મિત્રો તમે રાશિ તેમજ ગ્રહ યોગ વિશે થોડું ઘણું તો જાણતા જ હશો. તેમજ દરેક ગ્રહની દરેક રાશિ પર જુદી જુદી અસર થતી હોય છે. દરેક ગ્રહની પોતાની એક રાશિ હોય છે. તેમજ દરેક ગ્રહ સમયાંતરે દરેક રાશિમાં ભ્રમણ કરે છે અને પોતાનો પ્રભાવ દરેક રાશિ પર કરે છે. આમ જાણવા મળતી માહિતી મુજબ મકર રાશિમાં સૂર્ય- શનિનો યોગ થઈ રહ્યો છે. જેનો પ્રભાવ 12 ફેબ્રુઆરી સુધી દેશ દુનિયા સહીત દરેક રાશિ પર રહેશે.
12 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં સૂર્ય-શનિની યુતિ રહેશે, જ્યોતિષશાસ્ત્ર અને વિદ્વાનોના કહ્યા અનુસાર આ બન્ને ગ્રહ એકબીજાના દુશ્મન છે. સાથે મકર રાશિ શનિની રાશિ છે. આમ બન્ને સૂર્ય અને શનિ સાથે હોવાથી દેશમાં રાજનૈતિક અને આર્થિક ઉતાર-ચઢાવ જોવા મળશે. આ બંને ગ્રહનો પ્રભાવ 12 રાશિ પર પણ પડશે.
દેશ પર સૂર્ય અને શનિની અસર : જ્યારે પણ આવી ગ્રહ સ્થિતિ બને છે ત્યારે દેશ અને દુનિયામાં ઉથલ-પાથલ થાય છે, અનહોની બને છે. ગ્રહોની આવી સ્થિતિથી દેશની ઘણી જગ્યાએ વરસાદ આવી શકે છે. આ ગ્રહોથી દેશમાં અરાજકતાનું માહોલ બની શકે છે.સામાન્ય લોકોમાં પ્રશાસનને લઈને અસંતોષ બની રહે છે. પ્રશાસીક નિર્ણયોમાં વિવાદ અને તણાવની સ્થિતિ બની રહે છે. રાજનીતિથી જોડાયેલા લોકો સાથે અનહોની જેવા બનાવ બની શકે છે. નાના ને મોટા રાજનેતા વચ્ચે તાલમેલ નથી રહેતો.
અવ્યવસ્થાને કારણે સરકારી નોકરી કરતા લોકોના કામકાજમાં રૂકાવટ આવી શકે છે. આ ગ્રહોને કારણે લોકોના દિલ દિમાગ પર અનિશ્ચિતતા બની રહે છે. ઘણા લોકો સાથે શું કરવું અને શું ન કરવું, તેની સ્થિતિ બને છે. કિસ્મતનો સાથ નહિ રહે.2 રાશિઓ માટે શુભ : શનિ અને સૂર્યના એકસાથે આવવાથી સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો તેના અશુભ અસરથી બચી જશે. નોકરી અને બિઝનેસમાં મહેનત વધશે અને તેનો ફાયદો પણ મળશે. નક્કી કરેલા કામ પુરા થશે. પૈસા મળવાની સંભાવના વધશે. ભાઈ બહેન, મિત્ર અને સાથે કામ કરતા લોકોથી મદદ મળશે. દુશ્મનથી જીત મળવાની પણ શક્યતા છે.
4 રાશિઓ માટે અશુભ : શનિ અને સૂર્યનો અશુભ પ્રભાવ મેષ, મિથુન, તુલા અને કુંભ વાળા લોકોની મુશ્કેલી વધારી શકે છે. આ રાશિના લોકો માનસિક તણાવથી પરેશાન રહેશે. ઓફિસમાં કોઈ પણ વિવાદ થવાની શક્યતા છે. કોઈને પૈસા ઉધાર આપવાથી બચવું. ધનહાનિ પણ થઈ શકે છે. લોનના કામમાં રૂકાવટ આવી શકે છે. અધિકારીઓ અને મોટા લોકો સાથે વિવાદના યોગ બની શકે છે. કામકાજ અને રહેઠાણમાં બદલાવ આવી શકે છે.7 રાશિઓ માટે મધ્યમ પ્રભાવ : સૂર્ય અને શનિના યોગથી મેષ, વૃશ્ચિક, કર્ક, કન્યા, ધન, મકર અને મીન રાશિના લોકો પર માધ્યમ અસર જોવા મળશે. આ 7 રાશિના લોકોની મહેનત વધશે. તણાવ અને ભાગદોડ રહેશે. કામકાજથી જોડાયેલા કામ પુરા થવાની સંભાવના છે. યાત્રાના યોગ છે. પિતાની તબિયતને લઈને ચિંતા રહેશે. પ્રોપર્ટીના નિર્ણય લઈ શકશો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ