ભૂલથી ગાડી ની ટક્કર થઈ જાય તો ધ્યાનમાં રાખો આ ખાસ વાત | સામે વાળાને પૈસા પણ નહીં આપવા પડે ફ્રી માં રિપેર થઈ જશે

મિત્રો તમે અક્સર એવું જોયું હશે કે ઘણી વખત અજાણતા આપણાથી કોઈ અન્ય વાહન સાથે ટક્કર થઈ જાય છે. આ એક્સીડેંટ માં જો કોઈને કશું થાય નહિ તો કઈ પ્રોબ્લેમ નથી પણ કયારેક ગાડી પર સવાર માણસ અથવા તો ગાડીને કશું નુકસાન થાય છે. તો એવા સમયે આપણને ઘણી વખત સમજાતું નથી કે શું કરવું જોઈએ. પણ જો તમે આ વિશે પહેલેથી જાણી લો તો પછી ક્યારેક ભવિષ્યમાં આવું કશું થાય તો તમે ખુબ ઝડપથી કામ કરી શકો છો. .

ઘણી વખત આપણે પોતાની બાઈક કે કાર લઈને રસ્તા પર નીકળીએ છીએ ત્યારે રસ્તા પર બીજા વાહન સાથે ટક્કર થઈ જાય છે. તેનાથી બીજા વાહનને નુકસાન થાય છે અથવા તો થોડી એવી સ્કૈચ આવી જાય છે અથવા તો કોઈ ઘાયલ થઈ જાય છે તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ. જો કે સામેના વાહનનો માલિક પૈસાની જ માંગણી કરે છે. અને નુકસાનના નામે સારી એવી રકમ વસુલ કરે છે. હવે તમારી સાથે જયારે પણ આવું બને તો એક વાત સારી રીતે સમજી લો કે જો ગાડીનો માલિક પૈસાની માંગણી કરે તો તેને પૈસા દેવાની બિલકુલ જરૂર નથી. 

તો તમે આવી સ્થિતિ માં ક્યારેય ગભરાશો નહિ. જો તમારા વાહનનું ઇન્શ્યોરન્સ છે તો તમારે ઘટના સ્થળે કોઈ સમાધાન ન કરવું જોઈએ. પણ થોડી નિશ્ચિત પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. અથવા તો સામેની વ્યક્તિને પોલીસમાં જવા માટે કહેવું જોઈએ. આવી સ્થિતિમાં તમારા પર કોઈ લાયબીલીટી નથી આવતી.જો તમારી પાસે વાહનનું ઇન્શ્યોરન્સ છે તો નુકસાનની જવાબદારી ઇન્શ્યોરન્સ કંપનીની છે. 


ઇન્શ્યોરન્સ કંપનીઓ આ માટે થોડી શરતો રાખે છે. મતબલ કે ડ્રાઈવિંગ કરી રહેલા વ્યક્તિ પાસે દુર્ઘટના સમયે ડ્રાઈવિંગ લાઇસન્સ અને વાહનને સંબંધિત અન્ય કાગળ છે તો ક્યારેય તેનું લાઇસેંસ જપ્ત નથી થતું. 

જો તમારો પાસે લર્નિગ લાઇસન્સ છે તો પણ તેને પોતાની પાસે રાખો. કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમ 1989 અનુસાર જો તમારી પાસે વૈદ્ય લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ ના કાગળ છે તો તે તમને ડ્રાઈવ કરવાનો અધિકાર આપે છે. 

ઘટના સ્થળ પર કોઈપણ પ્રકારનું એગ્રીમેન્ટ ન કરો : જો તમારી કાર કે બાઈક સાથે એક્સીડેંટ થઈ જાય છે તો તમારે સ્પોર્ટ પર કોઈપણ પ્રકારનું એગ્રીમેન્ટ સાઈન કરવાની જરૂર નથી. જો તમારી ગાડીનો વીમો છે તો તેની સારી જવાબદારી વીમા કંપનીની છે. 

આ સિવાય એ પણ સમજી લો કે જે વ્યક્તિના  વાહનને નુકસાન થાય છે તે નુકસાન માટેની ભરપાઈ ની માંગણી પોતાની ઇન્શ્યોરન્સ કંપની પાસે પણ કરી શકે છે. અક્સર થાય છે કે જે વાહનનું નુકસાન થાય છે તે તમારી પાસે પણ પૈસા માંગે છે અને પછી ઇન્શ્યોરંસ કંપની પાસે પણ ક્લેમ કરે છે. 

આવી સ્થિતિમાં તે બંને પાસે પૈસા વસુલ કરે છે. આથી આવી પરિસ્થિતિમાં હંમેશા પોલીસ ની પાસે જવું જોઈએ અને પોતાની ઇન્શ્યોરન્સ કંપનીને જાણકારી આપવી જોઈએ. 

આવી સ્થિતિમાં કેમ પોલીસને જાણ કરવી : જો તમારું કાર કે બાઈક સાથે એક્સીડેંટ થઈ જાય છે તો તમારે પહેલા પોલીસને જાણ કરવી જોઈએ. અને પોતાની ગાડીના ડોક્યુમેન્ટ ની ફોટોકોપી તેને આપવી જોઈએ. આ સ્થિતિમાં પોલીસ કે કોઈપણ એજેન્સી સાથે સહયોગ કરવો જોઈએ. 

વીમા કંપનીની થશે બધી જ લાયબીલીટી : પોતાની વીમા કંપનીને એક્સીડેંટ ની બધી જ જાણકારી આપો. સાથે પોલીસી નંબરની માહિતી પણ આપવી જોઈએ. એક્સીડેંટ માં કોઈ ઘાયલ થઈ જાય છે અથવા તેની મૃત્યુ થઈ જાય છે તો તે માટે તમારી કોઈ લાયબીલીટી નથી બનતી. બધી જ જવાબદારી વીમા કંપનીની હોય છે અને કોર્ટમાં પણ તે તમારો કેસ લડશે. 

કેટલી ક્ષતિપૂર્તિ ઇન્શ્યોરન્સ દ્વારા થશે : સેક્શન 2-1 (આઈ) એક્ટ કહે છે કે જો તમારા વાહનની ટક્કર થી કોઈની મૃત્યુ થઈ જાય અથવા તો  ગંભીર રૂપે ઘાયલ થઈ જાય તો કેટલી રકમ વધારેમાં વધારે આપી શકાય છે. મોટર વ્હીકલ એક્ટ 1988 ના સેક્શન 2-1 અનુસાર પર થર્ડ પાર્ટીને 7.5 લાખ રૂપિયા કવર કરી શકાય છે. 

કોર્ટમાં આપો સાચી જાણકારી : જો તમારે કોર્ટની સામે આવવાનું થાય તો તમારે ત્યાં હાજર થઈને એક્સીડેંટ વિશે સાચી જાણકારી આપવી જોઈએ. તમે કોર્ટને એક નકશો બનાવીને પણ આપી શકો છો. કે એક્સીડેંટ કેવી રીતે થયું હતું. જો તમે સાચી જાણકારી આપો છો તો કોર્ટનો ચુકાદો જલ્દી આવે છે. 

ડ્રાઈવિંગ લાયસન્સ અને દસ્તાવેજ વૈદ્ય હોવા જોઈએ : જો તમારી ગાડી સાથે એક્સીડેંટ થયું છે તો તેની બધી જ જવાબદારી વીમા કંપની વહન કરશે. આ માટે જરૂરી છે કે જે વ્યક્તિ ગાડી ચલાવે છે તેનું ડ્રાઈવિંગ લાયસન્સ અને ગાડીના ડોક્યુમેન્ટ વૈદ્ય હોવા જોઈએ. જો એમ નથી બનતું તો વીમા કંપની ક્લેમ સ્વીકારશે નહિ. અને બધી જ જવાબદારી તમારી બનશે. 

જો શરાબ પી હશે તો મુશ્કેલી થશે :જો તમે શરાબ પીધેલી હશે અને તમારી  કાર કે બાઈક સાથે એક્સીડેંટમાં કોઈ ઘાયલ થાય છે અથવા તેની મૃત્યુ થાય છે, ત્યારે તમે જરૂરથી મુશ્કેલીમાં પડી જશો. 

આવી સ્થિતિમાં તમારા શરીરમાં એક નિશ્ચિત માત્રાથી વધુ આલ્કોહોલ મળે છે તો વીમા કંપની કોઈ જવાબદારી નથી લેતી. બધી જ જવાબદારી તમારે ઉઠાવવી પડશે. કોર્ટમાં પણ પોતે જ કેસ લડવો પડશે. 

લાપરવાહી મોઘી પડી શકે છે : આથી હંમેશા ધ્યાન રાખો કે રસ્તા પર જયારે પણ વાહન ચલાવો ત્યારે ગંભીરતા રાખો. જવાબદારી વગર વાહન ન ચલાવો. અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તમે લાપરવાહી થી ગાડી ચલાવી રહ્યા હતા અને આ કારણે જ એક્સીડેંટ થયું છે તો તમને મુશ્કેલી થઈ શકે છે. 

નવા મોટર વ્હીકલ એક્ટમાં ત્રણ વર્ષની જેલ નો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ રીતે તમે મોટર વ્હીકલ એક્ટ ના કોઈપણ નિયમનું પાલન નથી કરતા તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. 

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment