ગુલાબના ફૂલને આવી રીતે મૂકી દો તમારી તિજોરીમાં, થઈ જશે ધનના ઢગલા… જાણો ગુલાબના ફૂલથી થતા અણધાર્યા આર્થિક અને શારીરિક લાભો…

સનાતન ધર્મમાં પ્રકૃતિને સર્વોપરી માનવામાં આવે છે. એ જ કારણ છે કે, પૂજામાં પાણી, ફૂલ, પાન, પશુ અને પક્ષીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું કોઈ પણ કાર્ય હોય અથવા ઉપાય નથી જેમાં પોતાના સ્વાર્થ માટે કોઈને પણ હાનિ પહોંચાડે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેના મહત્વ જણાવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે આપણે ફૂલોના રાજા ગણાતા ગુલાબના અમુક ઉપાય જાણશું. ગુલાબના ફૂલની સુગંધ બધા જ લોકોના મન મોહી લે છે.

ખુબ જ સુંદર દેખાવ વાળું એક ફૂલ તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ લાવી શકે છે. તેની સાથે જોડાયેલા અમુક ઉપાય જે તમારી પ્રગતિ તો કરશે જ પરંતુ સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ ગુલાબના ફાયદા અને ઉપયોગો…

ધનપ્રાપ્તિ માટેના ઉપાય : માતા લક્ષ્મીના 8 સ્વરૂપો માંથી એક વૈભવ લક્ષ્મીને લાલ ગુલાબ ખુબ જ પ્રિય છે. જો તમે નિયમિત રૂપે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને લાલ ખીલેલું ગુલાબ અર્પણ કરો છો તો તમારા માટે ધનના રસ્તાઓ ખુલે છે. આ ઉપાયને તમે દર શુક્રવારે કરી શકો છો. વધારાના ખર્ચાઓ પર કાબુ મેળવવા માટે દરરોજ એક લાલ ગુલાબ તિજોરીમાં રાખો. આર્થિક ફાયદાઓ પણ થશે.

સારા સ્વાસ્થ્ય માટે : 1 ) ગુલાબના ફૂલની ખુશ્બુ મનને શાંતિ આપે છે. જો તમારા ઘરમાં કોઈ બીમાર છે, તો તેના રૂમમાં તકિયાની નજીક 5 ગુલાબના ફૂલ રાખવાથી તેના સ્વાસ્થ્યમાં સુધાર થવા લાગશે.

2 ) જો કોઈને ખુબ જ તાવ આવી રહ્યો હોય, તો પાણીમાં ગુલાબની અમુક પાંખડીઓ મિક્સ કરીને શરીરની સફાઈ કરવાથી લાભ થશે.

આસપાસનું વાતાવરણ : 1 ) જો તમારા કાર્ય સ્થળ પર તમારા સહકર્મી પરેશાન કરી રહ્યા હોય, તો દરરોજ પોતાના ટેબલ પર બે ગુલાબના ફૂલ રાખી દો. આવું કરવાથી ત્યાંનું વાતાવરણ સકારાત્મક અને તમારા પક્ષમાં થઈ જશે.

2 ) પોતાના કોઈ પણ કામને સફળતાપૂર્વક પૂરું કરવા માટે ઘરેથી નીકળતા સમયે વાળ અથવા કપડામાં એક ગુલાબનું ફૂલ જરૂર લગાવો.

ડરને દુર ભગાડવા માટે : જો તમે કોઈ ખરાબ સપનાથી ડરી ગયા હો, અથવા કોઈ પણ અજ્ઞાત વસ્તુથી તમારા મનમાં ડર બેસી ગયો હોય, તો તેને દુર કરવા માટે દર મંગળવારે 11 ફૂલ હનુમાનજીને અર્પિત કરો. ત્યાર બાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment