મિત્રો તમે રાશિ ફળ વિશે તો ઘણું સાંભળ્યું હશે, તેમજ જ્યોતિષશાસ્ત્ર વિશે તો ઘણું જાણતા હશો. કહેવાય છે કે, દરેક ગ્રહની આપણા પર અસર થાય છે. આથી દરેક લોકો પોતાની રાશિ દ્વારા પોતાનું ભવિષ્ય જાણવાનું વિચારે છે. રાશિફળ જાણ્યા પછી તેનો પોતાના અગત્યના કામ કરે છે. ચાલો તો આ મહિનામાં કંઈ રાશિ પર માતા લક્ષ્મીની કૃપા થશે તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.
જ્યોતિષશાસ્ત્રની વાત કરવામાં આવે તો શુક્રને વિવાહિત જીવનમાં પ્રેમ અને આનંદનો કારક માનવામાં આવે છે. એવામાં જ્યારે શુક્રનું ગોચર થાય છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. જો કે આ વર્ષે 6 રાશિઓ પર શુક્રનું ગોચર પ્રભાવ વધુ થવાનો છે. ચાલો તો જોઈએ આ વિશે વિસ્તારથી.
વૃષભ રાશિ : 28 જાન્યુઆરી એ થયેલા શુક્રના ગોચરનો વૃષભ રાશિના જાતકો માટે ખુબ શુભ ફળદાયી રહેશે. ગોચરકાળમાં તમને ઈચ્છિત પરિણામ મળશે. તમારી કિસ્મત પણ ગોચરકાળ પછી બદલશે. તમારા દ્વારા સામાજિક સ્તર પર કરેલા કાર્યોમાં સફળતા મળશે. તેનાથી તમારું સામાજિક સમ્માન વધશે. જો તમે કોઈ જૂની બીમારીથી ઘણા સમયથી પરેશાન છો તો ગોચરકાળમાં તમને મુક્તિ મળશે. કાર્યક્ષેત્રમાં તમને વરિષ્ઠ અધિકારી તમારા કામથી ખુશ રહેશે. આવનાર દિવસોમાં તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો. જેનાથી તમારા પરિવારનો માહોલ સારો રહેશે.
મિથુન રાશિ : શુક્રનું ગોચર મિથુન રાશિના જાતકો માટે ખુબ જ લાભદાયી રહેશે. તમારા જીવનની ઘણી સમસ્યા દુર થશે, ભાઈ-બહેનનો સાથ મળશે. આ સાથે આ સમય દરમિયાન તમારા પ્રિયજનોનો પણ પૂરો સહયોગ મળશે. ગોચરકાળમાં આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં તમારું મન રહેશે. તમને જીવનની ઉન્નતી અને લાભ મળશે. પૈતૃક સંપત્તિથી તમને લાભ મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમય ખુબ સારો છે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. શુક્રના શુભ પ્રભાવથી તમારા વિવાહિત જીવનમાં આનંદ રહેશે.
કન્યા રાશિ : આ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર શુભ રહેશે. તમારી આવકમાં વધારો થશે. ઘર પરિવાર અને સમાજમાં તમારા માન-સમ્માનમાં વૃદ્ધિ થશે. નોકરી કરતા લોકોમાં પદોન્નતિ થશે. જો તમે નીવેશનો વિચાર કરી રહ્યા છો તો આ તમારા માટે ખુબ સારો સમય છે. તેનાથી ભવિષ્યમાં તમને ફાયદો થશે. આ રાશિના જાતકો માટે આ સમયે ઉન્નતી થશે. તમને આ સમય દરમિયાન વિવાહિત જીવનમાં આનંદ મળશે. તેમજ છાત્રો માટે પણ આ સમય સારો છે. જે વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે.
તુલા રાશિ : શુક્રનું ગોચર તુલા રાશિના જાતકો માટે શુભ રહેશે. આ સમય દરમિયાન તમને માતાનો પૂરો સાથ રહેશે. આવકમાં વૃદ્ધિ થશે અને વ્યાપારીઓ માટે સારો સમય છે. વડીલોના કહ્યા પ્રમાણે કામ કરશો તો તમરી વૃદ્ધિ થશે. ગોચરકાળમાં તમે પરિવાર અને દોસ્તો સાથે ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો. વર્ષો જૂની બીમારી દુર થઈ શકે છે. જો આ રાશિના જાતકો નવી ગાડી કે ઘર લેવા માંગે છે તો આ તેમની ઈચ્છા પૂર્ણ થશે.
મકર રાશિ : શુકનું ગોચર આ રાશિના જાતકો માટે જીવનમાં સકરાત્મક પરિણામ લાવશે. આ સમયે તમને મિત્રોનો સહકાર મળશે. કરિયર આગળ વધશે. તમે સંતાન પક્ષની સફળતાથી ખુશ થશો. ક્રિએટીવ કાર્યોમાં તમારું મન બન્યું રહેશે. તેનાથી તમને સમજમાં ખ્યાતી મળશે. પાર્ટનરનો સાથ મળશે. સદસ્યો વચ્ચેના ઝગડાઓનો અંત આવશે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ બન્યું રહેશે.
મીન રાશિ : મીન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ખુબ જ સારું છે. તમારા સામાજિક જીવનમાં સુધાર આવશે. સાથે પરિવારના સદસ્યોમાં અને મિત્રોમાં સાથે સારો સમય વીતાવશો. તમારા જીવનસાથીની આવકમાં વૃદ્ધિ થશે. જેનાથી તમારી આર્થિક તંગી દુર થશે. વ્યાપારી વર્ગ માટે શુક્રના ગોચરથી કાફી ઉત્તમ સમય રહેશે. ધન અને પ્રતિષ્ઠા માં વૃદ્ધિ થશે વ્યવસાયની વૃદ્ધિ થશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ