જો તમે દર વર્ષની જેમ દિવાળીની રજાઓમાં ઘરની બહાર કે પોતાના ઘરે જઈ રહ્યાં છો, તો પહેલા ક્વોરન્ટાઇનના નિયમને જરૂરથી જાણો. દરેકના મનમાં પ્રશ્ન છે કે, ઘરની બહાર 14 કે 21 દિવસ માટે જઈએ તો શું ક્વોરન્ટાઇન થવું પડશે ? ઉલ્લેખનીય છે કે, જો તમે ગાડી, બસ કે ટ્રેન દ્વારા કોઈ બીજા રાજ્યમાં જઈ રહ્યાં છો, તો ક્વોરન્ટાઇન થવાની કોઈ જરૂર નથી. પરંતુ જો તમે ફ્લાઇટથી જઈ રહ્યાં છો તો ક્વોરન્ટાઇનના નિયમ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ છે. બધા નિયમો વિશે સિવિલ એવિએશનની ઓફિશિયલ વેબસાઇટ civilaviation.gov.in>Covid/VBMinfo પરથી જાણકારી મળશે તથા અમુક રાજ્યોના નિયમ નીચે મુજબ છે. જેના વિશે અમે તમને જણાવશું.
UP(ઉત્તરપ્રદેશ) માટે : ઉત્તરપ્રદેશમાં એન્ટ્રી માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ reg.upcovid.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ઉપરાંત 14 દિવસ માટે ઘરે જ ક્વોરન્ટાઇન રહેવું પડશે. જો તમે ટૂરિસ્ટ છો તો તમે જે હોટલમાં રોકાણ કરવાના હો ત્યાં તમારે ટ્રાવેલ હિસ્ટ્રી આપવાની રહેશે. જો તમે ઉત્તરપ્રદેશમાં 7 થી ઓછા દિવસ માટે જઈ રહ્યાં છો તો પછી બીજા રાજ્યોમાં જવું છે તો ટ્રાવેલિંગ હિસ્ટ્રી સબમિટ કરાવી પડશે ત્યાર બાદ તમને ક્વોરન્ટાઇનના સમયમાં છૂટ મળી જશે.
બિહાર માટે : કોઈ પણ રીતે ક્વોરન્ટાઇનની જરૂર નથી. કોરોના ટેસ્ટ રિપોર્ટની પણ જરૂર નથી.
ઉત્તરાખંડ માટે : ઉત્તરાખંડમાં એન્ટ્રી પહેલા વેબસાઇટ smartcitydehradun.uk.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે. જો તમે કોઈ એવા શહેરથી આવ્યાં છો જ્યાં કોરોનાના કેસ વધારે છે તો ઉત્તરાખંડ પહોંચ્યા બાદ 7 દિવસ સુધી સરકાર તે જ સ્થળે તમને ક્વોરન્ટાઇમાં રહેવું પડશે. કોરોના પ્રભાવિત શહેરોની લિસ્ટ ઓફિશિયલ વેબસાઇટ health.uk.gov.in પર મૂકવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશ માટે : કોઈ ટૂરિસ્ટ શહેર કે રેડ ઝોન વિસ્તાર માંથી આવેલા વ્યક્તિને 14 દિવસ સુધી સરકારી કેન્દ્ર પર ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. ત્યાર બાદ કોઈ બીજી જગ્યાએથી આવી રહ્યા છો તો 14 દિવસ સુઘી ઘરે જ ક્વોરોન્ટાઇન રહેવું પડશે. જો કોઈ હોટલમાં ટૂરિસ્ટ રોકાશે તો ત્યાં ટ્રાવેલ હિસ્ટ્રી આપવાની રહેશે.
કાર, બસ, ટ્રેન કે ફ્લાઇટથી જઇ રહ્યાં છો તો ધ્યાન રાખવાની બાબતો : જો તમે કારમાં જઇ રહ્યાં છો તો તમારી કારમાં ફાસ્ટેગ લાગેલુ હોવું ખુબ જ જરૂરી છે. ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને રાખો. તમારી પાસે હેન્ડ સેનેટાઇઝર હોવું પણ જરૂરી છે.
બસમાં જઈ રહ્યાં છો તો : બસમાં બીજા રાજ્યમાં જઈ રહ્યાં છો તો ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રાખો. યાત્રીએ સફર દરમિયાન માસ્ક પહેરેલુ રાખો. યાત્રીની પાસે હેન્ડ સેનેટાઇઝર જરૂર હોવું જોઈએ. બસમાં જવા આવવા માટે કોરોના રિપોર્ટ પાસે રાખવાની જરૂરી નથી. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે દિલ્હીમાં ઇન્ટરસ્ટેટ બસ સેવા શરૂ કરવામાં આવી ચુકી છે.
જો ટ્રેનથી જવાના છો તો : ટ્રેનમાં કન્ફોર્મેશન ટિકિટ વાળા યાત્રીને જ સફર કરવાની પરમિશન છે. ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને રાખો. યાત્રીએ સફર દરમિયાન માસ્ક પહેરેલુ રાખો. યાત્રીની પાસે હેન્ડ સેનેટાઇઝર જરૂર હોવું જોઈએ. બસમાં જવા આવવા માટે કોરોના રિપોર્ટ પાસે રાખવાની જરૂરી નથી.જો હવાઇ યાત્રા કરી રહ્યાં છો તો : હવાઈ યાત્રા કરી રહ્યાં છો તો, એરપોર્ટ પર નિયમ ખબર હોવા જરૂરી છે.
વેબ ચેક ઇન : બધી એરલાઈન વેબ ચેક ઇનની સુવિધા આપી રહી છે, જે એરલાઈનની ટિકિટ છે તેની વેબસાઇટ પર જઈને ઘર બેઠા તમે ચેક ઈન કરી શકાય છે. ચેક ઈનનું સમય ફ્લાઇટ છૂટવાથી 71 કલાક પહેલાથી લઈ 60 મિનિટ પહેલા સુધી હોવું જોઈએ. વેબ ચેક ઈન કર્યા બાદ એરલાઈન તમારી મેલ આઇડી પર બેગેજ ટેગ મોકલી દેશે. તેની પ્રિન્ટ આઉટ લઈને તમારી બેગ પર લગાવી લો. એરપોર્ટ પહોંચી બેગને ચેક ઈન કાઉન્ટર પર ડ્રોપ કરી લો. તે ઉપરાંત તમારા મેલ આઇડી પર બોર્ડિંગ પાસ પણ કરી શકો છો.
આરોગ્ય સેતુ એપ : ફોનમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે. એરપોર્ટ પહોંચીને સિક્યોરીટી ગાર્ડ તમારા ફોનમાં બોર્ડિંગ પાસ અને એપ ચેક કર્યા બાદ જ તમને એન્ટ્રી આપશે. તમારા શરીરનું ટેમ્પરેચર ચેક કરવામાં આવશે જો, તમારા શરીરનું ટેમ્પરેચર વધારે હશે તો તમને ફ્લાઇટમાં બેસવા દેવામાં નહીં આવે. તો આવી સ્થિતિમાં તમે કોઈ અન્ય દિવસ માટે ફ્લાઇટને રિશ્ડ્યુલ કરી શકો છો.
સમયથી 2-3 કલાક પહેલા પહોંચો : એરપોર્ટ પર થનારા ચેકિંગ માટે તમને વધારે સમય લાગી શકે છે. તેથી તમારે 2-3 કલાક પહેલાં પહોંચવું જોઈએ. જેનાથી તમને કોઈ પરેશાની ન થાય.
ફેસશીલ્ડ છે જરૂરી : જો તમને સારી તપાસ ઠીક નીકળે છે તો તમને ફ્લાઇટમાં બેસવાની પરમિશન મળી જશે. ફ્લાઇટમાં હેન્ડ સેનિટાઇઝર ફેસ માસ્ક અને ફેસ શીલ્ડ આપવામાં આવશે. તે ઉપરાંત જો વચ્ચે સીટ મળે તો PPE કિટ આપવામાં આવશે, જે સફર દરમિયાન પહેરવાની રહેશે.હોટલમાં રોકાવાનું પ્લાન છે તો નિયમ હોઈ શકે છે અલગ : જો તમે તહેવારોની રજાઓમાં ઘરમાંથી બહાર ફરવા જવાનું વિચારી રહ્યાં છો કે, પ્લાન બનાવી રહ્યાં છો તો પહેલા જાણી લો કે હોટલમાં રોકાતા પહેલા ત્યાંના નિયમ છે. કેન્દ્ર સરકારની ઓફિશિયલ વેબસાઇટ mohfw.gov.in પર હોટલ અને હોસ્પિટેલિટી સર્વિસ આપનારી સંસ્થાઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તમે હોટલના રૂમ બુક કરતા પહેલા ત્યાં કોરોનાથી જોડાયેલા નિયમ જાણી લો. તે વિશે હોટલની વેબસાઇટ પર કે ફોન કરીને માહિતી લઈ શકો છો.
કેન્દ્ર સરકાર દ્વારા હોટલ અને રેસ્ટ્રોન્ટ માટે જરૂરી નિયમ : એન્ટ્રીથી પહેલા થર્મલ સ્કેનિંગ અને આરોગ્ય સેતુ એપ પર થવું જરૂરી છે. કોરોનાના લક્ષણ જોવા પર એન્ટ્રી આપવામાં આવશે નહીં. હાથ અને સામાનને ગેટ પર જ સેનેટાઇઝ કરવાનો રહેશે. હોટલમાં આવતા જતા મહેમાનો, કર્મચારીઓ અને સામાનો માટે અલગ-અલગ એન્ટ્રી અને એક્ઝિટ રાખવાની રહેશે. હોટલના ઇમ્પલોઇ અને ગેસ્ટની વચ્ચે 6 ફૂટની દૂરી રાખવી જરૂરી છે. વોશરૂમને નિયમિત રીતે સાફ રાખવું જરૂરી છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google