પોલીસે કહ્યું આ કોઈ છોકરી લઈને ભાગી ગયો.. પણ ૪૩ વર્ષ પછી સામે આવ્યું આ ભયાનક સત્ય.. વાંચીને ચક્કર ખાઈ જશો.

પોલીસે કહ્યું આ કોઈ છોકરી લઈને ભાગી ગયો.. પણ ૪૩ વર્ષ પછી સામે આવ્યું ભયાનક સત્ય.. વાંચીને ચક્કર ખાઈ જશો.

મિત્રો વિચારો કે આપણું કોઈ ખાસ સંબંધી કે ઘરનું જ કોઈ સભ્ય ઘર તરફ આવવા માટે નીકળ્યું હોય અને તે મહિનાઓ સુધી ઘરે જ ન પહોંચે તો તમારી શું સ્થિતિ થાય ? તો સામાન્ય રીતે મનમાં હાજારો સવાલો ઉભા થાય, ક્યાં ગયા હશે ? શું કરતા હશે ? કેવી હાલતમાં હશે ? અને ક્યારે આવશે ? વગેરે જેવા અનેક સવાલો મનમાં ઉભા થાય. તો તમને જણાવી દઈએ કે દુનિયામાં ઘણા લોકો એવા છે જે આ રીતે વર્ષો સુધી ગાયબ રહ્યા છે, તો અમુક લોકોનો આજ સુધી કોઈ જ પત્તો જ નથી મળ્યો. વિચારો એ લોકોના પરિવાર જનોની શું હાલત થતી હશે ! તો આજે અમે તમને એક એવી જ સ્ટોરી વિશે જણાવશું જે હકીકતમાં બની ગઈ છે.સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જો પાંચ વર્ષ સુધી ગાયબ રહે તો ત્યાર બાદ તેને મૃત ઘોષિત કરી દેવામાં આવતો હોય છે. પરંતુ આજે અમે એક એવા વ્યક્તિની સત્ય ઘટના જણાવશું, જે 43 વર્ષ સુધી ગાયબ રહ્યો અને ત્યાર બાદ જ્યારે તે વ્યક્તિનું રાજ ખુલ્યું ત્યારે તેના પરિવાર સહીત બધા લોકો દંગ રહી ગયા. તો તે વ્યક્તિની સત્ય ઘટના જાણવા અને તેના મૃત્યુના રાજ જાણવા માટે આ લેખ પુરેપુરો વાંચો.

વર્ષ 1972 માં એમોસ શુક (Amos Shook) નામનો  એક વ્યક્તિ અચાનક જ ગયાબ થઇ ગયો. તેના ગાયબ થવા પાછળ પોલીસે તપાસ હાથ ધરી અને પછી એવો અંદાજો લગાવ્યો કે એમોસ કોઈ મહિલા સાથે ભાગી ગયો છે. કારણ કે તે તેની પત્નીથી અલગ થઇ ગયો હતો. તેથી પોલીસનું માનવું હતું કે એમોસ કોઈ છોકરી કે મહિલા સાથે ભાગી ગયો છે. પરંતુ એમોસની 14 વર્ષની દીકરી પેમેલાને આ વાત પર બિલકુલ પણ ભરોસો આવતો ન હતો.  પેમેલાનું કહેવું હતું કે એમોસ શુક તેના બેમિશાલ પિતા હતા અને તે ક્યારે પોતાની દીકરીને એકલી છોડીને કોઈ અન્ય મહિલા સાથે ભાગે નહિ. કેમ કે તે પેમેલાને ખુબ જ પ્રેમ કરતો હતો. ત્યાર બાદ પેમેલાએ પોતાના પિતા એમોસ શુકનો કેસ ફરી રીઓપન કરાવ્યો અને પોલીસને તપાસ કરવા દરખાસ્ત કરી.

ત્યાર બાદ પોલીસને અમુક ફાઈલની તપાસ કરતા ખબર પડી કે ત્યારે શુક પરિવાર કાર્ડવિલ કાઉન્ટી નામના એક નાના શહેરમાં રહેતું હતું અને ત્યાં એક રોડેશ નામનું તળાવ પણ આવેલું હતું. મિત્રો 43 વર્ષ બાદ પોલીસ દ્વારા એ તળાવમાં ચેક કર્યું અને તેમાં શોધખોળ કરવામાં આવી. મોડર્ન સોલાર ટેકનોલોજીના કારણે તે તળાવમાં 30 ફૂટ નીચે એક પીળા રંગની કાર મળી આવી.ગાડીની અંદર એક કંકાલ પણ હતું, જેને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. ફોરેન્સીક લેબના રીપોર્ટ બાદ સાબિત થયું કે તે લાશ એમોસ શુકની જ હતી અને એમોસ શુક ઘણા વર્ષો પહેલાના મૃત્યુ પામ્યા છે. મિત્રો આ વાતની ખબર એમોસના પરિવારને પુરા 43 વર્ષ બાદ ખબર પડી કે એમોસની લાશ તેના ઘરની પાસેના જ તળાવમાં હતી અને તે મૃત્યુ પામી ગયો છે.

આ વાતથી એમોસની પત્નીને શક હતો કે જરૂર એમોસના કોઈ દુશ્મનોએ તેને મારી નાખ્યો છે. પરંતુ પોલીસે તપાસ કરી ત્યારે સામે આવ્યું કે એમોસના મૃત્યુ પાછળ તેના કોઈ દુશ્મનનો હાથ ન હતો. એમોસની ગાડી તળાવમાં ફસાઈ ગઈ અને એમોસ મૃત્યુ પામ્યો. તે માત્ર એક દુર્ઘટના હતી. પરંતુ આ વાત તેને 43 વર્ષ બાદ ખબર પડી.એમોસ પોતાના જ ઘરની પાસેના તળાવમાં મૃત્યુ પામ્યો હતો પરંતુ તેના પરિવારના કમનસીબે તેના મૃત્યુની જાણ અને શોધ 43 વર્ષ પછી થઇ. જેમાં સાચું કારણ જાણવા મળ્યું હતું. દર વર્ષે આવા લાખો લોકો ગુમ થઇ જાય છે જેમાંથી લગભગ 20 % લોકો પાછા નથી આવતા. અને તેમાંથી પણ 5 % લોકોનો કોઈ જ પત્તો નથી મળતો..

ઘટના ભલે બીજા દેશની છે પણ આવું આપણી આજુ બાજુ પણ બનતું રહે છે.. અને ઘણા પોલીસ કેસ પણ પુરાવા અને માહિતી ના આધારે સોલ્વ નથી થતા હોતા. ઘટના કોઈક બીજી હોય છે અને આપણે એનું પરિણામ પણ કોઈ બીજું માનતા હોય છે..

Leave a Comment