આ 5 લક્ષણો બતાવે છે તમારી કમજોર ઇમ્યુનીટી. વહેલી તકે જાણીલો આ લક્ષણો.. ક્યાંક તમારામાં તો નથીને? હોય તો કરો આ ઉપાયો

કોરોના વાયરસ ની બીજી લહેરથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ઘણી વેક્સીન પણ આવી ગઈ છે. પણ દરેક લોકો આજકાલ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કહે છે. પણ સવાલ એ છે કે તમે પોતાની રોગપ્રતિકારક શક્તિ કમજોર છે કે મજબુત, આ કેવી રીતે જાણી શકો છો. જો કે પ્રતિરક્ષા પ્રણાલી નબળી હોવાના ઘણા કારણો હોઈ શકે છે. ચાલો તો વિશેષજ્ઞ પાસેથી જાણી લઈએ નબળી રોગપ્રતિકારક શક્તિ વિશે કેવી રીતે જાણી શકાય છે. 

પ્રાકૃતિક સ્વરૂપે સામાન્ય બાળકોમાં એટલી ઈમ્યુનીટી હોય છે કે તે ઘણા પ્રકારના સંક્રમણ થી દવા લીધા વગર લડી શકે છે. પણ ઘણી વખત આપણી લાઈફ સ્ટાઈલ અને સમસ્યાઓ પણ રોગપ્રતિકારક શક્તિને નબળી કરી દે છે. તેનાથી વાયરસ થી નુકસાન નો ખતરો વધી શકે છે. તેમાં એક કારણ એ છે કે જો કોઈ વ્યક્તિ પહેલેથી કોઈ બીમારી સાથે લડી રહ્યો છે તો તેમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. 

આ સિવાય નશાની આદત હોય જેમ કે ધુમ્રપાન અથવા શરાબ થી પણ ઓછી થાય છે. ઘણા લોકોમાં નીંદર ન આવવાની સમસ્યા અથવા ખાનપાન બરાબર ન હોવાથી પણ ઈમ્યુન સીસ્ટમ નબળી પડે છે. ન્યુટ્રીશીયનિસ્ટ, ડાઈટીશિયન અને ફિટનેસ એક્સપર્ટ ના કહ્યા અનુસાર હો તમારા શરીરમાં નબળી રોગપ્રતિકારક શક્તિ આ પાંચ લક્ષણ દેખાય છે તો તમારે પ્રતિરક્ષા પ્રણાલી વધારવાની જરૂરત છે. 

એક્સપર્ટ કહે છે કે સ્ટ્રોંગ ઈમ્યુન સીસ્ટમ આપણને ઘણી બીમારી સામે લડવાની ક્ષમતા આપે છે. જો તમને લાગે છે કે તમે વધુ બીમાર છો, તમને સતત કમજોરી થાક રહે છે, દરરોજ માથામાં દુખાવો રહે છે તો તમારી ઈમ્યુન સીસ્ટમ કમજોર છે. આ સિવાય ઘણા બીજા લક્ષણ પણ છે જેનાથી તમે જાણી શકો છો કે તમે કેટલા કમજોર છો. 

આ છે ખરાબ ઈમ્યુનીટી ના લક્ષણ 

  • આંખ નીચે કાળા ડાઘ હોવા. 
  • સવારે ઉઠીને નબળાઈ અનુભવવી 
  • આખો દિવસ એનર્જી લેવલ ઓછુ હોવું. 
  • કોઈપણ જગ્યાએ ધ્યાન ન લાગવું, 
  • પેટમાં ગડબડ રહેવી. 
  • ચીડચીડાપન નો અહેસાસ થવો. 
  • ખુબ જ જલ્દી બીમારી પડી જવું. 
  • નબળાઈ અનુભવવી, થાક લાગવો. 

આ સિવાય જો વારંવાર તાવ આવી જતો હોય, સ્ટ્રેસ માં વધારો થતો હોય, કોઈ ઈજા ને ધીમે ધીમે ઠીક થવી જેવા લક્ષણ છે, તો પણ તે પણ કમજોરી ની નિશાની હોઈ શકે છે. ઉપર જણાવેલ લક્ષણો પૈકી કોઈ લક્ષણ તમારા માં હોય તો મૂંઝાવાની જરૂર નથી.. ઈમ્યુનીટી વધારવા માટે લીલા શાકભાજી નું સેવન કરો, તાજા ફળ ખાવ, ડ્રાઈફ્રુટ્સ ખાવ, સારી નીંદર લો, યોગ અને કસરત કરો તેને પોતાની ડાયેટમાં સામેલ કરો. 

હાર્ટ કેયર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ કેકે અગ્રવાલ ના કહ્યા અનુસાર વિટામીન ડી નો ઈમ્યનીટી વધારવામાં મહત્વનો રોલ હોય છે. એવું જોવામાં આવ્યું છે કે વધુ પડતા લોકોમાં આની કમી હોય છે. જો તમારી બ્લડ રીપોર્ટ માં પણ વિટામીન ડી ની ઉણપ જોવા મળે છે તો તમારે જેમ બને તેમ વહેલી તકે તેનો ઈલાજ કરવો જોઈએ. 

કોરોના થી બચવા માટે તમારી ઈમ્યુનીટી નું લેવલ ઓછુ હોવું ઘણી વખત તમારા ડીપ્રેશન અથવા ડાર્ક સર્કલ થી પણ જોવા મળે છે.  તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે તો તમારું પાચન તંત્ર પણ નબળું જ હશે. તેનાથી તમને દસ્ત, અલ્સર, ગેસ, સોજા, એઠન, અથવા કબજિયાત ની ફરિયાદ પણ રહી શકે છે. આમ તમારે આ મહામારીના સમયમાં પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી પોષકતત્વોની કમી પુરી કરવાની જરૂર છે. તો તમે આજના સમયમાં કોરોના સામે .સરળતાથી લડી શકશો. નહિ તો આ મહામારીનો ભોગ બનવાનો ખતરો વધી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ના વિગતવાર ઘરેલુ ઉપાયો જાણવા હોય તો કોમેન્ટ કરો part 2 અમે એના પર આર્ટિકલ લખી આપણી સમક્ષ રજૂ કરીશું. 

આવીજ બેસ્ટ ટિપ્સ માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE બટન દબાવી પેજ લાઈક કરી લો.

Leave a Comment