો કપડાંમાં ભેજ રહે છે તો કેટલાક દિવસો સુધી તેમાં જીવાણુઓ રહે છે.

ડોક્ટરનું કહેવું છે કે જ્યારે પણ આપણે કપડાંને ધોવા માટે જમા કરીએ છીએ ત્યારે તેમાં અંડરવવિયર્સ પણ થાય છે, જેનાથી યીસ્ટ જેવા જેનિટલ ઇન્ફેકશન ફેલાવાની સંભાવના પણ રહે છે. બાળકોનું એક્સપોજર અન્ય લોકોથી વધારે હોય છે, આ કારણે જ બાળકોના કપડાં પર જમ્સ વધારે હોય છે. જો તમે બધા જ કપડાંને લૉન્ડ્રી માટે એકી સાથે નાખો છો, તો જીવાણુના ફેલવાની સંભાવના વધારે રહે છે.વધારે ડીટરજેંટનો ઉપયોગ કરવો

કપડાંમાં વધારે ડિટરજેંટનો ઉપયોગ કરવાથી સ્કીન એલર્જી, ડ્રાઈનેસ અને બળતરા જેવી સમસ્યા થઈ શકે છે. આ માટે તમે મોશ્ચરાઈજનો ઉપયોગ કરી શકો છો. સાથે જ કપડાંમાં વધારે ડિટરજેંટ નાખવાથી કપડાંનો કલર પણ જતો રહે છે. મોશ્ચરાઈજ લગાવવાથી કોઈપણ નુકશાન થતું નથી.

ઘરની અંદર કપડાં સુકવવા

જો કપડાંને ઘરની અંદર સુકવવામાં આવે તો કપડાંમાં ભેજ રહી જાય છે, તેના કારણે રૂમની અંદર પણ ભેજ રહે છે અને તે ફંગલનું કારણ બને છે. કપડાંને ઘરની અંદર સુકવવાથી રૂમની અંદર અનવાયરમેટ 30 ટકા મોશ્ચર વધી જાય છે. આ ફંગલ આંખોને પ્રભાવિત કરે છે.

શું કામ જરૂરી છે કપડાંને ઠીકથી સુકવવા અને ધોવાડોક્ટર જણાવે છે કે કપડાંને યોગ્ય રીતે ન સુકવવાથી કે તેને યોગ્ય રીતે ન ધોવાથી તેમાં ભેજ  અને બેક્ટેરિયા રહી જાય છે, જેના કારણે ગંભીર બીમારી થઈ શકે છે. તેમણે નિમ્ન ત્વચા સંબંધી રોગો બતાવ્યા છે.

સ્કીન ડર્મેટાઈટિસ: આ ત્વચા પર એક પ્રકારની એલર્જી હોય છે. આ કપડાંને યોગ્ય રીતે ન સુકવવાથી થાય છે. કારણ કે કપડાંમાં ભેજ રહી ગયો હોય છે. અને તે જ કારણે ત્વચા પર એલર્જી થાય છે.

ફંગલ ઇન્ફેકશન: ડાગ પડી જવા વગેરે ફંગલ ઇન્ફેકશન છે. કપડાંને જ્યારે યોગ્ય રીતે સુકવવામાં આવતા નથી, ત્યારે આ સમસ્યા થાય છે. ડો. જણાવે છે કે, જે લોકો ન્હાયા પછી શરીરને સુકવતા નથી અને કપડાં પહેરે છે ત્યારે ભેજ હોય છે, તે કારણે જ ફંગલ ઇન્ફેકશન થાય છે. જો તમને કપડાંના કારણે જ સ્કીન ડીજીજ થઈ છે તો તમને દવા ખાવાથી તે ઠીક થઈ જશે, પરંતુ જો તમે ફરી યોગ્ય રીતે ન સુકવેલા કપડાંને પહેરશો તો તમને પાછું ફંગલ ઇન્ફેકશનની સમસ્યા થઈ જશે.બેકટરીયલ ઇન્ફેકશન: ઉનાળામાં લગભગ ફોડલા નીકળવાની સમસ્યા રહે છે. આ સમસ્યા ફ્ક્ત ગરમીના કારણે થતી હોય એવું નથી પરંતુ કપડાંના કારણે’ પણ થઈ શકે છે. ડોકટરનું કહેવું છે કે ફોડલા બેક્ટેરિયલ ઇન્ફેકશનના કારણે પણ થઈ શકે છે. આ હંમેશા જનનાંગોની પાસે જ થાય છે. બેક્ટેરિયલ ઇન્ફેકશન એટલા માટે થાય  છે કે, જ્યારે આપણે કપડાંને યોગ્ય રીતે સુકવતા નથી, ત્યારે બેક્ટેરિયા પોતાનું કામ કરે છે. એટલા માટે જો તમે કપડાંને યોગ્ય રીતે નહીં સુકવો તો ફોડલા, ફૂસી થઈ શકે છે.

બચવા માટેની ટિપ્સ

કપડાંને તડકામાં સુકાવો : ડોક્ટર નું કહેવું છે કે કપડાંને તડકામાં સુકવવા ખુબજ જરૂરી છે. જો તમે આવું નહીં કરો તો, કપડાંમાં ભેજ રહી જવાથી, અસ્થમા અથવા તો અન્ય રેસપાઇરેટીની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાના કારણે ઇમ્યુનિટી સિસ્ટમ પણ નબળી પડી શકે છે. તેથી જ કપડાંને તડકામાં સુકવવા જરૂરી છે.

લૉન્ડ્રી પછી હાથ ધોવા જરૂરી: ડોક્ટર જણાવે છે કે અત્યારે લોકો સેનિટાઈજરનો ઉપયોગ કરી રહ્યા છે, જે કારણથી તેને સ્કીન એલર્જી થઈ રહી છે. આથી વધુ સારું એ છે કે, તમે સાબુથી હાથ ધુઓ. ડોકટરનું કહેવું છે કે તમે જ્યારે કપડાંને ધોઈ લો, ત્યાર પછી નોર્મલ પાણીથી હાથને ધુઓ. અને આ પછી મોશ્ચરાઈજને લગાવી લો. આથી તમને હાથમાં સમસ્યા નહિ રહે.ચેપી વ્યક્તિના કપડાંને આ રીતે ધુઓ : ડોક્ટર બતાવે છે કે તમે જે પણ રીતે કપડાંને ધુઓ છો તે પ્રકારે જ ધુઓ પરંતુ ઇફેક્ટિવ વ્યક્તિના કપડાંને અલગથી ધુઓ. ઇફેક્ટિવ વ્યક્તિના કપડાંને ગ્લોજ પહેરીને ધુઓ. ડોક્ટરનું માનવું છે કે ઇફેક્ટિવ વ્યક્તિના કપડાંને ગરમ પાણીમાં ધોવા જોઇએ. સાથે જ, જે પણ વ્યકતીને ચેપ હોય તેના કપડાંને હાઇ હિટ સાથે 45 મિનિટ સુધી સુકવવા જોઇએ. બેક્ટેરિયા અને વાયરલને કાઢવા માટે તમને ડિટરજંટ પણ કામ કરી શકે છે. સાથે જ ડોકટરનું કહેવું છે કે કપડાંને તડકામાં સુકવવાથી અન્ય ઇકો-ફેંડલી રીતોથી પણ બેક્ટેરિયા અને જીવાણુને મારી શકાય છે.

કપડાંને યોગ્ય રીતે ન ધોવાથી અને ન સુકવવાથી અનેક રોગો થઈ શકે છે. આ બીમારી થી બચવા માટે કપડાંને તડકામાં સુકવવા એ ખુબજ જરૂરી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment