૧ પણ રૂપિયાની દવા વગર જ પેટમાં રહેલું એસિડ કાઢવા કરો આ કામ… શરીરના તમામ ખરાબ તત્વો સાથે એસિડ પણ નીકળી જશે બહાર…

મિત્રો જયારે તમારા શરીરમાં કોઈ તીખું મસાલેદાર ભોજન જાય છે ત્યારે એસીડીટી જેવી તકલીફ થતી હોય છે. પણ જો તમે આ એસીડીટી થી રાહત મેળવવા માટે કોઈ દવાનું સેવન કરવા કરતા યોગ કરી શકો છો. જેનાથી તમારું પેટ એકદમ મસ્ત રહે છે. અને તમને એસીડીટી જેવી તકલીફ રહેતી નથી. આ માટે જરૂરી છે કે તમે નિયમિત રીતે યોગ કરો. 

ચટપટું મસાલેદાર ભોજન દરેકને ખાવું પસંદ હોય છે. પરંતુ બોડી અને પેટની જરૂરિયાતો સ્વાદથી અલગ હોય છે. દારૂ, ફાસ્ટ ફૂડ અથવા ફ્રાઈડ, ચટપટું અને ઓઇલી ફૂડ ખાધા પછી સામાન્ય રીતે પેટમાં બળતરા થતી હોય છે. આ બળતરા ઘણી વખત ઘણી વખત ગંભીર ડાયઝેસ્ટિવ પ્રોબ્લેમ્સ તરફ પણ ઈશારો કરે છે. ભોજન ડાયઝેસ્ટ કરવા માટે પેટમાં એસિડ રીલીઝ થાય છે જે ફૂડ પાઇપ સુધી પહોંચીને બળતરાનું કારણ બની શકે છે.આ સમસ્યાને જ એસિડ રિફ્લક્સ કે એસિડિટી કહેવામા આવે છે. ભોજન બોડીને સ્વસ્થ રાખવાનો આધાર છે, અને તે કારણે જ પેટની સમસ્યાઓ આખા શરીરને અસર કરે છે. એવામાં એસિડ રિફ્લક્સની સમસ્યાથી બચવા માટે પેટને સ્વસ્થ બનાવવું જરૂરી થઈ જાય છે. પેટ અને આખી બોડીની તંદુરસ્તી માટે યોગાસન મદદરૂપ સાબિત થઈ શકે છે. આવો જાણીએ, અમુક યોગાસન જે એસિડ રિફ્લક્સથી લડવામાં ફાયદાકારક હોય છે. 

એસિડ રિફ્લક્સથી લડવામાં લાભદાયી યોગાસન:- 

1) અધોમુખ સ્વાનાસન:- જાણવા મળતી માહિતી મુજબ, આ યોગાસનમાં કુતરાના શરીરની આકૃતિ બનાવવામાં આવે છે, જેમાં શરીરનું વજન બે હાથ અને પગ પર હોય છે. અધોમુખ સ્વાનાસન કરવામાં જેટલું સરળ હોય છે, પેટ માટે તેટલું જ અસરકારક છે. આ આસન પેટને ઑક્સીજન પહોંચાડવામાં મદદ કરે છે જેનાથી એસિડિટી દરમિયાન થતી બળતરાથી રાહત મળે છે.2) વિરભદ્રાસન:- પેટને મજબૂત બનાવવા માટે યોગાસનની મદદ લઈ શકાય છે. વિરભદ્રાસનના નિયમિત અભ્યાસથી ડાયઝેસ્ટીવ સિસ્ટમ સાથે જ બોડીના બધા ઓર્ગન તંદુરસ્ત બને છે જેનાથી બોડીને પ્રોપર ફંક્શનિંગમાં મદદ મળે છે. એસિડ રિફ્લક્સથી રાહત મેળવવા વિરભદ્રાસન એક અસરકારક ઉપાય થઈ શકે છે.

3) અર્ધમત્સ્યેંદ્રાસન:- બોડીના હાનિકારક ટોક્સીંસને બહાર કાઢીને બ્લડ સર્ક્યુલેશનને મજબૂત કરવા માટે અર્ધમત્સ્યેંદ્રાસનનો અભ્યાસ કરી શકાય છે. ઑક્સીજનની સપ્લાઈ સારી હોવાથી ડાયઝેસ્ટીવ સિસ્ટમ સ્ટ્રોંગ હોય છે અને પોતાનું કામ સરળતાથી કરી શકે છે જેના કારણે એસિડિટીની સમસ્યા મટતી જોવા મળે છે.
4) બાલાસન:- બોડીને સાચી ફિઝિકલ એક્ટિવિટી સાથે જ રિલેક્સેશનની પણ જરૂરિયાત હોય છે. બાલાસન પેટને મસાજ આપવાનું કામ કરે છે, જેનાથી ડાયઝેસ્ટીવ ઓર્ગેન્સને રાહત મળે છે અને તે મજબૂતીથી પોતાનું કામ કરી શકે છે. તેનાથી એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આમ આ યોગાસનો નો નિયમિત અભ્યાસ કરવાથી તમારી પેટને લગતી જે કોઈપણ સમસ્યા છે તે તરત જ દુર થાય છે. અને પોતાને હળવા અનુભવો છો. યોગાસન એ અનેક રોગો સામે તમને રક્ષણ પૂરું પાડે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment