મુકેશ અંબાણીથી લઈ અમિતાભ, સચિન જેવા દિગ્ગજો પીવે છે આ ડેરીનું દૂધ, ગાયો પીવે છે RO નું પાણી. 1 લીટરના ભાવ જાણીને હોંશ ઉડી જશે…

મિત્રો આજે અમે તમને એક એવા ડેરી ફાર્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને દેશની સૌથી હાઈટેક ડેરી કહેવામાં આવે છે. આ ડેરી ફાર્મનું નામ છે ભાગ્યલક્ષ્મી. આ ડેરી ફાર્મમાંથી દુધની સપ્લાઈ દેશના ઘણા મોટા સેલીબ્રીટીના ઘરે થાય છે. અમિતાભ બચ્ચન, હોય કે પછી મુકેશ અંબાણી, બધાના રસોડામાં આ ડેરી ફાર્મનું દૂધ જાય છે. ચાલો તો જાણી લઈએ આ ડેરી ફાર્મ વિશે એવી હકીકત જેની લગભગ સામાન્ય વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ક્યાં છે આ ડેરી ? : આ ડેરી મહારાષ્ટ્રના પુણેમાં ચાલી રહી છે. તેના ગ્રાહકમાં મોટી મોટી હસ્તીઓ સામેલ છે. અંબાણી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન, સચિન તેંદુલકર, અક્ષયકુમાર, ઋતિક રોશન, જેવા સેલેબ્સના ઘરમાં આ ડેરીથી જ દૂધ જાય છે.કોણ છે ડેરીના માલિક ? : આ ડેરી ફાર્મના માલિકનું નામ દેવેન્દ્ર શાહ છે. કાપડના બિઝનેસ પછી તેમણે ડેરીનો કારોબાર શરૂ કર્યો. તેમણે પ્રાઈડ ઓફ કાઉ પ્રોડક્ટની શરૂઆત કરી હતી. આજે મુંબઈ અને પુણેમાં ‘ભાગ્યલક્ષ્મી’ ના લગભગ 25 હજારથી વધુ ગ્રાહક છે. આ ફાર્મ 26 એકડમાં ફેલાયેલ છે.

RO નું પાણી પીવે છે ગાય :

અહી ગાય માટે પાથરવામાં આવેલ રબર મેટ દિવસમાં 3 વખત સાફ કરવામાં આવે છે. ગાય માત્ર RO નું પાણી પીવે છે. ફાર્મમાં 24 કલાક મ્યુઝિક ચાલે છે. ખોરાકમાં તેને સોયાબીન, અલ્ફા ઘાસ, અને મૌસમી શાકભાજી આપવામાં આવે છે.કેટલાનું દૂધ છે : કહેવામાં આવે છે કે આ સમયે આ ડેરીના એક લીટર દુધની કિંમત 152 રૂપિયા છે. દૂધ કાઢતા પહેલા દરેક ગાયનું વજન અને ટેમ્પરેચર તપાસ કરવામાં આવે છે. જો ગાય બીમાર છે તો તેને તરત જ હોસ્પિટલ મોકલવામાં આવે છે. દૂધ પાઈપ દ્વારા સાઈલોજમાં અને પછી પોશ્ચ્રારાઈજ થઈને બોટલમાં બંધ કરવામાં આવે છે. એક વખતમાં 50 ગાયનું દૂધ કાઢવામાં આવે છે.

હોલસ્ટીન ફ્રેશીયાન પ્રજાતિ :

આ ડેરીમાં લગભગ 2000 થી વધુ હોલસ્ટીન ફ્રેશીયાન પ્રજાતિ ની ગાયો છે. આ બ્રીડ સ્વીટજરલેન્ડથી લાવવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે, આ ગાય એક દિવસમાં લગભગ 25 થી 28 લીટર દૂધ આપે છે. તેની કિંમત 90 હજારથી દોઢ લાખ રૂપિયા જણાવવામાં આવી રહ્યા છે.દરરોજ થાય છે સપ્લાઈ : પુણેથી દરરોજ મુંબઈ માટે દૂધ સપ્લાઈ કરવામાં આવે છે. ડિલીવરી વાન સવારે 5:30 થી 7:30 ની વચ્ચે દુધને ગ્રાહક સુધી પહોંચાડી દે છે. ‘પ્રાઈડ ઓફ કાઉ’ ના દરેક ગ્રાહકનું આ એક લોગીન આઈડી છે. જેના પર તે ઓર્ડર ચેન્જ અથવા બદલી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “મુકેશ અંબાણીથી લઈ અમિતાભ, સચિન જેવા દિગ્ગજો પીવે છે આ ડેરીનું દૂધ, ગાયો પીવે છે RO નું પાણી. 1 લીટરના ભાવ જાણીને હોંશ ઉડી જશે…”

  1. Pride for Bharat. Well done. Feel sorry for those HU prefer the Bhens Milk. Bharat is the country HU should Shuddh Gai Dudh and not any other direction.
    Lets hope there are more Cow Milk Farms set up.
    Look at Europe and UK, only cow milk is distributed. ?!?!
    India, do not stay poor, have pride and loyal.

    Reply

Leave a Comment