મિત્રો આપણે આમ જોઈએ તો આજકાલ સ્ત્રી હોય કે પુરુષ હોય, બંને એકબીજા પ્રત્યે ખુબ જ આકર્ષણ ધરાવે છે. લગ્ન પહેલા છોકરો કે છોકરી વિજાતીય લિંગ માટે આકર્ષણ ધરાવે તે એક સામાન્ય વાત છે. પરંતુ આજકાલ લોકો લગ્ન બાદ પણ સ્ત્રી અને પુરુષ અલગ અલગ વ્યક્તિ સાથે અફેર રાખતા હોય છે. આ દુષણ આજે સમાજમાં ખુબ જ ફેલાઈ રહ્યું છે. જેના કારણે હજારો અને લાખો ઘરો રોજ તૂટી જાય છે, હસતા ખેલતા પરિવારો છુટા પડી જાય છે.
પરંતુ મિત્રો પ્રશ્ન અહીં એ છે કે શા માટે સ્ત્રી અને પુરુષ લગ્ન બાદ પણ અફેર કરવા ઇચ્છતા હોય છે ? તો આજે મિત્રો અમે તમને અમુક એવા કારણો જણાવશું જેના કારણે આજે સમાજમાં લગ્ન બાદ પણ અવૈધ સંબંધો લોકો બનાવે છે. તેની પાછળનું સાચું કારણ અને લોકો અફેર પછી પણ નવા નવા સંબંધો શા માટે બનાવે તેના વિશે આજે અમે તમને વિસ્તારથી જણાવશું.
મિત્રો લગ્ન બાદ કરવામાં અફેરને Extra Marital Affairs (એકસ્ટ્રા મટીરીયલ અફેર) કહેવામાં આવે છે. કેમ કે આજે દરેક લોકો એવું જ માને છે કે તે પોતાના સાથી સાથે સુખી નથી અથવા તો બંને વચ્ચે બરાબર સંબંધો નથી. પરંતુ આ ભ્રમમાં લોકો પોતાના જીવનને પણ બરબાદ કરી નાખે છે. જેની પાછળ ઘણા બધા રહસ્યો છે. પરંતુ મિત્રો લગ્ન બાદ પણ અફેર કરવા તે એક સામાજિક દ્રષ્ટીએ જોઈએ તો ગેરકાયદેસર માનવામાં આવે છે. આપણા હિંદુ સમાજમાં આ અફેર જેવા ગેરકાયદેસર સંબંધો ક્યારેય પણ સ્થાન આપવામાં આવતું નથી. પરંતુ છતાં આજે લોકો પોતાના સંબંધોને છુપાવીને પણ અલગ અલગ વ્યક્તિ સાથે અવૈધ સંબંધો બાંધે છે. જેને Extra Marital Affair કહેવામાં આવે છે. પરંતુ ચાલો આપણે જાણીએ કે શા માટે લોકો એકસ્ટ્રા મટીરીયલ અફેર કરે છે તેના કારણો. માટે આ લખેને અંત સુધી વાંચો.
એકસ્ટ્રા મટીરીયલ અફેર થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. જે સાથે પોતાના પાર્ટનર સાથે શારીરિક અને માનસિક બંને રીતે વ્યવસ્થિત જોડાઈ ન શકે, એટલે કે એકબીજા સામેના પાત્રથી સંતોષ ન પામતા હોય તેવા સ્ત્રી અને પુરુષ લગ્ન જીવન બાદ પણ અફેર કરતા હોય છે. કેમ કે શારીરિક અને માનસિક બંને રીતે જો સામેના સાથે બરોબર સંતોષ મળે તો ક્યારેય પણ તમારું સાથે બીજા કોઈ સાથે અફેર કે અવૈધ સંબંધો નથી રાખતું. એટલા માટે હંમેશા તમારા સાથેને માનસિક અને શારીરિક બંને સુખ આપવું જોઈએ. સ્ત્રીએ પણ પૂરો સહકાર આપવો જોઈએ અને પુરુષે પણ આપવો જોઈએ.
ઘણી વાર લગ્ન બાદ પણ સ્ત્રી અને પુરુષ બીજા વ્યક્તિ પ્રત્યે ખુબ જ વધારે આકર્ષણ ધરાવતા હોય છે. જે લોકો પોતાના લગ્નજીવનથી બહુ ખુશ ન હોય તેવા વ્યક્તિ બીજા પાત્ર પ્રત્યે ખુબ જ આકર્ષણ ધરાવતા હોય છે. જેના કારણે ઘણી વાર બહારના પાત્ર સાથે ઈમોશનલ અને શારીરિક સંબંધોનું નિર્માણ થાય છે. માણસ વિજાતીય પાત્ર સાથે ઘણી વાર ઘર કરતા બીજા લોકો સાથે વધારે નજીકતા ધરાવતો હોય છે. જેના કારણે આકર્ષણ ઉત્પન્ન થતું હોય છે અને એકસ્ટ્રા મટીરીયલ અફેર જેવા સંબંધોનું નિર્માણ થાય છે. જે ખરેખર એક શરમજનક બાબત છે.
ઘણી વાર અમુક પાત્ર પણ એવા હોય છે. જે રોજ અલગ અલગ વ્યક્તિ સાથે નવા સંબંધો રાખવા ઇચ્છતું હોય. તે એક પાત્રમાં ક્યારેય સંતોષ ન મેળવી શકતું હોય. જો કે આ કારણ આજે સમાજમાં ખુબ જ વધી રહ્યું છે. આવા વ્યક્તિઓ પોતાના આનંદ માટે જ એકસ્ટ્રા મટીરીયલ અફેર જેવા સંબંધો બાંધે છે.
આજકાલ લોકો પોતાને ખુબ જ સ્માર્ત અને હોંશિયાર સમજી રહ્યા છે. તો આજે સ્ત્રી અને પુરુષ પોતાને કંઈક અલગ સાબિત કરવા માંગે છે. કોઈને કોઈ મુકામ પર પહોંચવા માંગે છે. તો આવા લોકો પોતાને હોંશિયાર સમજીને લગ્ન બાદ પણ પોતાની હવસને શાંત કરવા માટે એકસ્ટ્રા મટીરીયલ અફેર કરતા હોય છે. સ્ત્રી અને પુરુષ બંને આ બાબતમાં ખુબ જ સક્રિય આજે જોવા મળે છે. જેના કારણે ઘણા પરિવારો વિખરાય ગયા છે.
માણસની એવી ફિતરત હોય છે કે તે રોજ નવા નવા સાથી સાથે સંબંધો બનાવે. બધા જ વ્યક્તિને અલગ અલગ સાથી સાથે અંગત સંબંધો બનાવવા પસંદ હોય છે. આ એક વાતે જોવા જઈએ તો દુર્વિચાર કહેવાય છે. ભ્રષ્ટ બુદ્ધિ વાળા લોકો રોજ રોજ નવા સંબંધો બનાવાવની કોશિશ કરતા જ હોય છે.
જે વ્યક્તિ પોતાની જવાબદારી નિભાવવા માટે સક્ષમ ન હોય અથવા તો પોતાની જવાબદારીની તેને કોઈ પરવાહ ન હોય તેવા લોકો મોટાભાગે એકસ્ટ્રા મટીરીયલ અફેર કરતા નજર આવે છે. જે વ્યક્તિ લગ્નજીવન બાદ પણ પોતાની જવાબદારીને નજરઅંદાજ કરતા હોય છે તેવા લોકો એકસ્ટ્રા મટીરીયલ અફેર કરતા હોય છે. જેના કારણે તેના જીવનમાં ખુબ જ મોટા નુકશાનો પણ આવતા હોય છે પરંતુ છતાં પણ લોકો આજે આ સમસ્યામાં ખુબ જ ઉલ્જાય જાય છે.
તો મિત્રો એકસ્ટ્રા મટીરીયલ અફેરના કારણે આજે લાખો અને કરોડો પરિવારો વિખાય ગયા છે. માટે આ એક આપણા સમાજમાં દુષણ કહેવાય. માટે બને ત્યાં સુધી આવા સંબંધોથી દુર રહો અને પરિવાર સાથે ખુશી ખુશી જિંદગીને માણો.
તો મિત્ર લગ્ન બાદ અફેર કરતા લોકોને શું સજા આપવી જોઈએ તે કોમેન્ટ બોક્સમાં ફરજીયાત કોમેન્ટ કરો.. (પ્લીઝ અફેર વિશે અને તેની સજા વિષે તમારો અભિપ્રાય આપો)