ખીલ અને ખીલના જીદ્દી દાગને દુર કરવા અજમાવો આ 8 માંથી કોઈ પણ 1 ઉપાય…. ત્વચાની સમસ્યાઓ દુર કરી ચહેરાને કરી દેશે સાફ, સુંદર અને આકર્ષક..

ચહેરા પર ખીલ થવા એ સુંદરતામાં ડાઘ લગાવે છે. પરંતુ ખીલથી પણ વધુ ખરાબ તેના નિશાનથી ચહેરો વધુ બગડી જાય છે. આ માટે મહિલાઓ ખીલને દુર કરવા માટે અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે. ખીલ એ ત્વચાને લગતી એક એવી સમસ્યા છે જેનો અસરકારક ઈલાજ કરવો જરૂરી છે.

ત્વચા પર થતી બધી જ સમસ્યાઓમાં ખીલ એ સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા કિશોરોથી લઈને યુવાનોમાં પણ જોવા મળે છે. ચહેરા પર ખીલ સામાન્ય રીતે 14 થી 30 વર્ષની ઉંમર વચ્ચે વધુ જોવા મળે છે. તેમાં દુખાવો પણ થાય છે. જ્યારે તે ફૂટવાથી ખીલ પોતાના ચહેરાની સ્કીન પર લાંબા સમય સુધી રહેતા લાલ અને કાળા ડાઘ છોડી જાય છે. પરંતુ ચહેરા સિવાય ખીલ આપણા શરીરના અન્ય ભાગો જેમ કે ખંભા અને ગરદન, પીઠ અને હાથ પગમાં પણ દેખાય છે. આથી તેનો ઈલાજ સમયસર કરવો જરૂરી છે. ચાલો તો તમને જણાવી દઈએ ખીલ અને તેના નિશાનથી છુટકારો મેળવવા માટે ક્યાં હર્બલ ઉપાયોને અપનાવી શકાય છે.

નારિયેળ તેલનો ઉપયોગ કરો : રાત્રે સુતા પહેલા ખીલ પર નવશેકું નારિયેળનું તેલ લગાવી લો અને સવારે સાફ પાણીથી ધોઈ લો. તેનાથી ખીલ દુર થઈ જશે. નારિયેળ તેલમાં વિટામીન ઈ નું સારું પ્રમાણ હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે તેના પર રહેલ ડાઘને પણ ખત્મ કરી દે છે. આ એક એન્ટી ઓક્સીડેન્ટ છે જે ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક છે.

સફરજન અને વિનેગરનો ઉપયોગ : ખીલ ખત્મ થયા બાદ પણ તેના બાકી રહેલ નિશાન ચહેરાની સુંદરતામાં ડાઘ લગાવી દે છે. આ માટે સફરજનના વિનેગરનો ઉપયોગ અસરકારક સાબિત થાય છે. એક ચમચી સફરજનના વિનેગરમાં બે ચમચી મધ અને થોડું પાણી મિક્સ કરીને રૂ ની મદદથી ખીલ પર લગાવો. ત્યાર પછી 10 થી 15 મિનીટ પછી સાફ પાણીથી ધોઈ લો. દરરોજ આવો પ્રયોગ કરવાથી ખીલના નિશાન ઘણા ઓછા થઈ જશે.

વિટામીન ઈ કેપ્સુલનો ઉપયોગ : બજારમાં વિટામીન ઈ ની કેપ્સુલ સરળતાથી મળી જાય છે. તેને તોડીને તેમાં રહેલ તેલથી ખીલના નિશાન પર હળવા હાથે મસાજ કરો. તેનાથી થોડા સમય પછી નિશાન ઓછા થઈ જશે. વિટામીન ઈ માટે બદામનું તેલનો પણ તમે ઉપયોગ કરી શકો છો.

ડુંગળીના રસનો ઉપયોગ : ડુંગળીના રસને થોડું ગરમ કરીને ચહેરા પરના ખીલ વાળી જગ્યાએ લગાવો અને સુકાય ગયા પછી ધોઈ નાખો. ડુંગળીમાં બેક્ટેરિયા નાશક ગુણ હોય છે. આથી ડુંગળીનો રસ ખીલ પર લગાવવાથી તે થોડા જ દિવસો ખત્મ થઈ જાય છે.

બેસન અને દહીંનો ઉપયોગ : આવશ્યકતા અનુસાર બેસનમાં દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવીને સુકાવા દો. પછી સાફ પાણીથી ધોઈ નાખો. આ ઉપાય ચહેરા પરના નિશાન દુર કરીને તેની ચમક વધારવાનું કામ કરે છે.

લીમડાના પાનનો ઉપયોગ : લીમડાના પાનને પાણીની સાથે પીસીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને આખા ચહેરા પર લગાવો. લીમડામાં એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીજ હોય છે. લીમડાના પાનની આ પેસ્ટનો ઉપયોગથી ખીલને ખત્મ કરી શકાય છે અને તેનાથી થતા નિશાન પણ દુર કરી શકાય છે.

જવના લોટનો ઉપયોગ : જવના લોટમાં જરૂરત અનુસાર દૂધ અને મધ ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર લગાવો. સુકાયા પછી તેને ધોઈ નાખો. સ્નાન કરતા પહેલા તેનો ઉપયોગ કરવો વધુ સારો છે. તેનાથી ખીલથી પડતા નિશાન દુર થાય છે અને ચહેરાની ચમક વધે છે.

ચંદન પાવડરનો ઉપયોગ : એક ચમચી ચંદનના પાવડરમાં અડધી ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને સુકાય ગયા પછી પાણીથી ધોઈ નાખો. આ પ્રયોગ તમે એક દિવસના અંતરાલથી કરો. તેનાથી ખીલ અને તેના નિશાન દુર થઈ જશે.

આ સિવાય ચંદન પાવડરમાં લીંબુનો રસ અને દહીં મિક્સ કરીને ખીલ વાળી જગ્યાએ ઉપયોગ કરો અને સુકાય ગયા પછી ધોઈ નાખો. તેનાથી પણ ખીલ અને તેના નિશાન દુર થઈ જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment