બોલીવુડના આ યુવાન સિતારાઓ માને છે આ હીરોને પોતાના ભગવાન… જાણો કોને એ પોતાના ભગવાન માને છે ?
બોલીવુડમાં ઘણા એવા ફેમસ સ્ટાર છે જેની દરેક વાત પર તેમના ફેન્સની નજર હોય છે. આ સિતારાઓની સ્ટાઈલ, તેમની પસંદ, નાપસંદ વગેરે જેવી દરેક બાબતથી તેમના ફેન્સ વાકેફ હોય છે. મિત્રો આ સ્ટારનું સ્ટારડમ એટલું જબરદસ્ત હોય છે કે તેમના અમુક ફેન્સ તો દરેક વાતમાં તેમની કોપી કરતા પણ નજર આવતા હોય છે. પરંતુ શું તમને એ ખબર છે કે તમારા મન પસંદ સિતારાઓ અન્ય સુપર સ્ટારને અનુસરવાનું પસંદ કરતા હોય છે.
આ લીસ્ટમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સુપર સ્ટારોના નામનો પણ સમાવેશ થાય છે. જેમના આદર્શ બોલીવુડના અન્ય સુપર સ્ટાર છે. હાલના મોટા સુપર સ્ટારો પણ બોલીવુડના બીજા એક્ટરોને પોતાના આદર્શ માનતા હોય છે. તો મિત્રો ચાલો જાણીએ આ લીસ્ટમાં ક્યાં ક્યાં બોલીવુડ સિતારાઓના નામ આવે છે.
આ લીસ્ટમાં પહેલું નામ છે હાલમાં ખુબ જ પોપ્યુલર એવા સ્ટાર રણવીર સિંહ. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રણવીર સિંહ અભિનેતા અક્ષય કુમારને પોતાનો આદર્શ માને છે. જેનો ખુલાસો રણવીરે એક શો દરમિયાન કર્યો હતો. રણવીરે જણાવ્યું હતું કે એક વાર તે અક્ષય કુમારની ફિલ્મ કિંમતના સેટની બહાર ઉભા હતા અને અક્ષય કુમારનો ઓટોગ્રાફ લેવા માટે રડ્યા હતા. ત્યાર બાદ ખુદ અક્ષય કુમારે રણવીરને પોતાની પાસે બોલાવીને ઓટોગ્રાફ આપ્યો હતો. હાલમાં તેમનો એક ફોટો પણ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થયો હતો જેમાં રણવીર સિંહ અક્ષય કુમારને કિસ કરતા નજર આવ્યા હતા.
બીજું નામ છે ટાઈગર શ્રોફનું. ટાઈગર બોલીવુડમાં હ્રીતિક રોશનને પોતાનો આદર્શ માને છે અને તેની દીવાનગીનો નઝારો હ્રીતીકના જન્મ દિવસ પર જોવા મળ્યો હતો. જ્યારે ટાઈગરે હ્રીતીકના ડાન્સ સ્ટેપને અનુસરીને એક વિડીઓ સોસીયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. એટલું જ નહિ પરંતુ નજીકના ભવિષ્યમાં ટાઈગર અને હ્રીતિક બંને યશરાજ બેનરની એક ફિલ્મમાં સાથે નજર આવશે.
ત્રીજું નામ છે આલિયા ભટ્ટ. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કરીના કપૂર ખાનની ખુબ મોટી ફેન છે. જ્યારે આલિયા ભટ્ટને ફિલ્મ ઉડતા પંજાબમાં કરીના કપૂર સાથે કામ કરવાની તક મળી હતી ત્યારે તે ખુબ જ ખુશ થઇ ગઈ હતી. આલિયા ભટ્ટ પોતાના કરિયરની શરૂઆતથી જ કરીના કપૂરને અનુસરે છે.
ત્યાર બાદ છે બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની એક્ટિંગ અને અદાકારીનો નમુનો દેખાડનાર અભિનેત્રી દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણની આદર્શ છે શ્રીદેવી અને ઘણી વખત દીપિકા શ્રીદેવી જેવા આઉટ ફીટમાં જોવા મળી છે.
પાંચમું નામ છે બોલીવુડના ખિલાડી કુમાર અક્ષય કુમારનું. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચનને પોતાના આદર્શ માને છે અને આ વાતનો ખુલાસો અક્ષય કુમારે એક એવોર્ડ ફંક્શનમાં કર્યો હતો, કે કંઈ રીતે તેઓ અમિતાભ બચ્ચનનું માનીને એક મોટા સુપર સ્ટાર બની ગયા. આજે પણ અક્ષય કુમાર જ્યારે પણ અમિતાભ બચ્ચનને મળે છે તો તેને પગે લાગવાનું ભૂલતા નથી.
ત્યાર બાદ નામ આવે છે અભિનેતા વરુણ ધવનનું. વરુણ બોલીવુડમાં અભિનેતા ગોવિંદાના દીવાના છે અને વરુણને ઘણી વખત ગોવિંદાની મિમિક્રી કરતો જોવામાં આવ્યો છે. એટલું જ નહિ પરંતુ તેણે ઘણી વખત કબુલ્યું છે કે તે નાનપણથી જ ગોવિંદાને અનુસરી રહ્યા છે.
તો આ હતા બોલીવુડના એવા સિતારાઓ કે જે પોતે ખુબ જ ફેમસ છે તેમ છતાં પણ તેઓ અન્ય બોલીવુડ સિતારના દીવાના છે. તો મિત્રો તમે પણ સાચું કેજો બોલીવુડના ક્યાં એક્ટર તમારા ફેવરીટ છે ? અને કોને આદર્શ માનો છો તે કોમેન્ટ કરીને ખાસ જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google