આધુનિક યુગમાં મોટા પડકાર રૂપ બનનાર ‘ચુંદડીવાળા માતાજી’ – જેણે 78 વર્ષથી અન્ન કે પાણી નથી પીધું.

મિત્રો, આજના યુગમાં વિજ્ઞાન પર વિશ્વાસ કરવો કે પછી કોઈ અલૌકિક શક્તિ પર. એ એક પડકાર બની ગયો હતો. કારણ કે આપણી સામે ઘણા એવા કિસ્સાઓ આવતા હોય છે જેને જોઈને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જતું હોય. તો એવા અનેક સવાલો ઉભા થઈ જાય છે. તો મિત્રો, આજે અમે તમને એક એવી ઘટના અંગે જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમને પણ વિશ્વાસ નહિ આવે.

મિત્રો, જો તમે અંબાજી જેવા પવિત્ર ધામમાં દર્શન માટે ગયા હો, તો તમે ‘ચુંદડીવાળા માતાજી’ નું નામ સાંભળ્યું જ હશે. તેમનું વાસ્તવિક નામ પ્રહલાદ જાની છે. તેમની ઉંમર હાલ 86 વર્ષ હતી. છેલ્લા 78 વર્ષથી તેમણે અન્નનો એક દાણો કે પાણીનો એક ઘૂંટ પણ પીધો નથી. ત્યારે આજની એકવીસમી સદીમાં અનેક સવાલ અને જવાબો વિચાર કરતા કરી મુકે છે.

86 વર્ષના ચુંદડીવાળા માતાજી એટલે કે પ્રહલાદ જાનીજી માત્ર હવા અને યોગ દ્રારા જ પોતાનો દેહ ટકાવી રાખ્યો હતો. પરંતુ માત્ર હવા લઈને કેમ જીવી શકાય ? પરંતુ 78 વર્ષથી માત્ર યોગના બળે પોતાનું જીવન તેઓ નિયમિત રીતે જીવી રહ્યા છે. આમ પોતાની દૈનિક પ્રવૃતિઓ બંધ થવાથી કોઈ માણસ કંઈ રીતે જીવી શકે ? તે વિજ્ઞાન માટે પણ એક પડકાર બની ગયો હતો.સૌપ્રથમ પ્રહલાદ જાનીજી પર વર્ષ 2005-2006 માં અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ દ્રારા સંશોધન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રહલાદ જાનીજી વિશે કહેવાય છે કે તેમને પાણીની રસી મળી નથી. આમ પડકાર સમાન વાતો સાંભળીને જ વૈજ્ઞાનિકોએ તેમના પર ઘણા સમય સુધી સંશોધન કર્યુ. જેમાં ડોક્ટરોની એક મોટી ટીમે કેમેરા દ્રારા તેમનું રેકોર્ડીંગ પણ કર્યું હતું.

તેમના પર 1942 માં એક મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી. આ તપાસમાં એવો વિચાર કરવામાં આવ્યો હતો કે ખાધા-પીધા વગર કંઈ રીતે કોઈ માણસ સ્વસ્થ જીવન જીવી શકે ? પરંતુ તેમની આ શક્તિનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આ સિવાય હાલમાં જ ભારતની ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ વૈજ્ઞાનિક તપાસ કરી કે 78 વર્ષથી અન્ન-જળ લીધા વિના ચુંદડીવાળા માતાજી કંઈ રીતે જીવન જીવે છે.

આ વિશે વિજ્ઞાન જગત શું કહે છે : કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ ખાધા-પીધા વગર વધુમાં વધુ 30-40 વર્ષ જીવી શકે છે. પરંતુ પાણી પીધા વગર કોઈ પણ માણસ 5 દિવસથી વધુ જીવી ન શકે. જ્યારે 86 વર્ષે પણ પ્રહલાદ જાનીજી હરીફરી તેમજ પોતાનું નિત્ય કર્મ કરી શકે છે, તે એક નવાઈની વાત છે. ચુંદડીવાળા માતાજી ફક્ત હવા અને યોગ દ્રારા જ આટલા તંદુરસ્ત જીવન કેવી રીતે શકે ?

આમ આ સવાલનો જવાબ શોધવા માટે વિજ્ઞાન અને આધ્યામિકતા વચ્ચે લોકો ફસાઈ ગયા છે. તેમજ વધુ તો વૈજ્ઞાનિકો હેરાન છે કે આવું કેમ બની શકે ? જ્યારે પ્રહલાદ જાનીના જણાવ્યા અનુસાર અન્ય દેશના ડોક્ટરો પણ તેમને ત્યાં બોલાવીને તેના પર શોધ કરવા માંગે છે. પરંતુ તેઓ પોતાનો દેશ છોડીને નથી  જાવા માંગતા.

તેમનો જન્મ મહેસાણાના ચરાડા ગામે થયો હતો. તેઓ 12 વર્ષના હતા ત્યારે ઘણા સાધુઓ તેમને પોતાની સાથે લઇ જવા માંગતા હતા. પરંતુ પ્રહલાદજીએ તે સમયે નાં પાડી હતી. ત્યાર પછી 6 મહિના પછી ત્રણ બાલિકાઓ તેમની સામે એક દૈવી સ્વરૂપે આવી અને તેમની આંગળી પર પોતાની જીભ ફેરવી હતી. આમ ટીબીગ્રસ્ત પ્રહલાદ જાનીનું શરીર સ્વસ્થ છે અને ખાધા-પીધા વિના તેઓ જીવે છે. તેઓને ક્યારેય ભૂખ કે તરસ લાગતી નથી.

તેઓ 18 વર્ષના હતા ત્યારે માતાજીએ તેની આંગળી પર જીભ મૂકી હતી અને ત્યાર પછી તેમના તાળવા નીચેથી અમીરસ ઝરવા લાગ્યો હતો. ત્યાર પછી તેમને ક્યારેય પાણી કે ભૂખની જરૂરત જ ન પડી. આમ થયા પછી તેઓ મહાબળેશ્વર અથવા તો ગીરનારના જંગલોમાં તપસ્યા માટે ચાલ્યા જતા હતા.તેમના મનમાં ભારતીય સૈનિકો માટે મદદરૂપ થવાની તીવ્ર ઈચ્છા હતી. તેઓ ઈચ્છતા હતા કે તેમની આ અલૌકિક શક્તિ સેનાના જવાનોને પણ મળવી જોઈએ. આમ લાંબા સમય સુધી ખાધા-પીધા વિના રહી શકવાની જે શક્તિ છે તેના વિશે સંશોધન થાય તો સૈનિકોને તેનો લાભ મળી શકે છે. આમ ભારતની સેના પછી કોઈ પણ દુશ્મન દેશને હરાવી શકે છે.

આમ ખાવા-પીવનું ન હોવાથી તેમને મળ અને મૂત્ર જેવી દૈનિક પ્રવૃતિઓ બંધ થઈ ગઈ હતી. આ સિવાય અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર જણાવે છે કે, પ્રહલાદ જાનીના મૂત્રાશયમાં પેશાબ મળે છે. પરંતુ તે ક્યાં ગાયબ થઈ જાય છે, તે અંગે કોઈ નથી જાણી શક્યું. આમ 86 વર્ષના ચુંદડીવાળા માતાજી માં અંબાનો જાપ અને તપ કરીને જીવતા અન તંદુરસ્ત રહેતા હતા.

તેમના પરિવારમાં 6 ભાઈઓ અને એક બહેન છે. તેઓ પોતાના પરિવારમાં સૌથી મોટા મોભી છે. તેઓએ 14 વર્ષની ઉંમરે જ સંસાર ત્યાગ સાથે અન્ન-જળનો પણ ત્યાગ કર્યો છે.

આમ ચુંદડીવાળા માતાજીને લઈને દરેક લોકો અને ડોક્ટરો ખુબ જ હેરાન છે. કારણ કે તેમણે 76 વર્ષથી અન્ન-જળ લીધું ન હતું. આમ તેઓ માત્ર હવા ખાઈને જીવે છે એમ લાગે છે. તેમના પહેરવેશથી તેઓ એક સન્યાસી જેવા લાગે છે. તેઓની સફેદ દાઢી, નાકમાં નથડી  અને લાલ કપડાં પહેરેલ ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા હતા. તેમના દર્શન અર્થે લોકો દુર-દુરથી આવતા હતા.

Leave a Comment