ટુ-વ્હીલરનું લાયસન્સ હશે તો ફોર વ્હીલના લર્નિંગ માટે આ ટેસ્ટની જરૂર નથી, સરળ થયા RTO ના નિયમો…

મિત્રો હવે આજકાલ વાહન ચલાવવા માટે લાયસન્સ હોવું ફરજિયાત થઈ ગયું છે. તેથી તમને લાયસન્સ લેવા માટેની પ્રોસેસ પણ ખબર હશે. તેમાં પ્રથમ તો તમારે લર્નિંગ લાયસન્સ કઢાવવું પડે છે. ત્યાર પછી તમારે પ્રેક્ટીકલ આપવી પડે છે. પણ હવે RTO નો એક નવો નિયમ બહાર પડ્યો છે. જે મુજબ જો તમારી પાસે ટુ-વ્હીલરનું લાયસન્સ હશે અને તમે ફોર વ્હીલ માટે એપ્લાય કરો છો તો તમારે ફોર વ્હીલના લર્નિંગ લાયસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ દેવી પડે. ચાલો તો અંગે વિસ્તારથી માહિતી એકઠી કરી લઈએ.

જેમ કે તમે જાણો છો તેમ અગાઉ RTO દ્વારા કુલ સાત સેવાઓ ફેસલેસ કરવામાં આવી હતી અને હાલ બીજી 3 સેવાઓ ફેસલેસ કરવામાં આવી છે. આ ત્રણ સેવા અંદર જાણવા મળતી માહિતી મુજબ જે અરજદાર પાસે ટુ-વ્હીલરનું લાયસન્સ હશે અને તે ફોર વ્હીલ માટે એપ્લાય કરે છે, તો તેને ફોર વ્હીલના લર્નિંગ લાયસન્સ માટેની કોમ્પ્યુટર ટેસ્ટ નહિ આપવી પડે. માત્ર તમારે ઓનલાઇન પ્રોસેસ કરવાથી ઘરે બેઠા જ ફોર વ્હીલનું લર્નિંગ લાયસન્સ આવી જશે. જ્યારે બીજી સેવા અનુસાર કોઈ અરજદારનું લર્નિગ લાયસન્સ ખોવાઈ ગયું હશે તો તેને રીન્યુ કરવા માટે RTO જવાની જરૂર નથી પણ ઓનલાઇન અરજી કરી શકાશે. જ્યારે ત્રીજી સેવામાં વાહનના એન્ડોર્સમેન્ટની કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે.

આ વિશે તમને વધુ જણાવી દઈએ કે રાજકોટના હજારો વાહનચાલકોને આ સેવાથી ઘણી રાહત થઈ છે. લાયસન્સ રીન્યુ કરાવવા, ટુ-વ્હીલરમાંથી ફોર વ્હીલ કરાવવા માટે હજારોની સંખ્યામાં લોકો એપ્લાય કરતા હતા. પણ હવે ઘરે બેઠા ઓનલાઇન પ્રોસેસ કરવાથી લર્નિગ લાયસન્સ મળી જશે.ફેસલેસ સેવાઓ : લર્નિગ લાયસન્સ રીન્યુ : જાણવા મળતી વિગત મુજબ લર્નિગ લાયસન્સની છ માસની અવધી પૂરી થઈ હોય તેવા સમયે પહેલા અરજદારે RTO ઓફિસ રૂબરૂ આવીને લર્નિગ લાયસન્સ માટે પ્રક્રિયા કરવી પડતી હતી. જ્યારે હવે આ પ્રોસેસ તમે ઓનલાઇન કરી શકો છો. આમ અરજદાર ઘરે બેઠા એપ્લાય કરીને, ફી ભરીને તેની પ્રિન્ટ કાઢીને લર્નિગ લાયસન્સ ડાઉનલોડ કરી શકે છે.

ટુ-વ્હીલરમાંથી ફોર વ્હીલનું લાયસન્સ : જ્યારે કોઈ અરજદાર ટુ-વ્હીલરનું લાયસન્સ ધરાવતો હોય છે તેને ફોર વ્હીલ માટે એપ્લાય કરવું હોય તો RTO ઓફિસ રૂબરૂ આવવું પડતું અને વેરીફાય કરાવવું પડતું હતું. જ્યારે નવી સેવા મુજબ હવે અરજદાર ફોર વ્હીલના લર્નિગ માટેની ફી જાતે જ ઓનલાઇન ભરીને કાઢી શકે છે. જેનું વેરીફીકેશન અને અપ્રુવલ RTO કરશે અને પછી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.

ભયજનક માલનું વહન : પહેલા ડ્રાઈવિંગ લાયસન્સમાં ભયજનક માલનું વહન કરવા માટે એન્ડોર્સમેન્ટની કામગીરી કરવા માટે અરજદારે રૂબરૂ RTO ઓફિસ જવું પડતું હતું અને અરજદારે મેન્યુઅલી સ્ટેમ્પિંગ કરવું પડતું હતું. પરંતુ હવે અરજદારે ભયજનક માલનું વહન કરવા માટે સ્ટેમ્પિંગ કરવા માટે RTO ઓફિસ જવું પડશે નહિ અને ફેસલેસ સેવા અંદર તે ઓનલાઇન એન્ડોર્સમેન્ટની કામગીરી કરી શકશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

3 thoughts on “ટુ-વ્હીલરનું લાયસન્સ હશે તો ફોર વ્હીલના લર્નિંગ માટે આ ટેસ્ટની જરૂર નથી, સરળ થયા RTO ના નિયમો…”

Leave a Comment