જાણો કાશ્મીરી સ્ત્રીઓ સુંદર જ કેમ હોય છે? આ છે તેની સુંદરતાનું ચોકાવનારું રાજ.

મિત્રો આપણા ભારતમાં આવેલા કાશ્મીરને ભારતનું મસ્તક કહેવામાં આવે છે. તેની સાથે સાથે ધરતી પરનું સ્વર્ગ પણ કાશ્મીરને કહેવામાં આવે છે. કેમ કે કાશ્મીર એ ભારતનો એક એવો સુંદર હિસ્સો છે જેના માટે લાખો લોકોએ કુરબાની આપી છે. પરંતુ કાશ્મીરની ખુબસુરત ઘાટીઓ હંમેશા લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. જે લોકો એક વાર કાશ્મીરની ખુબસુરતીને નિહાળી છે તે કાશ્મીરનો દીવાનો બની જાય છે. મિત્રો આમ તો કાશ્મીરની દરેક વાત નિરાળી છે પરંતુ કાશ્મીરની મહિલાઓની સુંદરતા કંઈક અલગ છે. મિત્રો કાશ્મીરી મહિલાઓની સુંદરતા જોઇને કોઈ પણ વ્યક્તિ તેના પર મોહિત થઇ જાય છે. પરંતુ દુનિયાની સૌથી ખુબસુરત મહિલાઓમાં કાશ્મીરી મહિલાઓનો સમાવેશ થાય છે. તો આજે અમે તમને જણાવશું કે શા માટે કાશ્મીરી મહિલા આટલી બધી સુંદર હોય છે. તેની પાછળનું સાચું કારણ શું છે એ આજે અમે તમને આ લેખમાં જણાવશું. તો ચાલો જાણીએ કાશ્મીરી મહિલાઓની સુંદરતા પાછળનું રહસ્ય.

સૌથી પહેલું કારણ છે ત્યાંનું વાતાવરણ. કાશ્મીરી મહિલા દેખાવે ખુબ જ સુંદર હોય છે. તેની કાયા એકદમ દાગ રહિત હોય છે અને આકર્ષક પણ હોય છે. તો તેની પાછળનું મુખ્ય કારણ છે કાશ્મીરનું વાતાવરણ. કાશ્મીરના વાતાવરણનું ત્યાંના લોકોને સુંદર બનાવવા માટેનું મોટું યોગદાન છે. કેમ કે કાશ્મીરનું વાતાવરણ આખું વર્ષ ખુબ જ સારું હોય છે. ત્યાંના વાતાવરણમાં આખું વર્ષ ઠંડીનો માહોલ જોવા મળે છે. જેના કારણે ત્યાંના લોકો બીજા રાજ્યના લોકો કરતા ખુબ જ સુંદર અને ગોરા હોય છે. જે દેખાવે પણ આકર્ષક હોય છે. ત્યાર બાદ છે કેસર. કાશ્મીરમાં સારી ક્વોલિટી વાળા કેસરનું ઉત્પાદન ખુબ જ થાય છે. સ્પેન પછી કાશ્મીરમાં કેસરની સૌથી ક્વોલિટી જોવા મળે છે. કેસર માત્ર ત્વચાનો ગ્લો નથી વધારતું, પરંતુ તે ત્વચાની રંગતમાં પણ સુધારો લાવે છે. જાણવામાં આવી રહ્યું છે કે, કાશ્મીરની છોકરીઓ કેસર અને ચંદનના પાવડરને દુધમાં મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરે છે અને તેને પોતાના ચહેરા પર લગાવે છે. જેના કારણે પણ કાશ્મીરી મહિલાઓ સુંદર હોય છે. કેમ કે કેસર ત્યાં ઓછા ભાવે પણ મળી રહે.

ત્યાર બાદ આવે છે અખરોટ. મિત્રો અખરોટમાં ઓમેગા-6, ઓમેગા-9, ઓમેગા-3 અને ઘણા પ્રકારના ફેટી એસીડ્સ રહેલા હોય છે. જે કોઈ પણ વ્યક્તિને સેહદમંદ બનાવી શકે છે. સાથે સાથે તેને ખુબસુરતી પણ પ્રદાન કરે છે. તો મિત્રો કાશ્મીરમાં ખુબ જ માત્રામાં અખરોટ મળી આવે છે. ત્યાંના લોકો ખાવાપીવાની વસ્તુમાં પણ અખરોટનો ઉપયોગ કરે છે. પરંતુ કાશ્મીરની મહિલાઓ અખરોટના તેલનો ઉપયોગ પોતાના વાળમાં લાગવવા માટે કરે છે. જેનાથી તેના વાળની સુંદરતા પણ અકબંધ હોય છે.

બદામ. મોટાભાગની કાશ્મીરી મહિલાઓ પોતાની ખુબસુરતી વધારવા માટે બદામનો ઉપયોગ કરે છે. બદામ ખાવાથી પણ ખુબસુરતી વધે છે. તેના માટે 8 થી 9 બદામ આખી રાત પાણીમાં પલાળેલી રાખો અને સવારે તેને દુધમાં નાખીને એક પેસ્ટ બનાવી લેવાની. ત્યાર બાદ તેને સ્ક્રબ કરવાનું. તેનાથી ચહેરાના ડેડ સેલ્સ હશે તે સંપૂર્ણ ખત્મ થઇ જશે અને આખો ચહેરો ચમકી ઉઠે છે. માટે બદામને ચહેરા પર લગાવીને અને ખાઈને પણ તમે ગોરા બની શકો છો. મિત્રો કાશ્મીરી લોકો દુધનો પણ ઉપયોગ ખુબ જ કરે છે. કાશ્મીરી લોકો ખાવા પીવા સિવાય પણ દુધનો ઉપયોગ ઘણી જગ્યાએ કરે છે. કાશ્મીરની છોકરીઓ અને મહિલાઓ મિલ્ક ક્રીમ અને મલાઈનો ઉપયોગ કરીને પણ ખુબસુરતી વધારે છે. કાશ્મીરમાં વધારે ઠંડી પડવાના કારણે ત્વચા કોરી પડી જાય છે. માટે તે મિલ્ક ક્રીમ અને મલાઈનો ઉપયોગ ચહેરા પર લગાવે છે.

પરંતુ મિત્રો કાશ્મીરી મહિલાઓને સુંદરતા પ્રકૃતિ દ્વારા પણ પ્રદાન કરવામાં આવી તેવું પણ કહેવાય છે. જે ક્ષેત્ર પ્રમાણે અલગ અલગ જગ્યા અનુસાર મહિલાઓની સુંદરતા હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment