માસ્કના કારણે ચશ્માં પર ભેજ (વરાળ) આવી જાય છે, તો કરો આ એક કામ. ચશ્માં પર વરાળ પણ નહિ જામે અને દેખાશે એકદમ ક્લિયર…

કોરોના વાઈરસ તેમજ અન્ય ઘણા વાઈરસ, બેક્ટેરિયાથી અને પ્રદુષણથી બચવા માસ્ક પહેરવું હાલમાં જરૂરી થઈ ગયું છે. જો તમને ચશ્માં છે તો તમને માસ્ક પહેર્યા પછી ધૂંધળું દેખાવવાની સમસ્યા રહે છે, કારણ કે ઘણીવાર માસ્ક પહેરવી ત્યારે ઉચ્છવાસમાં નીકળતી વરાળ ચશ્માં કાચ પર જામી જાય છે, જેના કારણે તમને ધૂંધળું દેખાય છે અને દેખાવમાં સમસ્યા થાય છે.

આજે અમને થોડી ટીપ્સ વિષે જણાવીશું જે તમને માસ્ક પહેરતી વખતે ધૂંધળું દેખાવવાની સમસ્યામાંથી મુકિત આપશે.

1) માસ્કને એકદમ સીલ કરી લેવું : જો તમે એકદમ માસ્ક એકદમ સીલ કરી લેશો તો તમારા ઉચ્છવાસ નીકળતી હવા બહાર નહી નીકળે અને તેથી ચશ્માં સુધી પણ નહી પહોચે અને ધૂંધળું દેખાવવાની સમસ્યા પણ નહી રહે. આ માટે ઉપાય તરીકે તમારે ટેપ લેવી અને માસ્કને ઉપર નીચે ટેપ લગાવી સીલ કરી દેવું, આ સૌથી આસન ઉપાય છે.

2) સાબુના પાણીથી ચશ્માના લેન્સને ધોઈ લેવા : તમારે ફેસ પર માસ્ક લગાવતા પહેલાં ચશ્માના લેન્સને એકવાર ધોઈ લેવા. જો તમે ચશ્માના લેન્સને સાબુના પાણીથી ધોઈ લેશો તો સાબુનું પાણી ભેજને શોષી લેશે અને ત્યારબાદ કપડાથી લેન્સને લુછી લેવા.

3) નીચેની બાજુથી શ્વાસ લેવા પ્રયત્ન કરવો : આ આઈડીયા થોડો વિચિત્ર છે, પણ તેનાથી લેન્સ પર વરાળ જામશે નહી. આ આઈડીયામાં તમારે નીચેની બાજુ શ્વાસ છોડવા પ્રયત્ન કરવાનો છે, જેના કારણે ઉચ્છવાસ નીકળતી વરાળ ચશ્માના કાચ પર જામશે નહી અને તમે વાંસળી વગાડતા હોય તેવો અનુભવ થશે.

4) તમારા ચશ્માને એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરો : જો તમારા ચશ્માની અંદર નોસ પેડ્સ છે તો તેને કાઢી શકો છો, તેથી ચશ્માના ફ્રેમ તમારા ચહેરાથી થોડા દૂર રહે છે અને ઉચ્છવાસમાં નીકળતો શ્વાસ લેન્સ પર જામતો નથી. પરંતુ આ વસ્તુ તમારે કોઈ ચશ્માના જાણકારની દેખરેખમાં કરવી નહિતર તમારા ચશ્માં ખરાબ પણ થઈ શકે છે.

5) એન્ટી ફોગ ચશ્માં ખરીદી લેવા : જો ઉપર આપવામાં આવેલો કોઈ પણ ઉપાય તમને કામ નથી લાગતો તો તમે એન્ટી ફોગ ચશ્માં ખરીદી શકો છો, એન્ટી ફોગ ચશ્માં પહેરવાથી માસ્ક પહેર્યા પછી પણ ધૂંધળું દેખાવવાની સમસ્યા રહેશે નહી અને વરાળ કાચ પર જામશે નહી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment