આંખ વાળ અને ચામડીના રોગોમાં એક્સીર છે આ દેશી વસ્તુ, જાણો ઉપયોગની રીત… ખંજવાળ અને શરીરના દુખાવા પણ કરી દેશે ગાયબ…

મિત્રો તમે અખરોટનું સેવન કરતા હશો. કહેવાય છે અખરોટનું સેવન મગજ માટે ખુબ જ ફાયદાકારક છે. તેમજ તેનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. તેવી જ રીતે અખરોટ તમારી આંખ માટે પણ ખુબ જ સારું માનવામાં આવે છે. ખાસ કરીને તેનું તેલ આંખની રોશની વધારે છે. તેમજ તેનાથી તમને અન્ય ઘણા લાભો પણ મળે છે. ચાલો તો આ લેખમાં આપણે અખરોટના તેલના ફાયદાઓ અને પ્રયોગ વિશે જાણી લઈએ. 

અખરોટનું તેલ એક પ્રભાવશાળી એન્ટિઓક્સિડેંટની જેમ કાર્ય કરે છે. અખરોટના તેલમાં એવા કંપાઉંડ્સ જોવા મળે છે, જે શરીરમાં ફ્રી રેડિકલ્સ બનાવવાનું કામ કરે છે. અખરોટના તેલમાં વિટામિન ઇ, વિટામિન કે વગેરે જોવા મળે છે. અખરોટ આપણી ત્વચા અને શરીર માટે ફાયદાકારક ગણવામાં આવે છે. આ લેખમાં આપણે અખરોટના તેલના ફાયદા અને તેના ઉપયોગની રીત જાણીશું.1) આંખ માટે ફાયદાકારક છે:- અખરોટના તેલનું સેવન કરવાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થાય છે, આંખોના સોજાથી પણ છૂટકારો મળે છે. અખરોટના તેલનો ઉપયોગ કરવા માટે તમે તેને ડાયેટમાં સમાવિષ્ટ કરી શકો છો. સલાડમાં અડધાથી એક ચમચી જેટલું અખરોટનો તેલ નાખીને ખાઈ શકાય છે. આમ જે લોકોને આંખ આગળ ડાર્ક સર્કલની સમસ્યા છે તેમના માટે અખરોટનું તેલ ખુબ જ સારું છે.  

2) ત્વચા માટે અખરોટના તેલના ફાયદા:- જે લોકોને સ્કીનને લગતી કોઈ બીમારી છે તેમના માટે અખરોટનું તેલ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. ત્વચા માટે અખરોટનું તેલ ફાયદાકારક હોય છે. શુષ્ક ત્વચાને મુલાયમ બનાવવા માટે તમે ક્રીમ કે લોશનમાં અખરોટનુ તેલ મિક્સ કરો અને હળવા હાથે માલિશ કરો. તેનાથી ત્વચા રેશિઝની સમસ્યા પણ દૂર થાય છે.3) વાળ માટે અખરોટના તેલના ફાયદા:- જો તમને વાળમાં ખોડો, ખરતા વાળ, રફ વાળ જેવી સમસ્યા છે તો તેના માટે અખરોટનું તેલ ખુબ જ ફાયદાકારક છે. અખરોટનું તેલ વાળમાં લગાડવાથી ઘણો ફાયદો થાય છે. સ્કેલ્પ પર માલિશ કરીને તમે વાળાને ઘટ્ટ અને મજબૂત બનાવી શકો છો. તેના થોડા ટીપાં તેલમાં મિક્સ કરીને લગાડવાથી સ્કેલ્પ ઇન્ફેક્શનથી છૂટકારો મળે છે. 

4) સંક્રમણનો ઈલાજ:- ઇન્ફેક્શન થાય ત્યારે તમે અખરોટના તેલનો ઉપયોગ કરી શકો છો. ત્વચાના સંક્રમિત ભાગ પર રૂની મદદથી અખરોટનું તેલ લગાડી શકાય છે. અડધા કલાક પછી પાણીથી ત્વચાને સાફ કરો. સંક્રમણ દૂર થાય છે અને વાગ્યાના ઘા પર ખંજવાળ અને બળતરાથી પણ છૂટકારો મળે છે.5) દુખાવો દૂર થાય છે:- જો તમને કોઈ કારણસર શરીરમાં દુખાવો થતો હોય, અથવા તો કળતર જેવું લાગતું હોય તો તમને અખરોટનું તેલ લગાવી શકો છો. જો તમને બોડી પેઇન થતું હોય, તો અખરોટનું તેલ હળવું ગરમ કરીને તેનાથી માલિશ કરો. અખરોટના તેલની માલિશ કરો તો, ઑક્સીજન સંચાર અને બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. સવાર સાંજ 10-15 મિનિટ માલિશ કરવાથી દુખાવો દૂર થાય છે. 

અખરોટનું તેલ બનાવવાની રીત:- અખરોટનું તેલ બનાવવા માટે પાણીને ઉકળવા મૂકી દો. તેમાં અખરોટ નાખો અને તે પાણીને ઉકળવા દો અને પછી પાણીને ગળીને અલગ રાખી લો. બફાયેલા અખરોટ જો મુલાયમ થઈ ગયા હોય તો તેને વેલણની મદદથી પીસી લો. ત્યાર બાદ આ મિશ્રણને પીસીને પાવડર બનાવી લો. પછી તેને નારિયેળ તેલ સાથે મિક્સ કરો અને તેલને ધીમા તાપે ઉકાળો. જ્યારે તેલનો રંગ બદલાઈ જાય, તો તેને ગળીને અલગ કરી લો.

અખરોટના તેલનો વધારે ઉપયોગ કરવાથી ગાળામાં સોજો, અવાજ બેસી જવો વગેરે અનુભવાઈ શકે છે. અખરોટના તેલનો વધારે ઉપયોગ કરવાથી ત્વચા પર ખંજવાળ પણ થઈ શકે છે. માટે સીમિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment