જાણો વિજ્ઞાન અનુસાર શું છે બવાસીરનો સાચો ઈલાજ, ઘરેલું નુસ્ખા કેટલા પ્રમાણમાં હોય છે કારગર… 99% લોકો સાચી હકીકતથી છે અજાણ…

મિત્રો પાઈલ્સ કે બવાસીર ત્યારે થાય છે જ્યારે મળદ્વારની નસોમાં સોજો આવી જાય છે. આ અત્યંત પીળાદાયક બીમારી છે જેમાં દર્દીને અસહ્ય દુખાવો થાય છે. આધુનિક જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોને આજકાલ પાયલ્સની ફરિયાદ રહેતી હોય છે. જોકે મોટા ભાગના લોકોને પાયલ્સ ની હળવી સમસ્યા હોય છે જેથી અમુક જ લોકોમાં તેના લક્ષણ જોવા મળે છે. કેટલાક લોકોને વધારે તકલીફ થઈ શકે છે.

જે લોકોમાં પાઈલ્સની સમસ્યા હોય છે તેમને મળદ્વારની આસપાસ મસા જેવું નીકળી આવે છે. તેમાં ખંજવાળ, દુખાવો અને અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. જો ખાન પાન પર યોગ્ય રીતે ધ્યાન આપવામાં ન આવે અને પરેજી કરવામાં ન આવે તો બાવાસીરની સમસ્યા વધારે વધી જાય છે. કેટલાક ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી ન માત્ર પાયલ્સની ફરિયાદ વધે છે પરંતુ તેનાથી અન્ય પ્રકારની સમસ્યાઓ પર થવા લાગે છે. એવામાં એ જાણવું જરૂરી છે કે પાઈલ્સનો યોગ્ય ઈલાજ શું છે.પાયલ્સ નો ઈલાજ એકદમ સરળ છે. એક્સપર્ટનું માનીએ તો પાયલ્સનો ઈલાજ જાતે પણ કરી શકાય છે. જો શરૂઆતમાં આ ઈલાજ ને આપણે નિયમિત રૂપે કરીએ તો હંમેશા માટે તેનાથી છુટકારો પણ મેળવી શકાય છે. ફાઇબર યુક્ત શાકભાજી અને ફળનું સેવન પાઇલ્સ ની સમસ્યાથી છુટકારો અપાવે છે તેના સિવાય અનેક  એવી રીતો છે જેની મદદથી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

શું છે યોગ્ય ઈલાજ:- એક્સપર્ટ પ્રમાણે પાઇલ્સ માં જો વધારે દુખાવો ન હોય તો તેને ઘરે પણ ઠીક કરી શકાય છે. તેના માટે ત્રણ રીત છે, પહેલી એ છે કે ખાન પાન પર યોગ્ય ધ્યાન રાખીને બવાસીરની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. બીજી એ છે કે નિયમિત રૂપે ગરમ પાણીની ઉપર બેસવું કે સીટ બાથ ની મદદથી તેને ઠીક કરી શકાય છે અને ત્રીજી એ કે પાઇલ્સ ને ઠીક કરવા માટે કેટલીક ક્રીમ ની મદદ લઈ શકાય છે.

1) ફાઇબર યુક્ત આહાર:- પાઈલ્સની ફરિયાદ હોય તો નિયમિત રૂપે ફાઇબર યુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તેના માટે ફળ, લીલા શાકભાજી અને આખા અનાજનું સેવન કરો. આનાથી મળ નરમ થઇ જશે જેના કારણે મળ દ્વારની નસો પર દબાણ નહીં પડે અને ધીરે ધીરે નસો પોતાની જગ્યા પર આવી જશે તેનાથી ગેસની સમસ્યાથી પણ છુટકારો મળે છે.2) સીટ બાથ:- જો પાઈલ્સની સમસ્યા હોય તો દરરોજ નિયમિત રૂપે ડોલમાં ગરમ પાણી લઈ લો અને પાણીની સપાટીથી થોડા ઉપર બેસો. આવું 10 થી 15 મિનિટ સુધી કરતા રહો. જો દિવસમાં બે થી ત્રણ વાર આ પ્રકારે કરશો તો ખૂબ જ જલ્દી પાઈલ્સ રિકવર થશે અને તમે ઈચ્છો તો ટોયલેટમાં સીટ્સ બાથ ફીટ કરાવી શકો છો.

3) ક્રીમ નો ઉપયોગ:- પાઇલ્સ થવા પર ડોક્ટર કેટલીક ક્રીમ આપે છે જેને મળદ્વારમાં લગાવવાની હોય છે. તેમાં હાઇડ્રોકાર્ટીસોન હોય છે જે મળદ્વારને સોફ્ટ બનાવે છે જેથી નસ રિલેક્સ થાય છે. જો ફાઇબર યુક્ત વસ્તુઓના સેવનની સાથે ક્રીમનો ઉપયોગ કરવામાં આવે તો ફાયદો બે ઘણો થાય છે.

4) મેડિસિન:- પાઈલ્સમાં ડોક્ટર દુખાવા માટે કેટલીક દવાઓ પણ આપે છે સામાન્ય રીતે હળવા લક્ષણો વાળા પાઇલ્સ આ દુખાવાની દવાઓથી ઠીક થઈ જાય છે.5) રબર બેન્ડ લીગેશન:- જો આ ઘરેલુ ઉપાયથી બવાસીર ઠીક ન થાય તો ડોક્ટર રબર બેન્ડ લીગેશન લગાવે છે. આ એક પ્રક્રિયા છે, જેમાં ડોક્ટર એક નાના મશીનથી એક કે બે નાના રબર બેન્ડને બાબાસીરના આધાર પર ફીટ કરી દે છે. તેનાથી સોજા માટે જવાબદાર નસોના બ્લડ સર્ક્યુલેશન થી સંપર્ક તૂટી જાય છે. કેટલાક અઠવાડિયા બાદ આ રબર બેન્ડ જાતે જ નીકળી જાય છે.

6) ઇન્જેક્શન (સ્કલેરોથેરાપી):- આ પ્રક્રિયાના માધ્યમથી ડોક્ટર બવાસીરના ટીશ્યું માં એક ઇન્જેક્શન નાખે છે. ત્યારબાદ બવાસીર સંકોચાઈ જાય છે. જોકે ઇન્જેક્શનથી દુખાવો ખૂબ જ ઓછો થઈ જાય છે પરંતુ આ રબર બેન્ડ લીગેશનની તુલનામાં ઓછું અસરકારક બની હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment