વિજ્ઞાન પણ માની ગયું અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાના ફાયદા.. ધાર્મિક અને શારીરિક દ્રષ્ટિએ પણ છે ફાયદાકારક

તમે કોઈપણ ધર્મમાં માનતા હો, ત્યાં તમે એક વાત ખાસ જોઈ હશે કે, આ બધા જ ધર્મના અનુયાયીઓ ઉપવાસ અને એકટાણાને વધુ મહત્વ આપે છે. વિવિધ વ્રત કરવા અથવા તો આ વાર રહેવા વગેરે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધા ધર્મમાં લોકો શા માટે ઉપવાસ કરવા પર આટલો ભાર આપે છે ? તો આજે અમે તમને જણાવીશું ઉપવાસ કરવાનું શું મહત્વ છે અને ઉપવાસ કરવાથી થતાં ફાયદાઓ વિશે.

બધા ધર્મોના મોટાભાગના લોકો ધાર્મિક લાભ માટે જ ઉપવાસ કરતાં હોય છે. પરંતુ ઉપવાસમાં શારીરિક દ્રષ્ટિએ પણ ઘણા લાભો છે.

ઉપવાસ કરવાથી થતાં લાભ વિશે જાણવા માટે ડો. યુરી નિકોલાયોવએ એક માનસિક રોગથી પીડિત દર્દી પર પ્રયોગ કર્યો હતો. જેમાં ડોક્ટર યુરીએ આ દર્દીને કોઈપણ દવા આપ્યા વિના સ્વસ્થ બનાવ્યો હતો. ડો. યુરીએ આવા હજારો દર્દીઓની સારવાર કરી રહ્યા. જેઓ ફોબિયા, સનક જેવા માનસિક રોગથી પીડાય છે. આ રોગોનો ઈલાજ પણ તેઓ કોઈપણ પ્રકારની મેડિસિન ઉપયોગ કર્યા વિના કરે છે. મિત્રો ઉપવાસમાં એવી શક્તિ રહેલી છે કે, જે શરીરને જાતે જ રોગોનો સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે. આ સિવાય રશિયન ડોક્ટરોએ પણ 10,000 થી પણ વધુ અસ્થમા રોગનાં દર્દીનો ઈલાજ માત્ર ઉપવાસ દ્વારા કર્યો છે.

ઇન્ટરનેશનલ સ્તર પર પોતાનું સ્થાન બનાવી ચૂકેલા ઇટલીના પ્રખ્યાત gerontology ના વૈજ્ઞાનિક ડો.વાલ્ટર લોન્ગોએ કેન્સરથી પીડાતા ઉંદર પર ઘણા પ્રયોગો કર્યા. નિષ્કર્ષ નિકળ્યું કે ઉપવાસ કરવાથી કેન્સર દૂર તો થતું નથી. પરંતુ કેન્સરને દૂર કરવા માટે કિમોથેરાપી નુકસાનકારક અસરોને ઘટાડી શકે છે. આમ અન્ય સંશોધન પરથી એવું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું છે કે કિમોથેરાપી વગર ઉપવાસ કરવો એ કેન્સર માટે અભિશાપ સાબિત થાય છે.

ઉપવાસ દરમિયાન તંદુરસ્ત કોષો એ નુકસાનકારક કોષો અથવા તો બીમાર કોષોને ખાય છે. જે એનર્જીને ભેગી કરે છે. જેના કારણે આપણું શરીર સ્વચ્છ તેમજ કેન્સર જેવા ભયંકર રોગથી બચી જાય છે. આ સિવાય પણ ઉપવાસ કરવાથી ઘણા ફાયદા થાય છે. ઉપવાસ મગજના વિકાસને સારો બનાવે છે, ઉપવાસ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, શરીરની ડાઇજેશન સિસ્ટમને પણ વેગ આપે છે,

આમ ભારતીય પરંપરા તો સદીઓ જૂની છે અને એ સિવાય તે આપણી આસ્થા સાથે સંકળાયેલી છે. કેટલાક લોકો તેમને અંધશ્રદ્ધા માને છે. જ્યારે ઘણા લોકો હજી પણ આ પરંપરાઓનું પાલન કરી રહ્યા છે. કેમ કે આ પરંપરાઓ આપણને ધાર્મિક, માર્મિક અને શારીરિક લાભો પણ કરાવે છે.

જો તમે આપણી પરંપરાઓનો અભ્યાસ કરો છો. તો તમે જોશો કે ઋષિ-મુનિઓ અને પૂર્વજોએ ઘણો ઊંડો અભ્યાસ કર્યો અને ઉપવાસ પર ગહન અધ્યયન કર્યું, ત્યાર પછી જ તેઓએ ઉપવાસ પર વધુ ભાર આપ્યો છે. અને એવું કહ્યું કે, ઉપવાસ એ માનવ શરીર માટે ઘણો લાભ કરે છે અને ઉપવાસ કરવાનો પ્રારંભ કર્યો. જો તમને એમ લાગતું હોય કે આ માત્ર પરંપરાઓ ભગવાનમાં વિશ્વાસ જ જગાડવા માટે છે, પરંતુ તેવું નથી. ઉપવાસ ઘણા રોગો અને સમસ્યાઓથી આપણાં શરીરને સુરક્ષિત રાખે છે. જેનું હવે વૈજ્ઞાનિકોએ પણ પ્રમાણપત્ર આપી દીધું છે. હિંદુ ધર્મમાં ધાર્મિક મહત્વ વ્રત રાખવું કે ઉપવાસ રાખવો ખુબ જ મહત્વપૂર્ણ કહ્યો છે. આથી ધાર્મિક અસ્થાને કારણે લોકો તેમની આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે જુદા-જુદા દેવી-દેવતાઓમાં વિશ્વાસ કરે છે. લોકો અઠવાડિયામાં એકવાર અથવા ખાસ પ્રસંગોએ તેમની શ્રદ્ધા માટે ઉપવાસ રાખે છે. ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે વ્રત કે ઉપવાસ રાખવાથી દેવીઓ પ્રસન્ન થાય છે. મુશ્કેલીઓને દૂર કરે છે અને આપણી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

આમ ઉપવાસ કરવાથી અનેક ફાયદા થાય છે. આથી અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો એ શારીરિક દ્રષ્ટિએ ખુબ જ સારું કહેવાય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. આયુર્વેદ મુજબ વ્રત રાખવાથી પાચનતંત્રને આરામ મળે છે. જે પાચકશક્તિને બરાબર રાખે છે. હાનિકારક તત્વો શરીરમાંથી બહાર નીકળી જાય છે,  જે શરીર અને આરોગ્યને સ્વસ્થ રાખે છે. માટે અઠવાડિયામાં બની શકે તો એક વાર ઉપવાસ અવશ્ય કરવો જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment