અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
👩🍳 હોટેલ્સ અને રેસ્ટોરન્ટ…. 👩🍳
💁 કોઈ પણ બિઝનેસ હોય કે સર્વિસ ડીપાર્ટમેન્ટ દરેક પૈસા કમાવવાના ધંધામાં ગ્રાહકને મુર્ખ બનાવવામાં આવે છે અને ખુબ જ સરળતાથી ગ્રાહક બની પણ જાય છે. એવા ઘણા લોકો હોય છે જે વધારે પૈસા કમાવવા માટે પોતાના ગ્રાહકને ઠગવા અને મુર્ખ બનાવવામાં વિશ્વાસ રાખતા હોય છે. નબળો અને નકલી માલ વહેંચવો, જરૂરથી વધારે ચાર્જ લેવો, એડવાન્સ લીધા પછી સર્વિસ બરાબર ન આપવી. આ રીતે ઘણા બધા પેંતરાઓ થી ગ્રાહકોને છેતરવામાં આવે છે. અને પોતે પૈસા વધારે કમાય છે.
💁 👩🍳 હોટેલના બનતું જમવાનું કંઈ રીતે બનતું હોય, વધેલા વાસી ભોજનનું તે લોકો શું કરતા હોય છે, બીલમાં વધારાના ટેક્સ લગાવતા હોય, હોટેલમાં સાફ દેખાતા રૂમ ખરેખર સાફ હોય છે ?, એવું પણ બનતું હોય છે કે હોટેલના બંધ રૂમમાં આપણી પર્સનલ એક્ટીવીટી પર નજર રાખવામાં આવતી હોય. અને એવી ઘણી બધી વાતો હોય છે જે ગ્રાહકની સામે નથી આવતી.
👩🍳 તો ચાલો જાણીએ આપણે હોટેલો અને રેસ્ટોરન્ટના ઘણા એવા એવા રાજો જે ત્યાં કામ કરતા લોકોને જ ખબર હોય છે.
🥣 1 સૂપ સ્ટોક : 🥣
🥣 મોટા ભાગે સારું જમવાની શરૂઆત વ્યક્તિ સૂપ દ્વારા કરે છે. સાથે જો વેજીટેબલ સૂપ હોય તો સોને પે સુહાગા. જોકે દરેક વ્યક્તિ પોતાની હેલ્થ પ્રત્યે ખુબ પોઝીટીવ રહેવા માંગતા હોય છે. તેના માટે તે ચાહતા હોય છે કે સ્વાસ્થ્ય વર્ધક અને પ્યોર વેજીટેબલ સૂપ મળે. પરંતુ શું તમે જાણો છો જે સૂપ આપણે પીએ છીએ તે ખરેખર વેજીટેબલ સૂપ છે. હોટેલ ઇન્ડસ્ટ્રીઝના ઘણા મહાનુભાવોએ એવો ખુલાસો કર્યો છે કે જે વેજ અને નોન વેજ સૂપ સ્ટોક હોટેલો દ્વારા બનાવવામાં આવે છે તે તેની રેસીપી એક જ હોય છે. વેજ સૂપ બનાવવા માટે વેજીટેબલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી ઘણા બધા એક્ઝોટીવ વેજીટેબલ પણ હોય છે. તે ખુબ જ મોંઘા હોય છે. હોટેલ્સ તેમાં પૈસા બચાવવા માટે સૂપમાં વેજીટેબલમાં વેજીતેબલની જગ્યા પર પ્રાણીઓના માંસના વધેલા ટુકડાનો ઉપયોગ કરતા હોય છે. કેમ કે નોન વેજ સૂપમાં પણ તેનો જ ઉપયોગ કરવામાં આવે છે.
🥣 તેવી જ રીતે દાલ મખની પણ નોન વેજની રેસીપીથી જ તૈયાર કરવામાં આવે છે. જો પ્યોર દાલમખની બનાવવામાં આવે તો તેમાં ચિકાસ વધી જાય છે. અને નોન વેજ સૂપનો ઉપયોગ દાલમખની બનાવવામાં કરવામાં આવે છે.
🍷 ફાઈવસ્ટાર હોટેલમાં જઈએ તો ત્યાં આપણા સ્વાગતમાં કોલ્ડ્રીંક આપવામાં આવે છે. અને તે પણ સાફ કરેલા ગ્લાસમાં નહિ પરંતુ તે ગ્લાસ ધોયેલા પણ નથી હોતા અને માત્ર કોરા કપડા દ્વારા સાફ કરીને તેમાં જ્યુસ અથવા કોલ્ડ્રીંક આપી દેવામાં આવે છે. તે ગ્લાસને સાબુ વગર માત્ર પાણીથી સાફ કરીને મૂકી દેવામાં આવે છે. અને જો આપણે કોઈ બીમાર વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલો ગ્લાસ ફરી કોઈ વ્યક્તિને આપવામાં આવે તો તેના બેક્ટેરિયા તે વ્યક્તિની અંદર જાય છે. આ ખુબ જ ગંભીર મુદ્દો છે.
🧖♀️ ૩ ટોવેલ્સ : 🧖♀️
🧖♀️👩🍳 હોટેલ્સમાં આપણને જે રૂમાલ આપવામાં આવે છે તે જ રૂમાલ દ્વારા હોટેલ સ્ટાફ વોશરૂમની સાફસફાઈ કરતા હોય છે. ત્યાર પછી તેને ધોઈને પાછા રૂમમાં પહોંચાડી દેવામાં આવતા હોય છે.
👩🍳 હવે હવે આપણે વાત કરીએ ફાઈવસ્ટાર હોટેલ્સના કિચનની.
👩🍳 કિચનમાં અલગ અલગ કલરના કટિંગ બોર્ડ હોય છે. જેમ વેજીટેબલ માંસ માછલી વગેરેને કાપવામાં આવે છે. સફેદ કટિંગ બોર્ડ પર બ્રેડ કેક જેવી વસ્તુ કાપવામાં આવતું હોય છે દરેક કટિંગ બોર્ડ પર લીલા શાકભાજી જેમ કે ડુંગળી, બટેટા, ટમેટા અને ઘણા બધા શાકભાજી કાપવામાં આવે છે. અને લાલ બોર્ડ પર માંસ માછલી કાપવામાં આવે છે. પરંતુ ઘણી હોટેલોમાં તે બોર્ડ માત્ર દેખાવના જ હોય છે. અને બધા કામ એક જ બોર્ડ પર કરવામાં આવતા હોય છે. તેમાં વધેલું ખાવાનું પણ ભરીને નાખવામાં આવે છે.
🍱 એઠું (જુઠું) ખાવાનું : 🍱
🍱 જ્યારે આપણે કોઈ હોટેલ્સ અથવા રેસ્ટોરન્ટ જઈએ અને ત્યાં જઈએ ખાવાનું ઓર્ડર કરીએ ત્યારે જ્યાં સુધીમાં તે આપણી પાસે પહોંચે ત્યાં સુધીમાં વેઈટરથી લઈને શેફ સુધી બધા એઠું કરી નાખે છે. આપણી પાસે જમવાનું પહોંચે તે પહેલા ત્રણથી ચાર વાર ચાખી લેવામાં આવે છે. આ વાત હોટેલના મેનેજરને પણ ખબર હોય છે પરંતુ આ હરકત પર રોક લગાવ્યા પછી પણ આ કામ થતું જ હોય છે.
🍮 👩🍳 આપણે કોઈ હોટેલમાં ખુબ જ મોટી પાર્ટી રાખી હોય અને તેમાં ભાવ એક પ્લેટ પર નક્કી કરવામાં આવી હોય. ફાઈવસ્ટાર હોટેલમાં એક પ્લેટની કિંમત ઓછામાં ઓછી 800 થી લઈને 1500 રૂપિયા જેટલી હોય છે. ત્યાં પણ આપણે હોટેલના સ્ટાફના ગોટાળાનો સામનો કરવો પડતો હોય છે. જેટલી પ્લેટ આપણે નક્કી કરીએ છીએ તેમાં પણ આપણને 15 % પ્લેટનો ગોટાળો કરી નાખતા હોય છે. તેમાં થાય છે એવું કે આપણે ત્યાં કંઈ પણ ગણાતા નથી હોતા કે કેટલા મહેમાન આવ્યા અને કેટલી પ્લેટ થઇ. ખુબ જ આસાનીથી મેનેજર તેમાં ગોટાળો કરી નાખે છે. પછી આપણા વધી ગયેલા બીલની રકમ વસુલી છે.
📜 બિલીંગમાં ગોટાળો : 📜
📜 ઘણી બધી હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે બીલ પે કરીએ છીએ ત્યારે બીલમાં જે સાચી કિંમત રહેલી હોય છે તેમાં ટેક્સના નામે એક એક્સ્ટ્રા ચાર્જ જોડી દેવામાં આવે છે. કોઈ સમજદાર વ્યક્તિ દ્વારા આ મુદ્દો પકડાય જાય તો હોટેલનો સ્ટાફ સોરી બોલીને પોતાની ભૂલ માંથી છટકી જાય છે. અને વાત ત્યાં જ અટકી જાય છે.
📜 આ માત્ર ભારતની જ હોટેલોની વાત નથી પરંતુ આખા વિશ્વની ઘણી બધી ફાઈવસ્ટાર હોટેલોમાં આવું થાય છે. અને તે વાતની કોઈને પણ ખબર નથી હોતી. હવે જ્યારે પણ કોઈ હોટેલમાં જવાનું થાય ત્યારે આવી બધી બાબતો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આપણે છેતરાતા બચી જઈએ છીએ.
👉 👩🍳 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ