ભગવાન કાલ ભૈરવ કોણ છે ? ખરાબ શક્તિઓથી પીછો છોડાવવા માટે આ રીતે તેમની ઉપાસના કરો.

મિત્રો ભૈરવનો અર્થ થાય છે ભયનું હરણ કરીને જગતનું ભરણ કરનાર. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે, ભૈરવ શબ્દના ત્રણેય અક્ષરોમાં બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ ત્રણની શક્તિનો સમાવેશ હોય છે. ભૈરવ ભગવાન શિવજીના ગણ અને પાર્વતીજીના અનુચર માનવામાં આવે છે. આપણા હિંદુ દેવતાઓમાં ભૈરવનું ખુબ જ મહત્વ રહેલું છે. તેમજ ભૈરવને કાશીના કોટવાલ પણ કહેવામાં આવે છે.

શિવ પુરાણ અનુસાર એક વાર બધા જ દેવતાઓએ બ્રહ્મા અને વિષ્ણુજીને અલગ અલગ પૂછ્યું કે જગતમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે ? ત્યારે બંનેએ ખુદને જ શ્રેષ્ઠ જણાવ્યા. બ્રહ્મા અને વિષ્ણુ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર બાદ બધા જ દેવતાઓએ વેદશાસ્ત્રોને પૂછ્યું, તો બંનેનો જવાબ આવ્યો કે જેના ભીતરમાં ચરાચર જગત, ભૂત અને ભવિષ્ય અને વર્તમાન સમાયેલું હોય છે, અનાદિ અનંત અને અવિનાશી તો ભગવાન રુદ્ર શિવ છે.

વેદ શાસ્ત્રોમાંથી શિવજી આ સાંભળીને બ્રહ્માએ પોતાના પાંચ મુખથી શિવજીને ખરું-ખોટું કહ્યું હતું. તેનાથી વેદ દુઃખી થયા. તે જ સમયે એક દિવ્યજ્યોતિના રૂપમાં ભગવાન રુદ્ર પ્રકટ થયા. બ્રહ્માએ કહ્યું કે, હે રુદ્ર તું મારા મસ્તકથી પેદા થયો છે. વધારે રુદન કરવાના કારણે મેં જ તારું નામ ‘રુદ્ર’ રાખ્યું છે, માટે તું મારી સેવાઓમાં આવી જા.

બ્રહ્માએ આવું આચરણ કર્યું માટે ભગવાન શિવજી ખુબ જ ભયાનક ક્રોધમાં આવ્યા અને તેમણે ભૈરવને ઉત્પન્ન કર્યો. ભૈરવને ઉત્પન્ન કરીને કહ્યું કે, તું બ્રહ્મા પર શાસન કર. તે દિવ્ય શક્તિ સંપન્ન ભૈરવે પોતાના ડાબા હાથની નાની આંગળીના નખથી શિવના પ્રત્યે અપમાન જન્મ શબ્દ કહેનાર બ્રહ્માના પાંચમાં મસ્તકને કાપી નાખ્યું.

શિવજીના કહેવા પર ભૈરવ કાશી પ્રસ્થાન થયા અને જ્યાં તેમને બ્રહ્મ હત્યા માંથી મુક્તિ મળી. ત્યારે ભગવાન શિવજીએ ભૈરવને કાશીના કોટવાળ નિયુક્ત કર્યા. કાશીમાં ભૈરવ આજે પણ કાશીના કોટવાળ તરીકે ઓળખાય અને પૂજાય છે. કાશીમાં ભૈરવનાથના દર્શન કર્યા વગર વિશ્વનાથના દર્શન અધૂરા રહે છે.

એક માત્ર ભૈરવની આરાધના કરવાથી જ શનિનો પ્રકોપ શાંત થાય છે. ભૈરવ આરાધનાનો દિવસ રવિવાર અને મંગળવાર છે. પુરાણો અનુસાર ભાદ્રપદ મહિનાને ભૈરવ પૂજા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. જણાવવામાં આવેલ મહિનાના રીવરને ખુબ જ મોટો રવિવાર માનવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે. પરંતુ આરાધના પહેલા જાણી લો કે, કુતરાને ધુત્કારવા નહી અને તેને ભરપેટ ભોજન આપવું. ભૈરવની આરાધના કરવા માટે જુગાર, સટ્ટો, શરાબ, વ્યાજખોરી અનૈતિક કૃત્ય વગેરે આદતોથી દુર રહો. તેમજ પોતાના દાંતને સાફ રાખો. પવિત્ર થયા બાદ જ ભૈરવનાથની સાત્વિક આરાધના કરો. અપવિત્રતા ભૈરવની પૂજામાં વર્જિત છે.

કાલનો અર્થ થાય છે મૃત્યુ, ડર અને અંત, જ્યારે ભૈરવનો અર્થ થાય  છે ભયને હરાવનારા. જેનાથી કાળ પણ ડરે છે. કાલ ભૈરવની પૂજા કરવાથી મૃત્યુનો ભય દુર થઈ જાય છે અને જીવનમાં આવી રહેલા કષ્ટોથી પણ મુક્તિ મળી જાય છે.

Leave a Comment