આજના સમયમાં જોશો તો દરેક ઘરમાં જેટલા વ્યક્તિ હશે એટલા જ વાહન પણ હશે. વાહન વગર કોઈને ચાલતું પણ નથી. જેટલા વાહન ના ભાવ વધ્યા છે તેવી જ રીતે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે, પરંતુ સીએનજી ના ભાવ વધવા છતાં તેનો સામાન્ય માણસના બજેટમાં સમાવેશ થઈ શકે તેટલો તો છે જ. અહી અમે તમને જણાવવા જઇ રહ્યા છે ભારતની ટોપ 5 સીએનજી કાર વિશે જે તમારા ઇંધણનું બજેટ ઓછું કરી શકે છે. આમાંથી કેટલીક તો માત્ર 85 રૂપિયા માં 35 કિલોમીટરની માઇલેજ આપે છે.
1) સૌથી વધારે માઇલેજ આપે મારુતિ સેલેરિયો સીએનજી ( Maruti Celerio CNG ):- સીએનજી કારોમાં મારુતિ સુઝુકી ઈન્ડિયા નો સૌથી સારો પ્રભાવ છે. આમાં પણ તેનું સૌથી પોપ્યુલર મોડલ મારુતિ સેલેરિયો છે. સેલેરિયો દેશમાં સૌથી વધારે માઈલેજ આપવા વાળી પેટ્રોલ કાર હોવાની સાથે સાથે સીએનજી કાર પણ છે. આ એક કિલોગ્રામ સીએનજીમાં 35.60 કિલોમીટરની માઇલેજ આપે છે.
2) Maruti Celerio CNG દિલ્હીમાં સીએનજી કાર નો ભાવ 75.61 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આ પ્રકારે ફેક્ટરી દ્વારા ફીટ કરવામાં આવેલી સીએનજી કીટ વાળી મારુતિ સેલેરીઓ ખરા અર્થમાં 75 રૂપિયામાં 35 કિલોમીટરની માઇલેજ આપે છે. આની કિંમત 6.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે
3) માઇલેજ માં કોઈના થી ઓછી નથી વેગન- આર સીએનજી (WagonR CNG):- મારુતિ સેલેરિયોની જેમ, કંપનીની બીજી ચેબેક કાર, મારુતિ વેગનઆર સીએનજી માઈલેજમાં કોઈથી ઓછી નથી. આ એક કિલોગ્રામ સીએનજીમાં 34.05 કિલોમીટર માઇલેજ આપે છે. આ કારની કિંમત 6.42 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
4) મારુતિ અલ્ટો સીએનજી આપે જબરજસ્ત માઇલેજ (Maruti Alto CNG):- દેશની સૌથી સસ્તી કાર મારુતિ અલ્ટો સીએનજી ની કિંમત વેરિએન્ટ 5.03 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ એક કિલોગ્રામ સીએનજીમાં 31.59 કિલોમીટરની જબરજસ્ત માઇલેજ આપે છે. આ 800cc ના એન્જિન સાથે આવે છે
5) 30 KM થી વધુ માઇલેજ મારુતિ S પ્રેસો સીએનજીનું (Maruti S-Presso CNG):- મારુતિની એક વધુ કાર મારુતિ એસ પ્રેસો સીએનજી છે, જે માઇલેજ માં જબરજસ્ત છે.એક કિલો ગ્રામ ગેસમાં 31.2ની માઇલેજ આપે છે. આની કિંમત 5.38 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
6) ટાટા ટેંગો સીએનજી પણ માઇલેજ માં દમદાર (Tata Tiango CNG):- ટાટા મોટર્સે આજ વર્ષે પોતાની સીએનજી કારો ઇન્ડિયન માર્કેટ માં લોન્ચ કરી છે. આમાંથી કંપનીની એક કાર ટાટા ટીઆગો સીએનજી માઇલેજ માં જબરજસ્ત છે. આ એક કિલોગ્રામ ગેસમાં 26 કિલોમીટરથી વધારે માઇલેજ આપે છે. તેની કિંમત 6.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી