લગ્ન વ્યવસ્થાની સ્થાપના આ વ્યક્તિએ કરી હતી. તે પહેલા સ્ત્રીઓ સાથે થતું હતું કઈક આવું.

આખા વિશ્વમાં લગભગ આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષોથી લગ્ન પ્રથા નિભાવવામાં આવે છે અને લગ્ન મનુષ્ય જીવનનો એક મહત્વનો નિર્ણય હોય છે અને પ્રસંગ પણ હોય છે. લગ્ન મનુષ્યના જીવનકાળને બદલી નાખે છે અને નવી દિશા તરફ આગળ વધારે છે. માણસની આવનારી ભવિષ્યની બદલી નાખે છે. આપણા સમાજમાં જીવનમાં લગ્નનું ખુબ જ મહત્વ રહેલું હોય છે. દરેક છોકરો કે છોકરી યુવાન થતાની સાથે જ પોતાના લગ્નજીવનના સપનાઓને સેવતો હોય છે. એટલું જ નહિ તેના માતાપિતા તો સંતાનના જન્મથી તેના લગ્નજીવન વિશે વિચારવા લાગતા હોય છે.

પરંતુ મિત્રો તમને ક્યારેય એવો સવાલ થયો કે આખરે લગ્ન પ્રથા આવી ક્યાંથી ? કેવી રીતે લગ્ન પ્રથા શરૂ થઇ હશે ? મિત્રો લગ્ન પ્રથા કેવી રીતે શરૂ થઇ તેના પર ઘણા બધા તારણો, તર્કો અને વાતો જાણવા મળે છે. પરંતુ આજે અમે તમને તેનું સાચું તારણ અને તર્ક જણાવશું કે આખરે લગ્ન પ્રથાની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઇ. જે પ્રથા હજારો વર્ષો બાદ આજે પણ ભારતમાં ખુબ જ પ્રચલિત છે. તો એ જાણો આ લેખમાં અને આ લેખને અંત સુધી વાંચો. 

જ્યારે આ પૃથ્વી પર લગ્નની પ્રથા શરૂ થઇ ન હતી, આ સમાજમાં કોઈ નીતિ નિયમો બનાવવામાં આવ્યા ન હતા, ત્યારે પુરુષો અને સ્ત્રીઓ પોતાની ઈચ્છા અનુસાર વિચરણ કરતા હતા અને સ્ત્રીઓને ત્યારે માત્ર ભોગની વસ્તુ જ માનવામાં આવતી હતી. તે સમયે ઉદ્દાલક નામના એક ઋષિ થયા જેના પુત્રનું નામ હતું શ્વેતકેતુ.

ઋષિના પુત્ર શ્વેતકેતુને એક ખુબ સારા સમાજ સુધારક માનવામાં આવે છે. કારણ કે તેણે સમાજના હિત માટે ઘણા નિયમો બનાવ્યા છે. જે સમાજની ભલાઈની દ્રષ્ટીએ ખુબ જ શ્રેષ્ઠ છે અને તે નિયમોનું પાલન લોકો દ્વારા આજે પણ કરવામાં આવે છે. પરંતુ જ્યારે શ્વેતકેતુ સમાજમાં સુધારા લાવવા માંગતા હતા ત્યારે તે સમયે તેમનો ખુબ જ વિરોધ કરવામાં આવતો હતો. એટલું જ નહિ પુરાણોમાં પણ શ્વેતકેતુનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં જણાવ્યું છે કે, શ્વેતકેતુને તેના ઉગ્ર સ્વભાવના કારણે તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મુક્યા હતા.

પરંતુ મિત્રો આ શ્વેતકેતુના નિયમના કારણે જ આજે સમાજ લગ્ન કરીને સુખેથી જીવન પસાર કરી શકે છે. કારણ કે એક સમયે જ્યારે શ્વેતકેતુ નાના હતા ત્યારે તેના પિતાના આશ્રમમાં અમુક લોકો આવ્યા અને ત્યાં રહેતી સ્ત્રીઓને ઉઠાવીને જબરદસ્તી પોતાની સાથે લઇ ગયા. આ જોયા બાદ શ્વેતકેતુએ પોતાના પિતાને સવાલ પૂછ્યો કે, તે લોકો આ રીતે સ્ત્રીઓને ઉઠાવીને કેમ લઇ ગયા ? ત્યારે તેમના પિતાએ જવાબ આપ્યો કે બેટા આવું જ થતું આવે છે આ સમાજમાં. સ્ત્રીઓને અહીં એક ભોગની વસ્તુ સમજવામાં આવે છે, જે તેનું જબરદસ્તી અપહરણ કરી લે છે તે જ તેનો માલિક બની જાય છે.પિતાની આ વાત સાંભળીને શ્વેતકેતુને ખુબ જ દુઃખ થયું અને ત્યારથી તેણે એક નિયમ બનાવ્યો કે હવેથી પુરુષે સ્ત્રી સાથે લગ્ન નામના સંબંધમાં જોડાવું પડશે ફરજીયાત. જે સ્ત્રી પતિવ્રત ધર્મનું પાલન નહિ કરે અને જે પુરુષ પર સ્ત્રી ગમન કરશે તેને ભ્રુણ હત્યા બરાબર પાપ થશે, અને જણાવ્યું કે, “તેમને શાસ્ત્રોમાં જે ભ્રુણ હત્યાનો દંડ છે તે દંડ ભોગવવો પડશે.” તેથી તેવી માન્યતા છે કે ત્યારથી જ ભારતમાં લગ્ન પ્રથાની શરૂઆત થઇ.

આમ જોઈએ તો વિવાહની પરંપરા વૈદિક કાળથી ચાલી આવે છે. કારણ કે કોઈ પણ દેવી દેવતાઓ પણ તમને પતિપત્ની સ્વરૂપે જ મળશે. તેથી કહેવાય છે કે વૈદિક કાળથી જ લગ્નની પરંપરાનો જન્મ થયો છે અને કોની સાથે લગ્ન કરવા જોઈએ તેની વિશેષ જાણકારી પણ આપણા વેદો તેમજ ઉપનિષદોમાં લખેલી છે. જે વિવાહના સૌથી પ્રાચીન લેખિત ગ્રંથો છે.

પરંતુ આપણા હિંદુ સમાજમાં લગ્ન એ સંસ્કાર છે. જેને સદીઓથી નિભાવવામાં આવે છે.

Leave a Comment