સંજય દત્તના સ્વાસ્થ્યને લઈને સામે આવી આ મોટી ખબર ! પરિવારે કર્યો આવો ખોલાસો.

બોલીવુડના ‘મુન્નાભાઈ’ એટલે કે સંજય દત્તના આપણા દેશમાં ઘણા લોકો ફેન છે. પરંતુ હાલ તેને કેન્સર હોવાના તેના ફેન્સમાં ચિંતાનો માહોલ જોવા મળી છે. પરંતુ હાલ તેને લઈને એક નવી ખબર સામે આવી છે. એવા સમાચાર મળ્યા છે કે, સંજય દત્ત ખુબ જ જલ્દી આ બીમારીને માત આપવાના છે. તેના પરિવારના એક સંબંધીએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તેના પર ઈલાજની અસર સારી થઈ છે અને તેઓ જલ્દી રિકવર કરી રહ્યા છે. સંજય દત્ત 8 ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ લીલાવતી હોસ્પિટલમાં ભરતી થયા હતા, જ્યાં તેના અમુક ટેસ્ટ થયા છે. તેના ત્રણ દિવસ બાદ 11 ઓગસ્ટના રોજ આ વાત સામે આવી હતી કે તે ફેફસા કેન્સર સાથે લડી રહ્યો છે.

સંજય દત્તના પરિવારના નજીકના એક સંબંધીએ હાલમાં જ કહ્યું કે, આ પ્રકારની ખબરો હતી કે, સંજય દત્તનું જીવન છ મહિના સુધીનું જ છે, પરંતુ એવી કોઈ પણ વાત નથી. તેમણે પીટીઆઈ-ભાષાને બતાવ્યું કે તેઓ ઈલાજ દરમિયાન તેજીથી રિકવર થઈ રહ્યા છે, તેના પર ઝડપથી ઈલાજની અસર થઈ રહી છે.

તેમણે કહ્યું કે, તેઓ આજ પોતાની તપાસ માટે ગયા હતા અને રિપોર્ટ સારો આવ્યો છે. ભગવાનની કૃપા અને બધા જ લોકોની દુવાઓની સાથે ઈલાજની અસર ખુબ જ સારી થઈ રહી છે.

https://www.instagram.com/tv/CGUnxrXheeX/?utm_source=ig_embed

સંજય દત્તનો ઈલાજ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. હાલમાં જ તેઓ પોતાના પરિવાર અને બાળકોને મળવા દુબઈ ગયા હતા, જ્યાં લગભગ 10 દિવસ સુધીનો સમય વિતાવ્યા બાદ છેલ્લા મહિને જ સંજય દત્ત મુંબઈ પરત આવે છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા દિવસોમાં સંજય દત્તને એક વિડીયોમાં પહેલી વાર પોતાની બીમારી વિશે વાત જણાવી હતી. સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ અલીમ હાકિમેં પોતાના સોશિયલ મીડિયા પેજ પર સંજય દત્તનો વિડીયો શેર કર્યો હતો, જેમાં સંજય દત્તે અલીમની સાથે બધા ઇન્ટ્રોડક્શન કરાવ્યું હતું અને પછી પોતાના માથા પર આવેલ નિશાન’ને દેખાડતા કહ્યું હતું કે, જો તમે આ જોઈ શકો છો તો આ મારી જિંદગીનું હાલનું નિશાન છે, પરંતુ હું તેને હરાવી દઈશ. હું કેન્સરથી જલ્દી મુક્ત થઈ જઈશ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment