એપ્પલ કંપનીના લોગો શા માટે કપાયેલો છે…. જાણો તેની પાછળનું અદ્દભુત રહસ્યમય કારણ…

એપ્પલ કંપનીના લોગો શા માટે કપાયેલો છે….  જાણો તેની પાછળનું અદ્દભુત રહસ્યમય કારણ…

એપલ કંપનીનું નામ લેતા જ આપણા મનમાં સૌથી પહેલા કપાયેલા સફરજન વાળો લોગો દેખાય છે. આવું થવું સ્વાભાવિક છે કારણ કે દરેક બ્રાંડની ઓળખ તેનો લોગો જ હોય છે. કોઈ પણ કંપનીને ઓળખવા માટે ખાસ જરૂરી હોય છે લોગો. કોઈ પણ કંપની હોય તેનું આઇકોન લોગો હોય છે. અમેરિકી કંપની એપલની સ્થાપના 1 એપ્રિલ, 1976 માં સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોજ્નીયાક અને રોનાલ્ડ વેન દ્વારા થઇ હતી. શરૂઆતમાં તેઓનો હેતુ પર્સનલ કોમ્પ્યુટર બનાવવાનો હતો. વર્ષ 1977 માં કંપનીનું નામ એપલ ઇન્ક રાખવામાં આવ્યું. પરંતુ સમય અને સંશાધન સાથે સાથે એપલની ઓળખ પણ બદલાતી ગઈ.

તમને જાણીને નવાઈ લાગશે કે એપલ કંપનીનો પહેલો લોગો આઈઝેક ન્યુટનની તસ્વીર હતી. ન્યુટન સફરજનના ઝાડ નીચે બેઠો હોય તેવો ફોટો એપલ કંપનીનો લોગો હતો. આ લોગો રોનાલ્ડ વેન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાપનાના બે અઠવાડિયા બાદ જ રોનાલ્ડ કંપનીમાંથી અલગ થઇ ગયો. તેમ છતાં પણ સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોજ્નીયાકે એક વર્ષ સુધી તે જ લોગો રાખ્યો અને ત્યાર બાદ તેમણે લોગો બદલવાનું વિચાર્યું.

કંપની જ્યારે નવો લોગો શોધી રહી હતી ત્યારે તેના મનમાં એક કોમ્પ્યુટર વૈજ્ઞાનિક એલન ટ્યુરીંગનો ખ્યાલ આવ્યો અને અડધું કટ થયેલા સફરજનનો લોગો કંપનીએ એલન ટ્યુરીંગ ને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખ્યો. એલન ટ્યુરીંગ યુ, એસ, એ ના હતા અને ત્યારે ત્યાં હોમોસેક્સુયાલીટી એક અપરાધ ગણવામાં આવતો હતો અને એલન તેના કારણે અપરાધી જાહેર થયા હતા. તેનો ઈલાજ કરવા માટે તેમને કેમિકલ ટ્રીટમેન્ટ આપવાનું નક્કી કર્યું અને તેને એક સાઇનાઇડ ઇન્જેક્ટેડ સફરજન ખાવા માટે આપ્યું. જેનું એક બટકું ભરવા માત્રથી એલનનું મૃત્યુ થયું હતું. એલનની લાશ પાસેથી તે જેરીલું ખાધેલું સફરજન પણ બરામદ થયું હતું. મિત્રો એવું પણ કહેવાય છે કે સફરજન એક એવું ફળ છે જેની આકૃતિ જો થોડી કાપવામાં આવે તો પણ તમે તેને ઓળખી શકો છો. તેથી આ કારણોસર કંપનીએ ચાખેલા એપલને પોતાનો લોગો બનાવ્યો.

1977 માં રોબ જેનીફે ચાખેલા સફરજનનો લોગો તૈયાર કર્યો, જે સ્ટીવ જોબ્સને પહેલી જ નજરમાં પસંદ આવી ગયો. જ્યારે કંપનીનો લોગો બનાવ્યો ત્યારે તે ચાખેલા સફરજનનો રેન્બો રંગ હતો જે 1998 સુધી રહ્યો અને વર્ષ 1998 બાદ લોગોમાં રહેલા એપલનો રંગ સિલ્વર  કરી દેવામાં આવ્યો. મૈક કોમ્યુટર અને આઈફોનની મેટલ બોડી બનાવવા માટે તેનો રંગ ગ્રે કરી દેવામાં આવ્યો.

મિત્રો આ કંપનીનું નામ એપલ જ કેમ રાખવામાં આવ્યું તેની પાછળ પણ એક કારણ છે. તો ચાલો એ પણ જાણી લઈએ. સ્ટીવ જોબ્સને ઉત્તરી  કેલીફોર્નીયામાં સફરજનનો બગીચો હતો. જ્યાં તેમણે પોતાનો ઘણો સમય પસાર કર્યો હતો. સ્ટીવ સફરજનને એક મુક્કમલ ફળ માનતા હતા અને કંપનીના નામોના લીસ્ટમાં એપલ સૌથી ઉપર હતું. કાપેલા સફરજનને અંગ્રેજીમાં એપલ બાઈટ કહેવામાં આવે છે. બાઈટ કોમ્પ્યુટરમાં માપવાનો એક એકમ પણ હોય છે. તેથી એવું માનવામાં આવે છે કે આ કારણોસર સ્ટીવ જોબ્સે કંપનીનું નામ એપલ રાખવામાં આવ્યું.

તમને જણાવી દઈએ કે વર્ષ 2015 માં એપલ દુનિયાની સૌથી મોટી સુચના પ્રાધ્યાગિક કંપની બની હતી. એપલ કંપની અને તેનો લોગોએ એટલી સફળતા મેળવી કે આજે દુનિયામાં લગભગ લોકોને એપલનો આઈફોન કે લેપટોપ મેળવવાની ઈચ્છા હોય છે. તો અમુક લોકોનું તે સપનું હોય છે. એપલ પોતાની ગુણવત્તા અને ટેકનોલોજી માટે પ્રખ્યાત છે તેની કિંમત એટલી વધારે છે કે દરેક લોકો તેને ખરીદવા માટે સક્ષમ નથી હોતા.

તો મિત્રો તમારું શું કહેવું છે એપલનો ફોન ગમે કે એન્દ્રોઈડ ફોન ગમે ?  કોમેન્ટ કરીને ખાસ જણાવો.

Leave a Comment