દીપિકા અને સલામન ખાન શા માટે નથી કરતા એક ફિલ્મમાં કામ…. આ પાંચ ફિલ્મોમાં કરવામાં આવ્યા હતા પસંદ…. જાણો….
મિત્રો બોલીવુડમાં ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેને ફિલ્મમાં એક સાથે જોવા માટે લોકોમાં ખુબ જ આતુરતા જોવા મળે છે. તો આ જોડીમાં સૌથી પહેલા નામ આવે છે બોલીવુડના દબંગ અભિનેતા સલમાન ખાન અને સુંદર, ચાર્મિંગ અભિનેત્રી દીપિકા પાદુકોણનું. સલમાન ખાન અને દીપિકા પાદુકોણ બંને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના જાણીતા અને પ્રખ્યાત સુપર સ્ટાર છે. પરંતુ સલમાન અને દીપિકા બંનેને ફિલ્મોમાં એક સાથે જોવા તે તેમના ફેન્સનું એક સપનું બની ગયું છે.
તમને જણાવી દઈએ કે બંને પોતાના ફિલ્મી કરિયરમાં ખુબ જ સફળ છે. પરંતુ આજ સુધી સલમાન અને દીપિકાએ એક પણ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું. જો કે શા માટે આ બંનેએ હજુ સુધી એક સાથે ફિલ્મ નથી કરી તેના પર સલમાન ખાને એક ઇન્ટરવ્યુંમાં ખુલાસો આપ્યો હતો જેના વિશે આજે અમે તમને જણાવશું.
એક રીપોર્ટ અનુસાર સલમાન ખાને જણાવ્યું હતું કે “હું પોતે પણ હેરાન છું કે હું દીપિકા સાથે ક્યારે કામ કરીશ, દીપિકા એક મોટી સ્ટાર છે, માટે એવું કંઈક થવું જોઈએ, એવી મજબુત સ્ક્રીપ્ટ હોવી જોઈએ, જેના કારણે દીપિકા સાથે કામ કરવું સંભવ બની શકે અને અત્યાર સુધી એવું કંઈ મળ્યું જ નથી.”
પરંતુ મિત્રો એવું નથી કે સલમાન ખાન અને દીપિકા બંનેને સાથે કામ કરવાની એક પણ તક નથી મળી. એવી ઘણી ફિલ્મ છે જેમાં બંનેની જોડી બનતા બનતા રહી ગઈ. આજે અમે તમને એવી જ પાંચ ફિલ્મોની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં ફિલ્મમાં હીરો-હિરોઈન તરીકેની સૌથી પહેલી ઓફર સલમાન અને દીપિકાને આપવામાં આવી હતી. પરંતુ ક્યારેક દીપિકાએ એ ફિલ્મ માટે ના કહી દીધી તો ક્યારેય સલમાન ખાને. તો ચાલો જણાવીએ તે ફિલ્મો કંઈ કંઈ છે.
સૌથી પહેલી ફિલ્મ છે ઓમ શાંતિ ઓમ. તમને જણાવી દઈએ કે દીપિકાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ઓમ શાંતિ ઓમ નામની ફિલ્મથી કરી હતી. જેમાં તેણે શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ આવ્યા પહેલા એવી વાત ચાલી રહી હતી કે સલમાન ખાન આ ફિલ્મ દ્વારા દીપિકાને લોન્ચ કરશે. પરંતુ ત્યારે આ વાત બનતા બનતા રહી ગઈ.
બીજી ફિલ્મ છે કિક. વર્ષ 2015 માં કિક ફિલ્મ રીલીઝ થઇ હતી. જે લોકો દ્વારા ઘણી પસંદ પણ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે હવે ફિલ્મ કિક 2 પણ બનવા જઈ રહી છે. તેમાં સલમાન ખાન સાથે સૌથી પહેલા દીપિકાને પસંદ કરવામાં આવી હતી. પરંતુ હવે તે ફિલ્મ જેકલીન અથવા દિશા પટણી માંથી કોઈ એકને મળશે.
ત્રીજી ફિલ્મ છે પ્રેમ રતન ધન પાયો. આ ફિલ્મ વર્ષ 2015 માં રીલીઝ થઇ હતી અને તેમાં સલમાન ખાન અને સોનમ કપૂર એક સાથે નજર આવ્યા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં પણ સલમાન અને દીપિકાની જોડી બનવાની હતી. પરંતુ કંઈક સમસ્યા આવતા બંનેની જોડી બનતા બનતા રહી ગઈ હતી. જો બધુ બરાબર રહ્યું હોત તો બંનેની જોડી આ ફિલ્મમાં દેખાઈ હોત.
ચોથી ફિલ્મ છે સુલતાન. અનુષ્કા શર્મા પહેલા સુલતાન ફિલ્મની ઓફર દીપિકાને આપવામાં આવી હતી. પરંતુ દીપિકાએ તે ઓફરને રીજેક્ટ કરી દીધી હતી.
પાંચમી ફિલ્મ છે ઇન્શાહ અલ્લાહ. સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન ઘણા લાંબા સમય પછી આ ફિલ્મમાં એક સાથે કામ કરવા જઈ રહ્યા છે. સલમાનની આવનારી ફિલ્મ ઇન્શાહ અલ્લાહમાં તેની સાથે આલિયા ભટ્ટ નજર આવશે. પરંતુ આ ફિલ્મ માટે સૌથી પહેલા દીપિકાને પસંદ કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ તેમની જોડી બનતા બનતા રહી ગઈ.
તો મિત્રો તમે દીપિકા અને સલમાનને એક સાથે ફિલ્મમાં જોવા માટે કેટલા ઉત્સુક છો તેમજ તેમની જોડી કેટલી સુપર હીટ બની શકે તે કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો અને ખાસ કે આ બંને એક્ટર માંથી તમને સૌથી વધુ કોણ ગમે તે કોમેન્ટ કરીને ખાસ જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google