બ્રેસ્ટ મિલ્ક વધારવા માટે કરો આ વસ્તુઓનું સેવન | સ્તન કેન્સરથી પણ બચી જશો

મિત્રો આજે અમે તમને અમુક એવા ફૂડ વિશે જણાવશું જે સ્ત્રીઓના બ્રેસ્ટ મિલ્કને વધારે છે. બ્રેસ્ટ મિલ્કને વધારવા માટે સ્ત્રીઓએ શું શું ખાવું જોઈએ અને શું શું ન ખાવું જોઈએ તેના વિશે થોડી માહિતી જણાવશું. તો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો. કેમ કે આ લેખ દરેક સ્ત્રી માટે ઉપયોગી અને કદાચ સ્તન કેન્સરની સંભાવના  ઘટી જાય છે.

જો તમે તમારા બાળકને પર્યાપ્ત રીતે સ્તનપાન નથી કરાવી શકતા તો એવી સ્ત્રીઓ માટે આ ખુબ જ ચિંતાનો વિષય છે. બ્રેસ્ટ મિલ્ક ન વધવાના ઘણા બધા કારણ હોય છે. જેમ કે તણાવ, ડીહાઈડ્રેશન, અનિંદ્રા વગેરે. પરંતુ એવી ઘણી બધી પ્રભાવશાળી ઉપાય છે. જેનાથી તમે ખુબ જ આસાનીથી બ્રેસ્ટ મિલ્કને વધારી શકો છો. તેના માટે ખુબ જ સારા પ્રકારનો ખોરાક લેવો પડે જેનાથી બાળક પર કોઇપણ પ્રકારની ખરાબ અસર ન પડે. અને તે ખોરાકને આપણા રોજના ખોરાકમાં પ્રયોગ કરવો જોઈએ. તેનાથી તમારા બ્રેસ્ટ મિલ્કની સપ્લાય ખુબ જ સારી થઇ જશે. ઘણી વાર બ્રેસ્ટ મિલ્કનો પ્રવાહ સ્ત્રીમાં ન થતો હોય તો કેન્સર થવાની સંભાવના વધી જાય છે. તો તેના માટે આજે અમે નીચે જણાવ્યા તે ખોરાકનું સેવન કરવું જોઈએ. જેનાથી બે સમસ્યાનો એક સાથે અંત આવી જશે.

પહેલું છે મેથી. મેથીમાં આયરન, વિટામીન અને કેલ્શિયમ મળી રહે છે. મેથીનો ઉપયોગ આ પ્રયોગ માટે ઘણા જુના સમયથી કરવામાં આવે છે અને એક રીચર્સ પણ આ વાતથી સહેમત થયું છે. પરંતુ મેથીનું વધારે પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. જો વધારે સેવન કરવામાં આવે તો માતાના શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા થવાની સંભાવના રહે છે. સુકી મેથીને કાચી ખાવા કરતા તેને શાકમાં નાખીને ખાવી જોઈએ. તેનાથી તેની અસર ખુબ સરળ રીતે થાય છે.

બીજું છે તુલસી. તુલસીને ખાવાથી માત્ર બીમારી જ સારી નથી થતી. તેનાથી બ્રેસ્ટ મિલ્કને પણ વધારી શકાય છે. તુલસીમાં વિટામીન C મળી રહે છે. જે સ્ત્રીના બ્રેસ્ટ મિલ્કને વધારે છે. તુલસીનું સેવન સૂપમાં નાખીને અથવા કાચા મધ સાથે કરી શકો છો. તેનાથી થોડા જ દિવસોમાં પરિણામ મળી જશે.

ત્રીજું છે કારેલા. કારેલામાં વિટામીન અને મિનરલ ખુબ જ સારી માત્રામાં મળી આવે છે. જેનાથી બ્રેસ્ટ મિલ્ક વધારવાની ક્ષમતા વધી જાય છે. કારેલા સ્ત્રીના લેક્ટેશ્યનને સંતુલિત રાખે છે. પરંતુ કારેલાનું સેવનશાક બનાવીને જ કરવું જોઈએ અને ખાસ વાત કે કારેલાનું શાક બનાવો તેમાં મસાલાનો ઉપયોગ ખુબ જ ઓછો કરવાનો. તેનાથી બ્રેસ્ટ મિલ્ક પ્રવાહ પણ વધશે  અને પચવામાં પણ આસાન રહેશે.

ચોથું છે. લસણ. લસણ ખાવાથી પણ સ્ત્રીમાં બ્રેસ્ટ મિલ્કની ક્ષમતા વધે છે. કાચું લસણ ખાવા કરતા તેનું સેવન શાક, દાળ અથવા તેને ફ્રાય કરીને કરવું જોઈએ. તેનાથી બીજા ફાયદાઓ તો થાય છે પરંતુ બ્રેસ્ટ મિલ્કના પ્રવાહ વધારવા માટે તે ખુબ જ ફાયદાકારક છે.

પાંચમું છે મિલ્ક પ્રોડક્ટ. એવી ચરબી જે ઘી, માખણ, અથવા તેલથી મળતી હોય, તે બ્રેસ્ટ મિલ્ક વધારવા માટે ખુબ જ કરગર હોય છે. તે શરીરને ખુબ જ શક્તિ પ્રદાન કરે છે. તેને ભાત અથવા રોટલી સાથે સેવન કરી શકાય. જો તમે ઈચ્છો તો શાક બનાવતા સમયે પણ તેમાં એક ચમચી ઘી નાખી શકો. તેનાથી તેની અસર બમણી થઇ જાય.

છઠું છે સુકોમેવો. બદામ અને કાજુ જેવા ડ્રાયફ્રૂટ બ્રેસ્ટ મિલ્ક વધારવ માટે ખુબ જ સહાયક હોય છે. તેના સિવાય તે વિટામીન, મિનરલ અને પ્રોટીનથી ખુબ જ ભરેલા હોય છે. એટલા માટે સ્ત્રી શરીરમાં તે મિલ્ક પ્રવાહને વધારે છે અને તે મિલ્ક બાળકને પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

જે સ્ત્રી સ્તનપાન કરાવતી હોય તેણે ક્યારેય કોઈ પણ પ્રકારના  ફાસ્ટફૂડનું સેવન ન કરવું જોઈએ. તેનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે. તેના કારણે શરીરમાં રક્ત સંચારમાં પણ સમસ્યા આવે છે અને બ્રેસ્ટ મીલ્કમાં પણ ખુબ જ સમસ્યા થાય છે. એટલા માટે કોઈ પણ પરકારના બહારના ખોરાકનું સેવન ન કરવું જોઈએ. જો સ્તનપાન કરાવતી સ્ત્રી ફાસ્ટફૂડનું સેવન કરે તો તેના બાળકમાં કુપોષણ આવી શકે છે અને બ્રેસ્ટ મિલ્કમાં પણ કણો ઘટી જાય છે. જેના કારણે બાળકને આગળ જતા શારીરિક તકલીફ થઇ શકે છે. એટલા માટે જે સ્ત્રીઓ બાળકને સ્તનપાન કરાવે છે તેમણે ક્યારેય પણ ફાસ્ટફૂડનું સેવન ન કરવું જોઈએ.

મિત્રો આ  લેખને વધુ શેર કરો ઘણી બધી સ્ત્રીઓ માટે ઉપયોગી સાબિત થશે.

(નોંધ )-ગુજરાતી ડાયરો ની આ જાણકારી, દેશી ઉપચાર અને આયુર્વેદ પર આધારિત છે આ માહિતી નેટ , બુક્સ અને લેખકો દ્વારા સંકલિત કરવામાં આવી છે , કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પેહલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે.

Leave a Comment