મંગળસૂત્ર પતિ અને પત્ની બંને પર આવતા સંકટને રોકે છે… જાણો તેના આ નિયમ.

મિત્રો દરેક પરણિત સ્ત્રીના જીવનમાં મંગળસૂત્ર સૌથી વધારે મહત્વનું હોય છે. મંગળસૂત્ર એટલે માત્ર કાળા મોતીની માળા જ નહિ પરંતુ તે દરેક વૈવાહિક સ્ત્રીનો તેના જીવાન્નનો આધાર હોય છે. જેને મહિલાઓ પોતાના ગળામાં જ પહેરે છે. ધાર્મિક માન્યતાઓમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓના મંગળસૂત્ર પહેરવાથી પતિની રક્ષા થાય છે અને સાથે સાથે તેના પતિનું આયુષ્ય પણ વધે છે. પતિ અને પત્ની વચ્ચેના મધુર સંબંધની ખુબ જ મોટી એક નિશાની છે.

આમ જોઈએ તો મહિલાઓ માટે પણ મંગળસૂત્ર એક રક્ષા કવચની જેમ જ હોય છે. પરંતુ મિત્રો એટલું જ નહી મંગળસૂત્ર સાથે ઘણી બધી એવી વસ્તુઓ જોડાયેલી છે જેનો સીધો સંબંધ શુભતા સાથે છે. તો આજે આ લેખમાં અમે તમને મંગળસૂત્ર વિશે અમુક મહત્વની વાત જણાવશું. જેના વિશે લગભગ બધા જ લોકોને જાણ હોવી જોઈએ.

તમને જણાવીએ તો મંગળસૂત્રમાં રહેલો પીળો રંગનો દોરો અથવા સોનું બૃહસ્પતિની નિશાની હોય છે. તેને પહેરવાથી મહિલાઓનો બૃહસ્પતિ મજબુત બને છે.

મહિલાઓ અને તેના સૌભાગ્યને ખરાબ નજરથી બચાવે. મંગળસૂત્રની માળામાં કાળા રંગના મોતી હોય છે, જે મહિલાને અને તેના સૌભાગ્યને બુરી નજરથી બચાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કાળી વસ્તુ ખરાબ નજરથી આપણને બચાવે છે. કોઈ પણ વ્યક્તિની ખરાબ નજર આપણા પર નથી પડતી. જે મંગળસૂત્રમાં કાળા મોતી હોય છે જે પતિ અને પત્ની બંનેની રક્ષા કરે છે.

મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે, મંગળસૂત્રમાં જે પીળો ભાગ હોય છે તેને માતા પાર્વતી કહેવામાં આવે છે. અને કાળા ભાગને ભગવાન શિવજી કહેવામાં આવે છે. ભગવાન શિવજીની કૃપાથી મહિલા તેના પતિની રક્ષા હોય છે અને માતા પાર્વતીની કૃપાથી વૈવાહિક જીવન સુખમય બની રહે છે. મંગળસૂત્ર માટે લગભગ ઘણી મહિલાઓએ પોતાના જીવ આપી દીધા છે. આપણી હિંદુ સંસ્કૃતિમાં ઘણી મહિલાઓએ પોતાના સુહાગ માટે પોતાના જીવને ત્યાગી દીધો છે. એટલે કે મંગળસૂત્ર ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.

મંગળસૂત્ર પહેરવાના નિયમ અને તેની સાવધાની :

સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે મંગળસૂત્ર હંમેશા પોતાના દ્વારા ખરીદેલ હોય એ જ પહેરવું જોઈએ. હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે મંગળસૂત્ર અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં અઆવ્યું હોય તો તેણે ધારણ ન કરવું જોઈએ. કેમ કે તે અશુભ માનવામાં આવે છે. માટે હંમેશા ખુદ દ્વારા લીધેલ મંગળસૂત્ર પહેરવું જોઈએ.

મંગળસૂત્રને પહેરતા પહેલા માતા લક્ષ્મીને અવશ્ય અર્પિત કરવું જોઈએ. તેનાથી દાંપત્યજીવનમાં સુખ અને સમૃદ્ધી બંનેમાં વધારો થાય છે.

મિત્રો આ નિયમ ખુબ જ મહત્વનો અને જરૂરી છે. બને ત્યાં સુધી મંગળસૂત્રને ઉતારવું ન જોઈએ. જો જરૂરી ન હોય તો મંગળસૂત્ર ક્યારેય ન ઉતારવું. કેમ કે તે આપણા પતિની સૌથી મહત્વની નિશાની માનવામાં આવે છે. અને જ મંગળસૂત્ર ઉતારવામાં આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment