જૂની ડાયાબિટીસ કંટ્રોલ કરવાના 2 અકસીર ઉપચાર, વગર દવાએ આવી જશે કંટ્રોલમાં…. બ્લડ શુગર રહેશે આજીવન કંટ્રોલમાં….

આજે મોટાભાગના લોકો ડાયાબીટીસ ના રોગથી પીડિત છે. એવામાં તેઓએ પોતાના ખોરાક વિશે ખુબ જ સાવચેતી રાખવાની જરૂર પડે છે. આજે અમે તમને આ લેખમાં ડાયાબીટીસ માં ડુંગળી કઈ રીતે તમારી મદદ કરે છે તેના વિશે ચર્ચા કરીશું. પણ ડુંગળીનું સેવન કરતા પહેલા તમારે અમુક બાબતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ. નહિ તો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે. ડાયાબિટીસ વધવાનું કારણ ખોટી લાઈફસ્ટાઈલ, ફિઝિકલ એક્ટિવિટીની ઉણપ, સ્ટ્રેસ અને ખોટી ખાણી-પીણી ગણવામાં આવે છે. ડાયાબિટીસ થાય એટલે શરીરમાં બ્લડ શુગર લેવલ વધવા લાગે છે. આ બીમારીને મૂળમાંથીતો મટાડી શકાતી નથી પરંતુ તેને કંટ્રોલ કરી શકાય છે.

ડાયાબિટીસ 2 પ્રકારની હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસમાં પેંક્રિયાઝથી ઇન્સુલિનનું ઉત્પાદન સાવ થતું નથી અને ટાઈપ 2 ડાયાબિટીસમાં ઓછી માત્રામાં ઇન્સુલિનનું ઉત્પાદન થાય છે. બ્લડ ગ્લુકોઝ ઘટાડવામાં ડાયટનો સૌથી મહત્વનો રોલ હોય છે. પરંતુ અમુક ફૂડ એવા પણ છે જે ડાયાબિટીસના જોખમને ઘટાડી શકે છે. એક રિસર્ચ મુજબ એક પ્રકારનું શાક ખાવું બ્લડ શુગર લેવલ ઘટાડવાની સૌથી સારી રીત છે.શું જાણવા મળ્યું રિસર્ચમાં:- રિસર્ચર્સે જાણ્યું કે, ડુંગળીને ડાયાબિટીસ વાળા દર્દીઓમાં ડાયેટ્રી સપ્લીમેંટની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. જેનાથી ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. રિસર્ચર્સે કહ્યું કે, ડુંગળીને ડાયટમાં સમાવિષ્ટ કરવાથી મદદ તો મળી શકે છે પરંતુ, તેનો મતલબ એ નથી કે વધુ માત્રામાં ડુંગળી ખાવાની શરૂ કરવી. આ કોઈ જાદુઇ વસ્તુ નથી. તેના પર હજુ વધુ રિસર્ચની જરૂર છે. 

મસલ્સ બનાવનારા સપ્લીમેંટ્સ પણ ફાયદાકારક:- એક બીજી સ્ટડીમાં જાણવા મળ્યું કે મસલ્સ બનાવનારા સપ્લીમેંટ પણ ટાઈપ 2 ડાયાબિટીસ વાળા લોકોને ફાયદો પહોંચાડી શકે છે. રિસર્ચર્સે જાણ્યું કે, ભોજન પહેલા થોડી માત્રામાં વ્હે પ્રોટીન પીવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ન્યૂકેસલ યુનિવર્સિટીના ડોક્ટરના મત મુજબ, આ રિસર્ચ પ્રયોગશાળાની અપેક્ષાએ નોર્મલ લાઈફ વાળા લોકો પર કરવામાં આવી હતી. અમે માનીએ છીએ કે, વ્હે પ્રોટીન 2 પ્રકારે કાર્ય કરે છે. પહેલું ડાયઝેસ્ટિવ સિસ્ટમથી જલ્દી નીકળી જાય છે અને બીજું એ કે વ્હે પ્રોટીન બ્લડ શુગર લેવલ વધતું અટકાવે છે. 

ડોક્ટરે આગળ જણાવ્યુ કે જેવુ કે દુનિયા આખીમાં ડાયાબિટીસના દર્દીઓ મોટી સંખ્યામાં વધી રહ્યા છે, એવામાં ફૂડ સપ્લીમેંટની તપાસ કરવી પણ ખૂબ જરૂરી બની છે. રિસાર્ચર્સે જાણ્યું કે, વ્હે પ્રોટીન લેવું ખૂબ સરળ છે. તેને ભોજન પહેલા સરળતાથી લઈ પણ શકાય છે. વ્હે પ્રોટીનનો ઉપયોગ સામાન્ય રીતે પ્રોટીન શેકમાં કરવામાં આવે છે. જેનો ઉપયોગ એથલિટ્સ મસલ્સ રિકવરીમાં કરે છે. આ દુનિયામાં સૌથી વધારે વેચાતું હેલ્થ સપ્લીમેંટ છે. તે ડાયાબિટીસમાં અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ તેને બેલેન્સ ડાયટ સાથે લેવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

 

Leave a Comment