પુરુષો આ વસ્તુઓ મહિલાઓને ક્યારેય પણ નથી જણાવતા….. જાણો તે રોચક સિક્રેટ… જે પુરુષો માટે છે સૌથી ખાસ

પુરુષો આ વસ્તુઓ મહિલાઓને ક્યારેય પણ નથી જણાવતા….. જાણો તે રોચક સિક્રેટ….

મિત્રો સ્ત્રી અને પુરુષ ભગવાને રચેલી એક ખુબ જ અદ્દભુત રચના છે. પરંતુ બંને પોતપોતાની રીતે એક અલગ અલગ વિશેષતાઓ અને નબળાઈઓ ધરાવતા હોય છે. બંનેની અલગ પ્રકૃતિ અને અલગ સ્વભાવના કારણે જ સ્ત્રી અને પુરુષ બંનેને એક બીજાને સમજવામાં સમય જતો હોય છે. મિત્રો આપને ઘણી વાર જોતા હોઈએ છીએ કે સ્ત્રીઓ પોતાની દરેક વાત પોતાના પતિ અથવા ઘરના કોઈ સભ્યને કહી જ દેતી હોય છે. તે પોતાનું નાનું દુઃખ હોય તો પણ બીજાને કહીને થોડું ઓછું કરતી હોય છે.

તો મિત્રો તેવી જ રીતે દરેક પુરુષો પણ આવી જ રીતે અમુક વાતોથી દુઃખોનો સામનો કરતા હોય છે. પરંતુ પુરુષોને ખુબ જ ઓછા જોયા હશે તમે કે એ બીજા કોઈને પોતાના દુઃખ સંભળાવતો હોય ? પુરુષો પણ અમુક વાતોથી ખુબ જ દુઃખી રહેતા હોય છે પરંતુ તે ક્યારેય પણ આ વાતો કોઈ સ્ત્રીને નથી જણાવતા. આ વાતોને તે હંમેશા મનમાં જ રાખતા હોય છે. તો પુરુષનું આવું કરવા પાછળનું સાચું કારણ શું હોય શકે તે આજે અમે તમને જણાવશું. અને ખાસ વાત કે પુરુષો એવું તો કંઈ વાત છે જે મહિલાને ક્યારેય કહેતો નથી એના વિષે આજે અમે તમને જણાવશું. તો ચાલો જાણીએ કંઈ વાતો છે જે પુરુષો સ્ત્રીઓને ક્યારેય નથી કહેતા.

મિત્રો તમે સ્ત્રીઓને તો અવારનવાર રડતા જોઈ હશે, પરંતુ પુરુષોને ખુબ જ ઓછા અને  ભાગ્યે જ રડતા જોયા હોય એવું બને. પરંતુ લોકો એવું સમજતા હોય છે કે સ્ત્રીઓ પુરુષો કરતા વધારે ભાવનાત્મક હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે પુરુષો ખરેખર સ્ત્રીઓ કરતા પણ વધારે ભાવનાત્મક હોય છે. તેમને પણ રડવું ખુબ જ આવતું હોય છે પરંતુ તે કોઈની સામે રડી શકતા ન હોય. એટલા માટે ઘણી વાર તે પોતાનો રડવાનો ભાવ હોવા છતાં રડી ન શકતા હોય. અને આ વાત એક પુરુષ ક્યારેય પણ કોઈ સ્ત્રીને કહેતો નથી. આ વાત તે હંમેશા મનમાં જ રાખે છે. પરંતુ તે ક્યારેય કોઈને જણાવતો ન હોય.

આજના મોર્ડન સમયમાં છોકરા અને છોકરીઓ મિત્ર પણ હોય છે. પરંતુ તેમ છતાં પણ સમાજ દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે છોકરો હંમેશા છોકરીને પામવાની એટલે કે શારીરિક સંબંધ બનાવવાની રાહમાં હોય છે. પરંતુ બધા છોકરાઓ એવું નથી વિચારતા હોતા. ઘણી વાર એક પુરુષ સ્ત્રી સાથેના મિત્રતાના સંબંધ ન ખરાબ થાય તેના માટે તે પ્રેમ કરતો હોય તો પણ સ્ત્રીને ન કહે. સાચો પ્રેમ કરવા છતાં પણ સારા મિત્રતાના સંબંધોને ટકાવી રાખવા માટે તે પ્રેમને છોડવાનો રસ્તો અપનાવે છે. પરંતુ આ વાત તે ક્યારેય પણ કોઇપણ સ્ત્રીને કહેતો નથી. પુરુષ ઘણી વાર સામેની વ્યક્તિ સાથેના સંબંધોને સારા રાખવા માટે પોતાની લાગણીનું ખનન કરી નાખતા હોય છે.

મિત્રો પુરુષો હંમેશા એવું જ ઈચ્છતા હોય છે કે જ્યારે એ દુઃખી હોય, ત્યારે કોઈ તેમને આશ્વાસન આપે. કોઈ તેનું માથું પોતાના ખોળામાં રાખે, કોઈના ખભા પર માથું રાખે, તેમજ જ્યારે તેઓ ઉદાસ હોય ત્યારે ખુબ જ દુઃખી પણ થઇ જતા હોય છે. ત્યારે તેના દુઃખને સાંભળનાર અને કોઈ સાથ આપનાર મળે એવું પણ ઈચ્છતો હોય છે. જો તેને કોઈ પોતાના દુઃખ રડવા માટે ખભો આપે તો એ રડી પણ લે, ઘણી વાર પોતાના દર્દમાં એટલો ડૂબી જતો હોય છે કે પોતાની માતાને યાદ પણ કરતો હોય છે. પરંતુ આ બાબત ક્યારેય કોઈ પુરુષ બહાર દેખાવા નથી દેતો. તે પોતાની લાગણીઓને કંટ્રોલમાં કરીને એકલા જ દુઃખને સહન કરી લે છે.

પુરુષોને ઘણી બધી જવાબદારીઓ માથે હોય છે. તે હંમેશા બહાર પોતાના કામના ટેન્શનમાં રહેતા જોવા મળતા હોય છે. પરંતુ મોટાભાગના પુરુષો પોતાના બીઝનેસ કે નોકરીના કોઈ ટેન્શનને સ્ત્રીઓ સાથે શેર નથી કરતા હોતા. તે હંમેશા એવું જ ઈચ્છતા હોય છે કે તેની પત્ની અથવા ગર્લફ્રેન્ડ તેને પ્રેમ કરે અને એ વાત પર નિર્ણય લાવે. પરંતુ પુરુષ આ બાબતને મોટાભાગે કહેવાનું ટાળતા હોય છે. કેમ કે તે બહારનું ટેન્શન ઘરમાં લાવવા માંગતા ન હોય.

જો કોઈ પુરુષની મિત્ર સ્ત્રી હોય અને તે પુરુષના બધા જ સુખદુઃખની વાત જણાતી હોય તો તેવી સ્ત્રી મિત્ર પુરુષને પોતાના જીવ કરતા પણ વધારે વ્હાલી હોય છે. આ મિત્રતા એક પ્રેમ જેવી જ હોય છે પણ આ એવો પ્રેમ નથી હોતો, જેવું સામાન્ય રીતે લોકો વિચારે છે. પરંતુ કોઈ પણ પુરુષ અને એક સ્ત્રી જો મિત્ર હોય તો એકબીજા ક્યારેય પણ ભાઈ કે બહેન કહેતા નથી હોતા.

મિત્રો બધા જ પુરુષોને પણ સ્ત્રીઓની જેમ પંચાત અને ગપાટા મારવાની આદત હોય છે, પરંતુ તે ક્યારેય કામના સમયે નથી મારતા હોતા. પુરુષો હંમેશા પોતાના નવરાશના સમયમાં જ ગપાટા મારતા હોય છે. પરંતુ તે કામના સમયે ક્યારેય પણ આવી બાબતો પર ધ્યાન આપતા નથી હોતા. અને ખાસ તો જાહેરમાં ક્યારેય પણ કોઈ પુરુષ સ્ત્રીની સાથે પંચાત નથી કરતો. આ વાત તે ક્યારેય એક સ્ત્રીને જણાવતો નથી.

સ્ત્રીઓની જેમ પુરુષો પણ નાની નાની વસ્તુઓથી ખુશ થઇ જતા હોય છે. જેમ કે તેમનું ધ્યાન રાખવું, દરેક પુરુષની અંદર એક બાળપણ પણ છુપાયેલું હોય છે,પુરુષો હંમેશા એવું જ ઇચ્છતા હોય છે કે તેની પત્ની કે પ્રેમિકા એક બાળકની જેમ તેને સાચવે. જેમ એક માતા તેના બાળકને પ્રેમ કરતી હોય એ રીતે. બધા જ પુરુષો એવું ઈચ્છતા હોય છે કે તેની પત્ની, ગર્લફ્રેન્ડ કે સ્ત્રી મિત્ર તેનું ધ્યાન એક બાળકની જેમ રાખે. પરંતુ આ વાત ક્યારેય પણ પુરુષ એક સ્ત્રીને નથી જણાવતો. કેમ કે પુરુષને આ વાત જાણવામાં પોતાનું પુરુષત્વ આડું આવતું હોય છે. તેવું પુરુષોનું માનવું છે.

 

Leave a Comment